Homeગામનાં ચોરેનવ લોકોનું ગળું દાબી હત્યા કરી નાખી અને પછી શરીરના ટુકડા કરી...

નવ લોકોનું ગળું દાબી હત્યા કરી નાખી અને પછી શરીરના ટુકડા કરી નાખ્યા

હોલિવુડ ફિલ્મોમાં હોલોવિનના તહેવાર દરમિયાન ભૂત કે હત્યારાનું શહેરમાં આવવું એ ફિલ્મી ઘટના છે. ઘણી ફિલ્મોમાં આવો કન્સેપ્ટ છે, પણ હવે આ ફિલ્મી ઘટના સત્યઘટના બની ગઈ છે. એક તરફ હેલોવિનનો તહેવાર ચાલી રહ્યો હતો. લોકો ઉત્સવની ઉજવણી કરી રહ્યા હતા. બીજી તરફ શહેરમાં ડીજેના અવાજ જેટલો જ પોલીસની ગાડીઓના સાયરનનો પણ અવાજ આવી રહ્યો હતો. કેમ કે, આ જ દિવસે એક ઘરમાંથી મળ્યા હતા 9 કપાયેલાં માથા. 2017માંં 9 લોકોની નિર્દયતાથી હત્યા કરનારા સિરિયલ કિલરને હવે ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી છે. જેનો લોકો ટ્વીટર કિલર તરીકે પણ ઓળખે છે.

30 વર્ષીય આરોપીનું અસલી નામ છે તાકાહિરો શિરાઈશી. જાપાનના આ વ્યક્તિના નામ પાછળ ‘હીરો’ આવે છે જો કે, હકીકતે તે ‘વિલન’ છે. એ પણ ક્રૃર. તેના પર આરોપ હતો કે તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલા 9 લોકોની હત્યા કરી દીધી છે. એટલું જ નહીં આ નવ લોકોના શરીરના તેણે ટૂકડાં કરી દીધા હતા. આ વાતનો તાકાહિરો શિરાઈશીએ ખુદ સ્વીકાર કર્યો હતો. જે લોકોની હત્યા થઈ તેમાં આઠ મહિલાઓ હતી જ્યારે એક પુરૂષ હતો. આ કેસ છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચાનો વિષય બન્યો હતો કેમ કે, આરોપી તાકાહિરોએ કહ્યું હતું કે, તેણે સામેવાળાની મરજીથી તેની હત્યા કરી છે.

તાકાહિરોના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેને ફાંસીની સજાના બદલે આજીવન કેદની સજા આપવામાં આવે. કેમ કે, જેમની હત્યા થઈ છે તેમણે સામેથી સુસાઈડની ઈચ્છા વ્યક્ત કરી હતી. હત્યા માટે પોતે જ મંજૂરી આપી હતી. જો કે, કોર્ટે તેને ફાંસીની જ સજા સંભળાવી હતી. જજે ચૂકાદો સંભળાવતી વખતે કહ્યું હતું કે, ‘કોઈ પણ પીડિત હત્યા માટે સહમત ન હતો.’

ટ્વીટર કિલરના નામથી જાણીતો તાકાહિરો શિરાઈશીને 2017માં ઝડપી લેવાયો હતો. 2017માં તેના ઘરમાંથી માનવ કંકાલ મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ કિસ્સો હેલોવિન પર સામે આવ્યો હતો. તપાસ અધિકારીઓને તાકાહિરો શિરાઈના ઘરમાંથી કેટલાય હાથ, પગ, હાડકા અને 9 માથા મળ્યા હતા. દાવો કરાયો છે કે, તે કેટલાય દિવસોથી માનવ કંકાલ સાથે રહેતો હતો એટલે જ જાપાની મીડિયાએ તેના ઘરને ‘હાઉસ ઓફ હોરર’ કહ્યું હતું. તાકાહિરોએ ઘરમાં કૂલર અને ટૂલબોક્સમાં હાડકા છૂપાવ્યા હતા.

જાપાનની સમાચાર એજન્સી ક્યોડો મુજબ તાકાહિરોએ ઓગસ્ટ 2017થી ઓક્ટોબર 2017 સુધીમાં 9 લોકોની હત્યા કરી નાખી હતી. જે લોકોની હત્યા થઈ તેમની ઉમર 15થી 26 વર્ષ વચ્ચેની હતી. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, તમામ નવ લોકોને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા ત્યારબાદ તેમના શરીરના ટૂકડાં કરી દેવાયા હતા.

આવી રીતે લોકને ફસાવતો તાકાહિરો

તાકાહિરો ટ્વીટર પર એવા લોકો સાથે દોસ્તી કરતો જે તણાવમાં હોય. તે એવા લોકોને શિકાર બનાવતો જે જિંદગીથી કંટાળ્યા હોય અને આત્મહત્યા કરવા માગતા હોય. મોટા ભાગે તે આત્મહત્યાનો વિચાર કરતી મહિલાઓને પોતાની જાળમાં ફસાવતો હતો. આ ભાઈ સાબ મહિલાઓને એવું કહેતા કે તે મરવામાં તેમની મદદ કરશે ! તો કેટલાક લોકોને એવું પણ કહ્યું હતું કે તેમની સાથે પોતે પણ જીવન પર પૂર્ણવિરામ મૂકી દેશે. હવે આ છેલ્લી વાત તેની સાચી પડી છે. ફાંસીના માચડે ચડીને એ પણ આ 9 લોકો પાસે પહોંચી જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments