Team Chabuk-Entertainment Desk: બોલિવૂડની યુવા અભિનેત્રી જાહ્નવી કપૂર હંમેશા તેના સોશિયલ મીડિયા પર નવા નવા ફોટા શેર કરતી રહે છે. તેનો લુક દર્શાવે છે કે તે ફિટનેસ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે. જાહ્નવી કપૂરના દેખાવથી લઈને તેની અભિનય કુશળતા સુધી, ચાહકો તેની દરેક શૈલીને પસંદ કરે છે. જ્યારે પણ અભિનેત્રી જાન્હવી કપૂર સોશિયલ મીડિયા પર પોતાનો નવો લુક શેર કરે છે, ત્યારે તેના ચાહકો તેના વખાણ કરવાનું રોકી શકતા નથી. તાજેતરમાં, અભિનેત્રીનો નવો લૂક ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.

બોલિવૂડની ખૂબસૂરત એક્ટ્રેસ જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ ક્વીન છે. જાહ્નવીના એવા ફોટા અને વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે, જેના પર ફેન્સ ફિદા થઇ જતા હોય છે. એક તરફ જ્યાં જ્હાન્વી પોતાની કિલર સ્માઇલથી દિલ જીતી લે છે, તો બીજી તરફ તેનો હોટ લુક સોશિયલ મીડિયા પર અવારનવાર ધૂમ મચાવે છે. આવી સ્થિતિમાં આ વખતે જ્હાન્વી કપૂરના વેકેશનના ફોટા સામે આવ્યા છે, જેમાં તે એન્જોય કરતી જોવા મળી રહી છે.

જાહ્નવી કપૂર દરિયા કિનારે બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. જાહ્નવી કપૂર અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. ચાહકોએ પણ તેના બોલ્ડ અંદાજને પસંદ કર્યો છે.

હાલમાં જ જાહ્નવી કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે. જાહ્નવી કપૂર હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે અને એક્ટ્રેસે પોતે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કર્યા છે. જાહ્નવી તેના વેકેશન ફોટામાં મોનોકિની – બિકીની અને શોર્ટ્સ પહેરેલી જોવા મળે છે.

જાહ્નવીની અપકમિંગ ફિલ્મો : જાહ્નવી કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની પાસે ‘ગુડ લક જેરી’, ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ અને ‘બવાલ’ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત