Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક પર રસપ્રદ મુકાબલો રહ્યો. આ બેઠક પર ફરી એકવાર લોકોએ જીગ્નેશ મેવાણી પર વિશ્વાસ મુક્યો છે. જીગ્નેશે સામે ભાજપના ઉમેદવાર મણિલાલ વાઘેલા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર લપત ભાટિયાની હાર થઈ છે. 2017માં જીગ્નેશ મેવાણી કોંગ્રેસના સમર્થનથી જીત્યા હતા અને તેમણે ભાજપના ઉમેદવારને 19,696 મતોના માર્જિનથી હરાવ્યા હતા. પાંચ વર્ષ બાદ 2022ની ચૂંટણીમાં જીગ્નેશ મેવાણીને વડગામ બેઠક પરથી કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા હતા. તો તેમને ઘેરવા માટે તેમની સામે ભાજપે કોંગ્રેસના પૂર્વ નેતા અને ધારાસભ્ય મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા હતા. AAP તરફથી દલપત ભાટિયાને ટિકિટ આપવામાં આવી હતી.
ગત વખતે મોટા માર્જિનથી જીતેલા જીગ્નેશ મેવાણી માટે આ ચૂંટણી મુશ્કેલ માનવામાં આવી રહી હતી. તેનું મુખ્ય કારણ એ હતું કે તેઓની ટક્કર કોંગ્રેસના પૂર્વ નેતા વર્તમાન ભાજપ ઉમેદવાર મણિલાલ વાઘેલા સાથે થવાની હતી. જો કે, પરિણામ જીગ્નેશ તરફી આવ્યું.
જીત્યા બાદ જીગ્નેશ મેવાણીએ વિજય સરઘસ કાઢ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જીગ્નેશ મેવાણીના સમર્થકો જોડાયા હતા. જીગ્નેશ મેવાણીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. મેવાણીએ એક વીડિયો પણ ટ્વીટ કર્યો છે જેમ લખ્યું છે કે, આભાર વડગામ.
जीत के बाद
— Jignesh Mevani (@jigneshmevani80) December 8, 2022
Thank you Vadgam #MevaniSatheVadgam pic.twitter.com/nIkZhb6783
વડગામ બેઠક પર કુલ 11 ઉમેદવાર મેદાને હતા જેમાં કુલ 1,97,420 મત પૈકી સૌથી વધુ 94765 મત મેવાણીને મળ્યા. જ્યારે 89,837 મત ભાજપના ઉમેદવાર મનીભાઈ વાઘેલાને મળ્યા. જ્યારે વડગામ બેઠક પર આમ આદમી પાર્ટીને માત્ર 4322 મત મળ્યા. જ્યારે નોટામાં કુલ 2877 મત પડ્યા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત