કથા – સુકરાત
મૂળ ભાષા – અંગ્રેજી
અનુવાદ – Team Chabuk
ત્રણ નાના પ્રશ્નો
સુકરાત ખૂબ જ જ્ઞાની અને વિનમ્ર હતા. તેઓ બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. રાતે તેમની મુલાકાત એક પરિચિત વ્યક્તિ સાથે થઈ ગઈ. એ સજ્જન માણસે સુકરાતને રોકીને કંઈક કહેવાનું શરૂ કર્યું. એ બોલવા લાગ્યો કે, ‘શું તમે જાણો છો કે કાલ આપનો મિત્ર આપના વિશે શું કહી રહ્યો હતો?’
સુકરાતે એ વ્યક્તિની વાતને ત્યાં જ રોકતા કહ્યું,‘સાંભળ ભલા માણસ. મારા મિત્રએ મારા વિશે શું કહ્યું એ જણાવતા પહેલા તું મારા ત્રણ સવાલના જવાબ આપ.’
એ વ્યક્તિએ આશ્ચર્યથી કહ્યું, ‘ત્રણ નાના પ્રશ્ન.’
સુકરાતે કહ્યું, ‘હા ત્રણ નાના પ્રશ્ન. પ્રથમ પ્રશ્ન તો એ છે કે તું મને જે પણ બતાવવા માગે છે એ સમગ્ર રીતે સાચું છે ?’
એ વ્યક્તિએ જવાબ આપ્યો, ‘નહીં, મેં તો હમણાં હમણાં જ આ વાત સાંભળી છે.’
સુકરાતે કહ્યું, ‘કંઈ વાંધો નહીં. એનો અર્થ એ થયો કે તું જે વાત જણાવવા માગે છે એ સાચી છે પણ કે નહીં. હવે મારા બીજા પ્રશ્નનો જવાબ આપ. જે કંઈ પણ તું મને જણાવવા માગે છો એ મારા માટે સારું છે ?’
એ માણસે તુરંત કહ્યું, ‘નહીં પણ તેનાથી તદ્દન વિરોધાભાસી.’
સુકરાત બોલ્યા, ‘ઠીક છે. હવે મારા છેલ્લા પ્રશ્નનો જવાબ આપી દે કે, જે કંઈ પણ તું મને જણાવવા ઈચ્છે છે તે મારા કંઈ કામનું છે કે નહીં?’
એ વ્યક્તિ બોલ્યો, ‘નહીં, એ વાતથી તમારા કામમાં કંઈ આવે તેવું તો છે જ નહીં.’
ત્રણે પ્રશ્ન પૂછ્યા બાદ સુકરાતે કહ્યું, ‘એવી વાત જે સત્ય નથી. જેમાં મારા વિશે કંઈ સારું નથી અને જેમાંથી મારા કોઈ ઉપયોગનું નથી. તેને સાંભળવાનો શું ફાયદો. અને હા એક વાત કહું, આવી વાતો સાંભળીને પણ શું ફાયદો.’
તું કોણ છો ?
એક વખત યુનાનનો સૌથી અમીર વ્યક્તિ પોતાના સમયના સૌથી મોટા વિદ્વાન સુકરાતને મળ્યો. તેના આગમન બાદ સુકરાતે તેના તરફ ધ્યાનથી ન જોયું તો તેણે કહ્યું, ‘શું તમે જાણો છો હું કોણ છું?’
સુકરાતે કહ્યું, ‘જરા અહીં આવીને બેસ, આવ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે તું કોણ છો? બતાવ તો જરા આમાં એથેન્સ ક્યાં છે?’
એ બોલ્યો, ‘દુનિયાના નકશામાં એથેન્સ તો એક ટપકા જેટલું જ છે.’ એ પછી તેણે એથેન્સ પર આંગળી રાખી અને કહ્યું, ‘આ છે એથેન્સ.’
સુકરાતે કહ્યું, ‘આ એથેન્સમાં તારો મહેલ ક્યાં છે?’
ત્યાં તો ટપકું જ હતું. એ એમાંથી મહેલ ક્યાંથી બતાવે. પછી સુકરાતે કહ્યું, ‘ઠીક છે બતાવ હવે કે મહેલમાં તું ક્યાં છો? આ નકશો તો પૃથ્વીનો છે. અનંત પૃથ્વી છે. અનંત સૂર્ય છે. તો તું છો કોણ?’
કહેવાય છે કે એ જ્યારે જવા લાગ્યો ત્યારે સુકરાતે તેને નકશો ભેટમાં આપી દીધો અને કહ્યું કે, જ્યારે પણ તેને લાગે કે અહંકાર માથે ચડી ગયું છે ત્યારે ત્યારે તે નકશો ખોલી તેમાંથી એથેન્સના દર્શન કરી લે. ક્યાં છે એથેન્સ ? હું કોણ છું ? મારો મહેલ ક્યાં છે ? બસ ખૂદને જ પૂછી લે.
એ અમીર વ્યક્તિ માથું નમાવીને ઊભો રહી ગયો. સુકરાતે કહ્યું, ‘હવે તું સમજી ગયો હોઈશ કે વાસ્તવમાં તો આપણે કંઈ નથી, પણ કંઈક હોવાપણાની અકડે આપણને પકડી રાખ્યા છે. આ જ આપણું દુ:ખ છે. આ જ આપણું નર્ક છે. જે દિવસે આપણે જાગૃત થઈશું, ચારે બાજુ જોઈશું તો કહીશું કે આ વિશાળ બ્રહ્માંડમાં આપણે કંઈ પણ નથી.’
લગ્ન કરવા જોઈએ
દાર્શનિક સુકરાતના ઘણા શિષ્યો હતા. એમાંથી એક શિષ્યને એક વાત મૂંઝવતી હતી કે લગ્ન કરવા જોઈએ કે નહીં. તેણે પોતાના મિત્રો, સંબંધીઓ, સગાઓ, પરિચિતો અને વડીલો સર્વની પાસેથી સલાહ લીધી.
કોઈએ કહ્યું કે, ‘લગ્ન કરી લેવું અને ઘર વસાવી લેવું. તેનાથી જીવન વ્યવસ્થિત થઈ જશે.’ એ પોતાની વાતના પક્ષમાં ઘણી દલીલો આપતા હતા.
બીજી બાજુ કેટલાક લોકો એવા હતા જેઓ તેને લગ્ન ન કરવાની સલાહ આપતા ફરતા હતા અને કહેતા હતા કે, ‘લગ્ન તો મોટી માથાકૂટ છે. લગ્ન કરવાથી વધારે તો તેને નિભાવવું એ સૌથી મોટી ચિંતા છે.’
હવે આટલી બધી સલાહ મળ્યા પછી તો શિષ્ય ધર્મસંકટમાં પડી ગયો. હવે કરવું શું ? છેલ્લે તેણે પોતાના ગુરૂ પાસેથી સલાહ લેવાનો નિશ્ચય કર્યો. શિષ્યએ વિચાર્યું કે ખૂદ ગુરૂ જ સાચી સલાહ આપી શકે છે, કારણ કે તેમનું ખૂદનું પારિવારિક જીવન કષ્ટદાયી હતું. જેથી તેઓ વધારે વ્યવહારુ અને સાચી સલાહ આપી શકે. શિષ્ય સુકરાત પાસે સલાહ લેવા ગયો.
સુકરાતે કહ્યું, ‘તારે લગ્ન કરી લેવા જોઈએ.’
શિષ્ય તો આ વાત સાંભળીને હેરાન થઈ ગયો તેણે કહ્યું, ‘તમારું ખૂદનું પારિવારિક જીવન તો ઠીક નથી. તમારી પત્ની ઝઘડાખોર છે. તેણે આપનું જીવન નર્ક જેવું બનાવીને રાખી દીધું છે. છતાં તમે મને લગ્ન કરવાની સલાહ આપો છો.’
સુકરાત આ સાંભળીને હસ્યા અને કહ્યું કે, ‘જો તને લગ્ન બાદ સારી પત્ની મળી ગઈ તો તારું જીવન સુધરી જશે, કારણ કે એ તારા જીવનમાં ખુશીઓ લાવી દેશે અને એ ખુશીના કારણે જ તું નીત નવીન સફળતાઓનાં સોપાનો સર કરીશ. અને જો મારી પત્ની જેન્થેપીની જેમ તને કર્કશયુક્ત પત્ની મળી તો તારા જીવનમાં એટલી સમસ્યા થઈ જશે કે તું મારી જેમ દાર્શનિક બની જઈશ. એટલે કે કુલ મળીને લગ્ન એ ખોટનો ધંધો તો છે જ નહીં.’
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર