Homeસિનેમાવાદકંગના રણૌતનો વધુ એક વિવાદ, મહાત્મા ગાંધી વિશે કહી દીધી આ વાત

કંગના રણૌતનો વધુ એક વિવાદ, મહાત્મા ગાંધી વિશે કહી દીધી આ વાત

Team Chabuk- Bollywood Desk: સતત વિવાદોમાં રહેતી કંગના રણૌત વધુ એક વિવાદમાં ફસાઈ ગઈ છે. જેના માટે તે ખૂબ ટ્રોલ પણ થઈ રહી છે. હવે કંગનાએ મહાત્મા ગાંધી પર જ નિશાન સાધી દીધું છે જેને લઈને લોકો તેના પર ફિટકાર વરસાવી રહ્યા છે. કંગનાએ બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીય અને શાહી પરિવાર વચ્ચે ચાલી રહેલા મુદ્દે એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેણે ગાંધીજી વિશે પણ લખ્યું છે કે, ગાંધીજી એક સારા નેતા હતા પરંતુ તેઓ સારા પતિ અને પિતા ન હતા. એટલું જ નહીં કંગાનાએ લખ્યું છે કે, મહાત્મા ગાંધી પર તેમના સંતાનોએ ખરાબ પિતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

બ્રિટનના પ્રિન્સ હેરી અને તેની પત્ની મેગન મર્કેલે રવિવારે એક ઈન્ટર્વ્યૂમાં મોટા ખુલાસા કર્યા હતા. જે બાદ હવે શાહી પરિવારમાં ચાલી રહેલા ઝઘડા મુદ્દે કંગના રણૌત મેદાને આવી છે અને તેણે કેટલાક ટ્વીટ કર્યા છે.

કંગનાએ ટ્વીટ સંદેશમાં લખ્યું છે કે, “મહાત્મા ગાંધી પર પોતાના જ સંતાનો દ્વારા સારા પિતા ન હોવાનો આરોપ લગાવાયો હતો. ઘણી જગ્યાએ ઉલ્લેખ છે કે, તેઓ તેમની પત્નીને શૌચાલય સાફ કરવાની મનાઈ કરવાના કારણે ઘરમાંથી કાઢી મૂકતા હતા. તેઓ એક મહાન નેતા હતા જે મહાન પતિ ન હોઈ શકે પરંતુ દુનિયા માફ કરી દે છે જ્યારે વાત એક પુરુષની આવે છે”

કંગનાએ પહેલા ટ્વીટમાં લખ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી લોકોએ એક પરિવાર પર એક તરફી વાતો સાંભળીને ખૂબ ચર્ચા કરી, જજ કર્યા,  ઓનલાઈન લિંચ કર્યા, મે ક્યારેય ‘સાસ બહુ ઔર સાજિશ’ જેવા ઈન્ટરવ્યૂ નથી જોયા કારણ કે આ વસ્તુ મને ઉત્સાહિત નથી કરતી. હું માત્ર એટલું કહેવા માગુ છુ કે પૂરા વિશ્વમાં એ માત્ર એક મહિલા શાસક વધી છે.

આ ઉપરાંત કંગનાએ લખ્યું કે, સંભવ છે કે તે એક આદર્શ MIL, પત્ની, બહેન ન હોઈ શકે પરંતુ તે એક મહાન રાણી છે. તેમણે તેના પિતાના સપનાને આગળ વધાર્યા. તેમણે ક્રાઉનને બચાવ્યા. આપણે જીવનની દરેક ભૂમિકાને પરફેક્ટ રીતે નથી નિભાવી શકતા ભલે આપણે તેના માટે યોગ્ય હોઈએ. તેમણે તાજને બચાવ્યો. તેમને રાણીની જેમ જ નિવૃત થવા દો. આ બંને ટ્વીટ બાદ કંગનાએ ત્રીજુ ટ્વીટ મહાત્મા ગાંધી પર કર્યું હતું.

મેગને ઈન્ટરવ્યૂમાં શુ કહ્યું હતું ?

હોલિવુડ સ્ટાર ઓપ્રા વિન્ફ્રે સાથે વાતચીતમાં મેગને કહ્યુ હતું કે, શાહી પરિવાર સાથે સમય પસાર કરવા પર તેને આત્મહત્યાના વિચાર આવતા હતા. તેને જીવવાની ઈચ્છા જરા પણ ન હતી. તેની સૌથી મોટી ભૂલ એ હતી કે, તેણે શાહી પરિવાર પર વિશ્વાસ કર્યો. શાહી પરિવારે વચન આપ્યું હતું કે તેને હંમેશા સુરક્ષિત રાખવામાં આવશે પરંતુ એવું ક્યારેય ન થઈ શક્યું. એટલું જ નહીં હૈરીએ કહ્યું કે, જો પ્રિસેસ ડાયના આજે હોત તો શાહી પરિવારમાં જે થયું તેનાથી બહુ નારાજ હોત.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments