Homeસિનેમાવાદjacqueline fernandez: જેકલીન ફર્નાન્ડીસને મોટી રાહત, મની લોન્ડ્રિંગ કેસમાં મળ્યા જામીન

jacqueline fernandez: જેકલીન ફર્નાન્ડીસને મોટી રાહત, મની લોન્ડ્રિંગ કેસમાં મળ્યા જામીન

Team Chabuk-Entertainment Desk: જેકલીન ફર્નાન્ડિસને મની લોન્ડરિંગ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેને 2 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે. આ સાથે કોર્ટ સાથે શરત પણ મુકવામાં આવી છે. કોર્ટની પરવાનગી વિના અભિનેત્રી દેશ છોડી શકતી નથી.

શું છે મામલો ?

200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર હાલમાં જેલમાં બંધ છે. સુકેશ પર આરોપ છે કે તેણે પ્રભાવશાળી લોકો સહિત ઘણા લોકોને છેતર્યા છે. 17 ઓગસ્ટે EDએ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં જેકલીન પણ 200 કરોડની રિકવરી કેસમાં આરોપી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં અનેક સાક્ષીઓ અને પુરાવાઓને આધાર બનાવવામાં આવ્યા હતા. આ પછી કોર્ટે તેમને સમન્સ પાઠવ્યા હતા. જેકલીનને મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવાયા બાદ તેના વકીલે જામીન અરજી દાખલ કરી હતી.

જેકલીનને ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી

આ મામલામાં EDએ જેકલીનની અનેકવાર પૂછપરછ કરી છે. આ પૂછપરછમાં જેકલીને જણાવ્યું કે તે સુકેશ સાથે લગ્ન કરવા માંગતી હતી. આ સિવાય દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્ડર્સ વિંગ દ્વારા જેકલીન ફર્નાન્ડિસની પણ 15 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી છે.

જેકલીનના સ્ટાઈલિશે આ વાત કહી

જેકલીનની સ્ટાઈલિશ લિપાક્ષી ઈલાવાડીની પણ દિલ્હીની ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા 21 સપ્ટેમ્બરે પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ સાત કલાક સુધી ચાલી હતી. લિપાક્ષીએ પોતાના નિવેદનમાં જેકલીન અને સુકેશ ચંદ્રશેખર વિશે ઘણા ખુલાસા કર્યા હતા. લિપાક્ષીએ કથિત રીતે કહ્યું હતું કે ચંદ્રશેખરની ધરપકડના સમાચાર આવ્યા બાદ જેકલીને તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments