Homeગામનાં ચોરેજેફ બેઝોસ: પાંચ વર્ષની વયે અંતરીક્ષમાં જવાનું જે સપનું હતું તે પણ...

જેફ બેઝોસ: પાંચ વર્ષની વયે અંતરીક્ષમાં જવાનું જે સપનું હતું તે પણ પૂરું કરવાના આરે

Team Chabuk-International Desk: એમેઝોનનાં સંસ્થાપક અને અરબપતિ જેફ બેઝોસ આવનારા જુલાઈ મહિનામાં અંતરીક્ષની સફર કરનારા વિશ્વના પ્રથમ અરબપતિ બની જશે. તેઓ અંતરીક્ષયાન ન્યૂ શેફર્ડમાં ઉડાન ભરશે. આ હવાઈ સફરમાં તેમના ભાઈ માર્ક બેઝોસ અને અંતરીક્ષ યાત્રાની ચાલી રહેલી હરરાજીમાં જીતનારા કેટલાક વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. બેઝોસે અંતરીક્ષ પર જવા અંગે નિવેદન આપ્યું છે કે, અંતરીક્ષમાં જવાનું મારું પાંચ વર્ષની વયથી સપનું હતું. તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે જો હવામાને સાથ આપ્યો તો… જો હવામાન સાથ નથી આપતું તો બેઝોસની અંતરીક્ષયાત્રામાં થોડું અંતર રહેશે. કાર્યક્રમમાં બદલાવ સંભવ છે.

187 બિલિયન ડોલર્સ એટલે કે 13.66 લાખ કરોડ રૂપિયાની સંપત્તિના તેઓ માલિક છે. એ જો ઈચ્છે તો ધરતીના કોઈ પણ ખુણામાં જઈ શકે છે. કોઈ પણ ભાગને ખરીદી શકે છે. જોકે અંતરીક્ષ એક અલગ જ દુનિયા છે. ત્યાં જતાં પહેલા શરીર ફિટ હોવું જરૂરી છે. ઉડવું અને ઈમરજન્સી લેન્ડિંગ જેવી તમામ ટેકનિકની જાણકારી હોવી જોઈએ. એનો અર્થ એ પણ નીકળી રહ્યો છે કે બેઝોસ છેલ્લા કેટલાય સમયથી અંતરીક્ષમાં જવા માટેની તાલીમ લઈ રહ્યાં હતાં.

જેફ બેઝોસ પોતાની અંતરીક્ષ યાત્રા બ્લૂ ઓરિજિન કંપની દ્વારા બનાવવામાં આવેલ નવા રોકેટ કેપ્સૂલ ન્યૂ શેફર્ડમાં કરશે. આ એટલી તાકતવર કેપ્સૂલ છે કે તે ધરતીની કક્ષા ખૂદ જ પાર કરી શકે છે. એટલી તાકાત અત્યાર સુધી એલન મસ્કની ડ્રેગન કેપ્સૂલ અથવા તો વર્જિન ગેલેક્ટિકનાં પીયર્સ બ્રૉસનનના રોકેટ પાવર્ડ પ્લેનમાં પણ નથી. જે ખૂદ ધરતીની કક્ષાને પાર કરી લે. જેથી જેફ અહીં આ બંને પ્રતિદ્વંદીઓથી આકાશમાં પણ એક ડગલું આગળ રહેશે.

જેફ બેઝોસની સ્પેસ કંપની બ્લૂ ઓરિજિનના રોકેટ કેપ્સૂલ ન્યૂ શેફર્ડમાં છ લોકો બેસી શકે છે. આ 56 ફૂટ ઊંચું રોકેટ છે. ધરતીથી અંતરીક્ષમાં પહોંચતા આ રોકેટને 11 મિનિટનો સમય લાગે છે. એટલે કે જમીનથી આશરે 96 કિલોમીટર ઉપર. જેફ બેઝોસે આ અંગે જણાવ્યું કે 6 વર્ષની સખત મહેનત અને સંશોધન બાદ આ સફળતા પ્રાપ્ત થઈ છે. બ્લૂ ઓરિજિન કંપનીએ મે મહિનામાં આની ઘોષણા કરી હતી. જેમાં તે ન્યૂ શેફર્ડ કેપ્સુલમાં લોકોને અંતરીક્ષની યાત્રા પર લઈ જશે.

બ્લૂ ઓરિજિન કંપનીએ કહ્યું છે કે, દરેક સીટની ટિકિટ પર બોલી લગાવવામાં આવશે. એટલે કે બાકીના લોકોએ અંતરીક્ષ યાત્રા પર પૈસા આપવાના રહેશે. જોકે કંપનીએ હજુ સુધી એ વાત પરથી પડદો નથી હટાવ્યો કે એક સીટની કિંમત કેટલી હશે? માનવામાં આવી રહ્યું છે કે એક સીટની કિંમત 2.8 મિલિયન ડોલર્સ એટલે કે 20.38 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ માટે મહિના પહેલાથી હરરાજીની પ્રક્રિયા શરૂ થવાની હતી. એમ પણ બની શકે કે કંપનીએ જેમ મૂંગે મોઢે આ યાત્રાનું આયોજન કર્યું તેમ મૂંગે મોઢે ટિકિટ પર કામ કરી રહી હોય.

બ્લૂ ઓરિજિન કંપની જેફ બેઝોસે વર્ષ 2000માં શરૂ કરી હતી. એ પછી તેણે ડઝન જેટલી ટેસ્ટ ફ્લાઈટ કરાવી હતી. આ તમામ ટેસ્ટ અમેરિકાના ટેક્સાસ રાજ્યથી આશરે 100 કિલોમીટર દૂર આવેલ ગ્રામીણ વિસ્તાર માર્ફા ખાતે કરવામાં આવ્યાં હતાં. 1994ની સાલમાં બેઝોસે એમેઝોન કંપનીની શરૂઆત કરી હતી. ત્યારે આ માત્ર ઓનલાઈન બુકસેલર કંપની હતી, જે ઘરે ઘરે પુસ્તકો વેચવાના વ્યવસાય સાથે સંકળાયેલી હતી. આ માટે તેણે પોતાના માતા પિતા પાસેથી 2.50 લાખ ડોલર્સ ઉધાર લીધાં હતાં. એટલે કે 1.81 કરોડ રૂપિયા. ધીમે ધીમે આ દુનિયાની સૌથી મોટી કંપની બની ગઈ.  

જેફ બેઝોસની પાસે આજે એમેઝોન વેબ સિરીઝ, નેટફ્લિક્સ, એમજીએમ જેવી કંપનીઓ છે. ત્યાં સુધી કે તેની ગ્રાહકોની સૂચિમાં અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAનો પણ સમાવેશ થાય છે. આ સિવાય રિવિયન નામની ઈલેક્ટ્રિક કંપનીમાં પણ બેઝોસના શેર રોકાયેલા છે. જેફ બેઝોસનો લોકોને ત્યારે પરિચિય થયો જ્યારે 1999માં ટાઈમ મેગેઝિને તેમને પર્સન ઓફ ધ યેર ઘોષિત કર્યા. આ સાથે એમ પણ કહેવામાં આવ્યું કે તેઓ એમેઝોન કંપનીના 1 બિલિયન ડોલર્સ અર્થાત્ 7281 કરોડ રૂપિયાના શેર દર વર્ષે બ્લૂ ઓરિજિનમાં લગાવી રહ્યાં છે. જેથી રોકેટ અને કેપ્સુલ બનાવી શકાય.

20 જુલાઈથી 15 દિવસ પહેલા એટલે કે 5 જૂલાઈના રોજ જેફ બેઝોસ એમેઝોનના CEO પદ પરથી નિવૃત્ત થશે. તેમની જગ્યા એમેઝોન વેબ સર્વિસના CEO એન્ડી જેસી લેશે. સારી વાત એ છે કે ગત્ત મે મહિનામાં અમેરિકી અંતરીક્ષ એજન્સીએ ચંદ્રની યાત્રા માટે ત્રણ કંપનીઓની પસંદગી કરી. જેમાં સ્પેસ એક્સ, બ્લૂ ઓરિજિન અને ડાયનેટિક્સનો પણ સમાવેશ થાય છે.

બ્લૂ ઓરિજિન આ ડિલની પ્રાથમિક કેન્ડિડેટ છે. તેની ટીમમાં લોકહીડ માર્ટિન, નોર્પોપ ગ્રુમ્મેન અને ડ્રેપર જેવી પેટા કંપનીઓ છે. ચંદ્ર પર જનારા તેના લેન્ડરનાં ત્રણ સ્ટેજ હશે. જેમાં બીઈ-7 ક્રાયોઝેનિક એન્જીન લાગેલું હશે. લોકહીડ ક્રૂ કેબિન બનાવશે. નોર્થોપ ગ્ર્રુમેન કાર્ગો અને ફ્યૂલ મોડલ અને ડ્રેપર નામની કંપની ગાઈડેન્સ, નેવિગેશન, કન્ટ્રોલ્સ અને એવિયોનિક્સ બનાવશે.

જેફ બેઝોસ કહે છે કે, અંતરીક્ષમાં મને એટલે રસ છે, કારણ કે આ બાળપણથી મને ઉત્સાહીત કરે છે. બેઝોસે 2016માં આઈ સ્ટારટ્રેક બિયોન્ડ ફિલ્મમાં કેમિયો રોલ પણ કર્યો હતો. બેઝોસ કહે છે કે, જો હું અંતરીક્ષ યાત્રા ન કરેત તો મારા સમગ્ર જીવનની ઉત્સુકતા અને ઉત્સાહ પૂર્ણ થઈ જાત.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments