Homeગામનાં ચોરેઅંડરગ્રાઉન્ડ ગામ: આ છે જમીનની અંદર વસેલું તમામ સુવિધાઓથી સજ્જ ગામ

અંડરગ્રાઉન્ડ ગામ: આ છે જમીનની અંદર વસેલું તમામ સુવિધાઓથી સજ્જ ગામ

Team Chabuk-Internnational Desk: અત્યાર સુધી તમે જમીન અથવા પહાડોની ઉપર વસેલા ગામડાઓ વિશે જાણ્યું હશે પણ શું તમને જમીનની અંદર વસેલા ગામ વિશે ખબર છે ? દુનિયામાં એક એવું પણ ગામ છે જે અંડરગ્રાઉન્ડ છે. આ અંડરગ્રાઉન્ડ ગામમાં વીજળી, પાણી તેમજ જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ છે. ત્યાં સુધી કે ગામ અન્ડરગ્રાઉન્ડ હોવા છતાં લોકોને ઈન્ટરનેટની સુવિધા પણ મળી રહે છે. જો ઘરમાં કઈ નથી તો તે માત્ર સૂરજની રોશની છે. સૂરજનું એક કિરણ પણ ગામમાં પડતું નથી. જમીન ઉપરથી જોતાં કોઈ અંદાજો પણ ન લગાવી શકે કે અહીં આખેઆખું ગામ વસેલું છે.

સૂરજની રોશની માટે ગામ લોકોએ ખાસ વ્યવસ્થા કરી છે. ગામમાં અનેક જગ્યાએ જમીનમાંથી નીકળેલી ચીમની છે. તેમજ કેટલાય સાઈનબોર્ડ પણ લગાવાયા છે જે લોકોને સાવચેત કરે છે કે આગળ ખતરો છે. સાઈનબોર્ડમાં સૂચના લખવામાં આવી છે કે, સાવધાની પૂર્વક ચાલવું નહીં તો તમે આગળ જમીનની અંદર ઘરમાં પડી શકો છો ! અથવા તો ખાલી પડેલી ગુફાની અંદર જઈ શકો છો.

આ ગામમાં એક અન્ડરગ્રાઉન્ડ હોટલ પણ બનાવાઈ છે. જ્યાં તમે 150 ડોલર ખર્ચીને રાત વિતાવી શકો છો. અહીં સુપરમાર્કેટ પણ અન્ડરગ્રાઉન્ડ છે. એટલું જ નહીં અહીં જમીનની અંદર જ કેટલાય ક્લબ પણ છે.

આ ગામ ઓસ્ટ્રેલિયામાં છે અને તેનું નામ છે કૂબર પેડી (coober pedy ). આ ગામની બનાવટ એટલી શાનદાર છે કે અહીં ગયા પછી લોકો તેના વખાણ કરતાં થાકતા નથી.



કૂબર પેડી એક રણ વિસ્તાર છે. અહીં ઓપલની કેટલીય ખાણો છે. ઓપલ એક રત્ન છે જેને જ્યોતિષીની દ્રષ્ટીએ કિંમતી માનવામાં આવે છે. ગરમીમાં વિસ્તારનું તાપમાન 120 ડિગ્રી ફારેનહાઈટ સુધી પહોંચી જાય છે જ્યારે ઠંડીમાં તાપમાન ખૂબ નીચું જતું રહે છે. જેના કારણે જ અહીં રહેનારા લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ મુશ્કેલીમાંથી મુક્તિ મેળવવા સ્થાનિકોએ એક જુગાડ લગાવ્યો. અહીં રહેતા લોકોએ માઈનિંગ બાદ ખાલી પડેલી ખાણમાં વસવાટ શરૂ કર્યો. બસ પછી શું હતું અન્ય લોકોએ પણ આ જુગાડને અપનાવ્યો અને મોટાભાગના લોકોએ ખાણમાં જ વસવાટ શરૂ કરી દીધો.

જમીનની નીચે હોવા છતાં આ ઘર ફર્નિશ છે. આ ઘરમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે. કૂબર પેડીમાં અંદાજે 1500 જેટલા ઘર આવેલા છે. હવે આ ગામ એટલું જાણીતું બની ગયું છે કે અહીં હોલિવુડની ફિલ્મોનું શૂટિંગ થવા લાગ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments