Homeગામનાં ચોરેકેરળમાં ઈસાઈઓની વસ્તી ઘટતા કહ્યું, ‘પાંચ બાળકો પેદા કરો આર્થિક સહાય અમે...

કેરળમાં ઈસાઈઓની વસ્તી ઘટતા કહ્યું, ‘પાંચ બાળકો પેદા કરો આર્થિક સહાય અમે આપીશું.’

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશ અને અસમ જેવા રાજ્યો જનસંખ્યા નિયંત્રણ માટે પગલાં ઉઠાવી કાયદો બનાવી રહ્યા છે તેની વિરૂદ્ધમાં કેરળના ચર્ચે પાંચ બાળકો પેદા કરવાનું નિવેદન આપી આર્થિક સહાયતાની જાહેરાત કરી છે. આર્થિક સહાયમાં પાંચ કે તેથી વધારે બાળકો હોય તેને ચર્ચ 1500 રૂપિયાની સહાય આપશે. આ સુવિધા એ દંપતિને મળશે જેમણે વર્ષ 2000 બાદ લગ્ન કર્યા હોય.

આ યોજનાનો હેતુ ઈસાઈ ધર્મના લોકોની જનસંખ્યા વધારવાનો છે. જોકે હાલમાં તેનું તાત્કાલિક લક્ષ્ય મહામારીથી પ્રભાવિત પરિવારોને મદદ કરવી એવું કહેવામાં આવ્યું છે. સિરો-માલાબાર-કેથલિક ગિરજાઘરના પાલા ડાયોસિસની ફેમિલી અપોસ્ટોલેટના જણાવ્યા અનુસાર, યેર ઓફ ધ ફેમિલી સેલિબ્રેશન હેઠળ સોમવારના રોજ બિશપ જોસેફ કલરંગટની ઓનલાઈન બેઠકમાં આ ઘોષણા કરવામાં આવી હતી.

ફેમિલી અપોસ્ટોલેટના ફાધર કુટ્ટિયાનકલે જણાવ્યું કે આર્થિક મદદ ઓગસ્ટ મહિનાથી શરૂ કરી શકાય છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ યોજના 2019માં ચાંગાનાચેરી આર્ચડાયોસિસ દ્વારા જાહેર કરેલા પત્ર હેઠળ ચલાવવામાં આવી રહી છે? આ અંગે તેમણે કહ્યું હતું કે, પત્રમાં ઉઠાવવામાં આવેલ મામલો એ આજની સત્યતા છે. જણાવી દઈએ કે એ પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેરળમાં ઈસાઈઓની જનસંખ્યા સતત ઘટી રહી છે.

2019માં જોસેફ પેરુંથોત્તમ દ્વારા લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, એક સમયે કેરળમાં ઈસાઈ સમુદાય રાજ્યની બીજી સૌથી મોટી વસતિ હતી. હવે એ ત્રીજા સ્થાન પર છે. વસ્તી ઘટીને 18.38 ટકા રહી ગઈ છે.

યોજનાઓમાં પણ પેટા યોજનાઓ છે. ચોથું બાળક જન્મે છે તો મફતમાં ઈલાજ થશે અથવા તો તેનાથી પણ વધારે બાળકો પેદા કરનારી ઈસાઈ સમુદાયની મહિલાઓને ચર્ચની હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં નિ:શુલ્ક સારવારની ઘોષણા કરવામાં આવી છે. આવા બાળકોને ચર્ચ પોતાની એન્જિનિયરિંગ કોલેજોમાં છાત્રવૃત્તિ પણ આપશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments