Team Chabuk-National Desk: જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે બુધવારના રોજ કિશ્તવાડ જિલ્લામાં આભ ફાટ્યું હતું. આભ ફાટતા ચાલીસ લોકો લાપતા થઈ ગયા હતા. જે પછી તંત્ર દ્વારા બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં કેટલાય મૃતદેહો હાથ લાગ્યા છે. જાણકારી પ્રમાણે બુધવારના રોજ કિશ્તવાડ જિલ્લાના હોંઝર દચાન ગામમાં આભ ફાટ્યાની દુર્ઘટના બની હતી. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં પાંચ લોકોનાં મૃતદેહ કાઢવામાં આવ્યા છે.
જમ્મુ ક્ષેત્રના મોટાભાગના સ્થળઓમાં છેલ્લા કેટલાય દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જુલાઈના અંત સુધીમાં ભારે વરસાદની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. સાથે જ કિશ્તવાડમાં અધિકારીઓએ જળાશયો અને સ્લાઈડ-પ્રવણ ક્ષેત્રમાં રહેનારા લોકોને સતર્ક રહેવાનું કહ્યું છે. હવામાન વિભાગે પણ આવનારા સમયમાં ભારે વરસાદની આગાહી કરી છે. નદીઓ અને ઝરણાઓમાં પાણીનું સ્તર વધી શકે છે. જે નદી, નાળા અને સ્લાઈડ-પ્રવણની પાસે રહેતા હોય તેમના પર ખતરો વધી જશે.
જાણકારી અનુસાર કિશ્તવાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ અને નાળાઓનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે. વાદળ ફાટવાના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની સમસ્યા બેવડાઈ ગઈ છે. તેને જોતા જિલ્લા પોલીસ કિશ્તવાડની તરફથી હેલ્પ ડેસ્ક પણ લગાવવામાં આવ્યું છે અને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, તેમણે કિશ્તવાડમાં આભ ફાટવાની ઘટનાના સમાચાર મળ્યા બાદ ઉપરાજ્યપાલ અને ડીજીપીની સાથે વાતચીત કરી હતી. એસડીઆરએફ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. એસડીઆરએફ, સૈન્ય અને સ્થાનીય પ્રશાસન તરફથી બચાવ અભિયાન ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમારી પ્રથામિકતા વધારેમાં વધારે લોકોનો જીવ બચાવવાની છે.
હિમાચલ પ્રદેશના કન્નોરમાં પણ આભ ફાટ્યું
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ભારે વરસાદના કારણે કેટલીય જગ્યાએ ભૂસ્ખલન થયું છે અને કેટલીય જગ્યાએ સડકવ્યવહાર બંધ થઈ ગયો છે. કિન્નોર જિલ્લામાંથી આભ ફાટવાની ઘટના સામે આવી છે. જેથી લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી બાજુ મંડી-કૂલ્લુ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ઔટ અને કટૌલા માર્ગ પણ ભારે વરસાદના કારણે જગ્યાએ જગ્યાએ નષ્ટ થઈ ગયો છે.
કિન્નૌર જિલ્લાના સાંગલા વિસ્તારના રક્ષમ ગામની નજીક સવાર સવારમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. જેના કારણે સફરજનના બગીચાને ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું હતું. સાંગલા વેલીમાં બટસેરી બાદ ફરી એક વખત વાદળ ફાટવાની ઘટના બનતા લોકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે.
આભ ફાટવાની આપદાની સૂચના પૂર્વ પ્રધાન રક્ષમ ટીકમ નેગીએ આપી હતી. તો મંડી-કુલ્લૂનો સંપર્ક સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. ઔટ અને કટૌલા માર્ગ પણ વરસાદના કારણે જગ્યાએ જગ્યાએ નષ્ટ થઈ ગયો છે. આ કારણે એનડીઆરએફની ટીમ મદદ માટે પહોંચી પણ નથી શકતી. તો ચંબા જિલ્લામાં ભરમોર-પઠાનકોટ એનએચ સહિત 23 સંપર્ક માર્ગો બંધ થઈ ગયા છે. મૂશળધાર વરસાદના કારણે ઠેકઠેકાણે રસ્તાઓ જામ થઈ ચૂક્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત