Homeગામનાં ચોરેમળ્યા, છૂટા પડ્યા અને ફરી મળી ગયા ! આ લવસ્ટોરીની ચર્ચા ગામેગામ...

મળ્યા, છૂટા પડ્યા અને ફરી મળી ગયા ! આ લવસ્ટોરીની ચર્ચા ગામેગામ થઈ રહી છે

Team Chabuk-Gujarat Desk: કર્ણાટકના હાસન જિલ્લાનો એક પ્રેમી યુગલનો કિસ્સો હાલ ચર્ચામાં છે. આ કિસ્સો છે ચિકન્ના અ જયમ્મા નામના પ્રેમી યુગલનો. ચિકન્ના અને જયમ્મા 35 વર્ષ પહેલા પરિવારના વિરોધના કારણે લગ્ન કરી શક્યા ન હતા. તે સમયે ચિકન્ના મજૂરનું કામ કરતો હતો. બન્ને એક જ ગામમાં મોટા થયા હતા અને પ્રેમમાં પડ્યા હતા. બન્ને પરિવારો એકબીજાને ઘણી સારી રીતે જાણતા હતા. જો કે, જયમ્માના માતા-પિતા લગ્ન માટે રાજી થયા ન હતા.

ત્યારબાદ જયમ્માના લગ્ન અન્ય તેના જ ગામના અન્ય વ્યક્તિ સાથે થઈ ગયા હતા. આ વાત સહન ન થતાં ચિકન્નાએ ગામ છોડી દીધું હતું. તે મૈસુર પાસે મેતાગલ્લી ગામમાં જઈને રહેવા લાગ્યો હતો. અને લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ દરમિયાન ક્યારેય બન્નેની મુલાકાત થઇ ન હતી.

ચિકન્ના વચ્ચે-વચ્ચે જયમ્મા વિશે સંબંધીઓ દ્વારા જાણકારી મેળવતો હતો. જયમ્માને એક પુત્ર થયો હતો અને તે પત્ની તરીકે પોતાની જવાબદારી નિભાવી રહી હતી. જો કે, કેટલાક વર્ષો પછી જયમ્માને તેના પતિએ છોડી દીધો હતો અને ઘરેથી બહાર કાઢી મુકી હતી. જ્યારે ચિકન્નાને તેની જાણકારી થઇ તો તેમણે જયમ્મા સાથે સંપર્ક કરવાનું નક્કી કર્યું હતું. આમ, 35 વર્ષ બાદ ફરી બંને મળ્યા અને લગ્ન કરવાનો પણ નિર્ણય કર્યો. આખરે 35 વર્ષ જૂની પ્રેમકહાની લગ્ન સુધી પહોંચી.

આ અંગે ચિકન્નાએ કહ્યું કે, હું દરેક સમયે તેના વિશે વિચારતો હતો. કોઇ કારણે અમે તે સમયે લગ્ન કરી શક્યા ન હતા. જોકે હવે અમે જીવનના અંત સુધી સાથે રહેવાનો નિર્ણય  લીધો છે. આખરે અમે જીવનના અંતિમ વર્ષો સુધી એકબીજા સાથે રહી શકીશું. અમે આ જ સપના જોતા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments