Team Chabuk-International Desk: વિશ્વ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટની સામે ઝઝૂમી રહ્યું છે પણ નોર્થ કોરિયાનો કંઈક અલગ જ ખેલ ચાલી રહ્યો છે. ઉત્તર કોરિયાના માથ ફરેલ તાનાશાહ તરીકે પંકાયેલા કિમ જોંગ ઉને દેશના તમામ લોકોના હસવા, ખરીદી કરવા અને દારૂ પીવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ આજથી અગિયાર દિવસ સુધી કાયમ રહેશે. કિમ જોંગે આ પ્રતિબંધ પોતાના પિતા અને દેશના પૂર્વ શાસક કિમ જોંગ ઈલના નિધનની દસમી પુણ્યતિથિ પર લગાવ્યો છે.
કિમ જોંગ ઉને પોતાના પિતાના નિધનના દસ વર્ષ પૂર્ણ થતાં હોય ઉત્તર કોરિયાની જનતા પર અગિયાર દિવસ માટે કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. જે આજે શુક્રવારથી શરૂ થશે. આ પ્રતિબંધમાં દેશના લોકો હસી નહીં શકે અને ન તો તેઓ મદ્યપાન કરી શકશે. એટલું જ નહીં પણ શોક મનાવવા માટે તેઓ જોર જોરથી રડી પણ નહીં શકે. પાર્ટી, શોપિંગ સહિતની ભૌતિક સગવડો પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અને આ નિયમોનું કડક પાલન પ્રશાસને કરાવવાનું રહેશે.
કોરિયાના અધિકારીઓએ કિમ જોંગ ઈલના નિધનની દસમી પુણ્યતિથિ પર લોકોને કોઈ પણ પ્રકારનો આનંદ માણવાથી અળગા રહેવાનું કડક ફરમાન જાહેર કર્યું છે. ઈલ 1994થી 2011 સુધી ઉત્તર કોરિયા દેશ પર શાસન કર્યું હતું. તેના નિધન બાદ તેના ત્રીજા નંબરના અને સૌથી અનુજ એવો પુત્ર કિમ જોગ ઉન ઉત્તરાધિકારી બન્યો હતો. તેનો શાસનકાળ અને તેની શાસનપ્રણાલી અત્યાર સુધી વિવાદના ઘેરામાં રહી છે. અદ્દલ તેના પિતાની માફક.
ઉત્તર-પૂર્વી સીમાવર્તી શહેર સિનુઈઝુના એક રહેવાસીએ રેડીયો ફ્રિ એશિયાને આ અંગે જણાવ્યું હતું કે, શોકની અવધિ 17 ડિસેમ્બરથી શરૂ થશે. અમારે દારૂ નથી પીવાનો, હસવાનું નથી અને કોઈ આનંદ-પ્રમોદ કે શોકના કાર્યક્રમમાં ભાગ લેવાનો નથી. આ શોક વિધિમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ દારૂ પીતા પકડાયો છે તો તેની ધરપકડ કરી લેવામાં આવી છે. અને પછી તે ક્યારેય દેખાયો નથી. જો આ અગિયાર દિવસમાં કોઈનું મૃત્યુ થાય છે તો તેને જોરજોરથી રડીને વિલાપ કરવાની પણ સ્વતંત્રતા નથી. મૃતદેહ પણ અગિયાર દિવસ સુધી ઘરમાં જ રહેશે. આ અગિયાર દિવસ દરમ્યાન લોકો પોતાનો જન્મદિવસ પણ નહીં મનાવી શકે. પ્રત્યેક વર્ષ શોકની અવધિ દસ દિવસ સુધીની હોય છે. આ દસમી પુણ્યતિથિ છે એટલે શોકની સમય મર્યાદા વધારીને અગિયાર કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત