Team Chabuk-Gujarat-Desk: દેશમાં દલિતોની સાથે અત્યાચારની ઘટનાઓ થંભી નથી રહી. આ વણથંભી ઘટનાઓનો સિલસિલો હવે કાનપુરના અકબરપુરમાં સામે આવ્યો છે. જ્યાં પ્રેમ પ્રસંગની શંકાના આધારે યુવાનને ઝાડ સાથે બાંધી ઢોર માર મારવામાં આવ્યો અને તેના ગુપ્તભાગમાં ડંડો નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વાઈરલ થયેલા વીડિયોમાં એ ઘટના સ્પષ્ટ જોઈ શકાય છે. આ વીડિયોમાં યુવક સાથે આચરવામાં આવેલી બર્બરતા જધન્ય છે. જે કોઈને દેખાડી શકાય તેમ નથી.
સ્વતંત્ર ભારતના કેટલાક વિસ્તારોમાં દલિતો સ્વતંત્ર નથી, કારણ કે આ ઘટનામાં પોલીસ પર પણ આરોપ લાગ્યા છે. આરોપ છે કે, યુવકના પિતા ફરિયાદ લઈને જ્યારે પોલીસની પાસે પહોંચ્યા તો તેમને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા હતા. પોલીસે સામે કહ્યું હતું કે, યુવકને લઈ જાવ નહીં તો છેડતીના આરોપમાં અંદર નખાવી દઈશ. યુવક ગંભીર સ્થિતિમાં છે અને તેને હેલેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.
આ વીડિયોમાં કેટલાક અસામાજીક તત્વોએ યુવકને ઝાડની સાથે બાંધી દીધો છે. એક વ્યક્તિ તેના પ્રાઈવેટ પાર્ટમાં ડંડો નાખવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એ પીડિતના પ્રાઈવેટ પાર્ટમાં પણ ફટકાર લગાવે છે. પીડિત કણસી રહ્યો છે પણ દંડો મારનારાને તે વાક્યાથી કંઈ ફર્ક નથી પડી રહ્યો. આસપાસ ઉભેલા કેટલાક લોકો ગાલીપ્રદાન શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. આટલો માર પડતો જોઈ નજીકમાં ઊભેલા અન્ય લોકો માર મારવાની ના પાડી રહ્યા છે. કહી રહ્યા છે કે, ‘વધારે ન મારો નહીંતર મરી જશે.’
આ સમગ્ર ઘટના અકબરપુર પોલીસ વિસ્તારના કમાલપુર ગામની છે. અહીંના પતારી ગામનો રહેવાસી સરવન કલરકામ કરે છે. એ નજીકના ગામ કમાલપુરમાં કલરકામ કરવા માટે ગયો હતો. યુવકની ગામની જ રહેવાસી સંજયપાલની દીકરી સાથે મિત્રતા કેળવાઈ હતી. ફોન પર બંનેની વાતો થવા લાગી હતી. સંજયને જ્યારે આ વાતની ખબર પડી ગઈ તો તેણે દીકરીને કહી સરવનને ગામમાં બોલાવ્યો હતો. એ પછી સરવનને ઝાડ સાથે બાંધી માર મારવામાં આવ્યો અને તેના પ્રાઈવેટ પાર્ટમાં દંડો ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
યુવકની સ્થિતિ બગડતા તેને હેલટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ અકબરપુરના પોલીસ પ્રભારી તુલસીરામ પાંડેએ છોકરીના પિતા સંજય સહિતના અજ્ઞાત લોકો વિરૂદ્ધ વિવિધ કલમો લગાડી છે. આ તમામ આરોપીઓ FIR થતાં ગામ છોડી ભાગી ચૂક્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત