Homeતાપણુંજિજ્ઞેશ મેવાણી: પરોક્ષ અને પ્રત્યક્ષ બંને રીતે કોંગ્રેસમાં!

જિજ્ઞેશ મેવાણી: પરોક્ષ અને પ્રત્યક્ષ બંને રીતે કોંગ્રેસમાં!

Team Chabuk-Political Desk: ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી છે. આમ આદમી પાર્ટી ઉભરી રહી છે અને કોંગ્રેસ ત્રીજા નંબર પર આવી ગઈ છે. કોંગ્રેસના ફેંકાઈ જવાના અસંખ્ય કારણમાંથી એક કારણ એ પણ છે કે પાર્ટીના નેતાઓ પાર્ટીને વફાદાર નથી રહ્યા. એવામાં ફરી એક વખત કોંગ્રેસ યુવા નેતાઓને સામેલ કરી પાર્ટીને મજબૂત બનાવાની દિશામાં અને ભાજપને ટક્કર આપવા કમર કસી રહી છે. કોંગ્રેસે ચૂંટણીમાં હાથને મજબૂત કરવા માટે વર્તમાન સમયે વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશનો હાથ પકડ્યો છે. કન્હૈયા કુમાર અને જિજ્ઞેશ મેવાણી બંને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં પાર્ટીમાં જોડાશે.

rps baby world

એસસી સમાજમાંથી આવનારા જિજ્ઞેશ મેવાણી 41 વર્ષીય છે. 2017માં પ્રથમ વખત હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની સાથે વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતૃત્વને પડકાર ફેંક્યો હતો. આ ત્રિવેણીએ 2017ની ચૂંટણીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોંગ્રેસને ટેકો આપ્યો હતો. એવું પણ માનવામાં આવે છે કે કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારો આવ્યો તેની પાછળ આ યુવા નેતાઓની અસરને માનવામાં આવે છે. જિજ્ઞેશ એસસી સમાજ તરફથી, હાર્દિક પાટીદાર અને અલ્પેશ ઠાકોર સમાજ તરફથી આવે છે. બાદમાં અલ્પેશની કારકિર્દી વંડી ટપી ભાજપમાં ચાલ્યા જવાથી ડામાડોળ થઈ ગઈ.

rps baby world

કોંગ્રેસે તો જ્યાંથી જિજ્ઞેશ ચૂંટણી લડી રહ્યો હતો ત્યાં પોતાનો ઉમેદવાર પણ ઉભો નહોતો રાખ્યો. કોંગ્રેસે ત્યારે 77 સીટ જીતી હતી. સારું પ્રદર્શન હતું પણ જીત ભાજપની થઈ હતી. ભાજપને પણ ખાસ હરખાવા જેવું નહોતું. તેને 99 સીટો મળી હતી. હાલ હાર્દિક અને જિજ્ઞેશ કોંગ્રેસમાં છે. અલ્પેશ ભાજપમાં સાઈડ લાઈન છે. પેટા ચૂંટણીમાં એ પોતાની જ રાધનપુર સીટનું રક્ષણ નહોતો કરી શક્યો.

rps baby world

જિજ્ઞેશ ભલે કોંગ્રેસમાં નહોતો પણ પ્રદેશમાં એ ચિત્ર સ્પષ્ટ દેખાતું હતું કે જિજ્ઞેશ કોંગ્રેસની જ બાજુમાં છે. અપક્ષ ઉમેદવાર તરીકે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરી વિધાનસભામાં જિજ્ઞેશે કોંગ્રેસ તરફી ઘણી વખત વાતાવરણ ઉભું કરી દીધું હતું. કન્હૈયા કુમારની માફક જ જિજ્ઞેશ એક ઉગ્ર વક્તા છે. વાકપટુતામાં માહિર છે. તેમની પાસે શાબ્દિક હુમલો કરવા માટે તથ્યો છે. જે કન્હૈયા પાસે છે તે જ જિજ્ઞેશની પાસે છે.

rps baby world

કોરોનાકાળમાં પોતાના મતવિસ્તારના લોકો માટે તેમણે ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યો અને સમાચારોમાં રહ્યા. જે કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા તે તેમણે કરી બતાવ્યું. ઉપરથી ફોર્ડ કંપની બંધ થવાથી રસ્તે ઉતરેલા બેરોજગારોનો પણ તેમને સાથ મળ્યો. ગુજરાતમાં કોઈ મોટી ઘટના બને અને ત્યાં વિરોધ પક્ષના અન્ય નેતાની ઉપસ્થિતિ ન હોય પણ જિજ્ઞેશની ઉપસ્થિતિ ચોક્કસ જોવા મળે. ભૂતકાળમાં આવા કેટલાય કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.

વર્તમાન સમયે ગુજરાતના અન્ય નેતાઓની તુલનાએ જિજ્ઞેશનો પ્લસ પોંઈન્ટ એ પણ છે કે એ સાહિત્યપ્રેમી છે. ખાસ તો મરીઝ. આ કારણે જ તેનું વકત્વ્ય ધારદાર બને છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. સત્તાધારી પક્ષની નબળાઈઓને તથ્યો દ્વારા ઉજાગર કરતા રહે છે. ગુજરાત પૂરતા સિમિત ન રહેતા નેશનલ લેવલ પર પણ તેમના ઈન્ટરવ્યૂ જોવા મળે છે. હવે જોવાનું એ છે કે કોંગ્રેસમાં જઈ જિજ્ઞેશ જિજ્ઞેશ જ રહે છે કે નહીં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments