Team Chabuk-National Desk: જમ્મુ-કાશ્મીરમાં દીપડાના હુમલાની એક ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના ગાંધી નગર વિસ્તારમાં આવેલા ગ્રીન બેલ્ટ પાર્કનો આ વીડિયો છે. જ્યાં દીપડાએ અચાનક એક વ્યક્તિ પર હુમલો કરી દીધો હતો. જો આ વ્યક્તિ પાસે ગાડી ન હોત તો તેનો જીવ આ આદમખોર દીપડાએ લઈ લીધો હોત. ગાડીના કારણે એ વ્યક્તિ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો. બીજી તરફ દુર્ઘટનાની માહિતી મળતા જ જમ્મુ કશ્મીર વન્યજીવ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર માટે લઈ જવાયો છે અને તેની હાલત સ્થિર છે.
વીડિયોમાં શું છે ?
વીડિયોમાં જોઈ શકાય છે કે, એક કારની નજીક બે વ્યક્તિઓ ઉભા છે. અચાનક જ ત્યાં એક દીપડો આવી જાય છે અને એક વ્યક્તિ પર હુમલો કરી દે છે. જ્યારે બીજો વ્યક્તિ દીપડાના ચુંગાલમાંથી તે વ્યક્તિને છોડાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. 16 સેકન્ડનો આ વીડિયો લોકોને હચમચાવી મૂકી તેવો છે. 16 સેકન્ડના ખેલમાં આખરે એ વ્યક્તિ પોતાનો જીવ બચાવવામાં સફળ રહે છે. દીપડો એકવાર હુમલો કરીને થોડે દૂર જતો રહે છે એવામાં બંને વ્યક્તિને ત્યાંથી ભાગવાનો મોકો મળી જાય છે. બંને તકનો લાભ ઉઠાવીને ગાડીની અંદર બેસી જાય છે. ગાડીની અંદર બેસી જતાં તેમનો જીવ બચી જાય છે. ત્યારબાદ દીપડો ત્યાંથી જતો રહે છે. સમાચાર એજન્સી ANIએ આ વીડિયો ટ્વીટ કર્યો છે. આ ઘટના બની ત્યારે આસપાસ અન્ય લોકો પણ હતા જો કે, તેમની અને ઘટનાસ્થળની વચ્ચે એક મોટી દીવાલ હતી જેથી દીપડો તેમની તરફ આવી શક્યો ન હતો.
#WATCH Jammu and Kashmir: One person injured after being attacked by a leopard in Green Belt Park in Gandhi Nagar area of Jammu. Wildlife department is present at the spot. Efforts to capture it are underway. pic.twitter.com/HocS8fpfS5
— ANI (@ANI) April 6, 2021
સ્થાનિકોએ કહ્યું કે, આ દીપડો થોડા દિવસ પહેલાં અહીં જોવા મળ્યો હતો. જેણે એક શ્વાનને શિકાર બનાવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક શ્વાન પર પણ હુમલો કરી દીધો હતો. સ્થાનિકોને ડર છે કે, દીપડો હવે તેમના પર કે તેમના બાળકો પર હુમલો ન કરી દે. વન્યજીવ ટીમે દીપડાને પકડવા માટે બે પાંજરા મૂક્યા છે. જો કે, હજુ સુધી તેમને સફળતા મળી નથી.
સ્થાનિકોએ કહ્યું કે, આ વિસ્તારમાં દીપડો જોવા મળ્યાની આ ત્રીજી ઘટના છે. જેને પકડવા માટે વન્યજીવ ટીમે અલગ-અલગ વિસ્તારમાં બે પાંજરા મૂક્યા છે. વન્યજીવ વોર્ડન અનિલ અત્રીએ કહ્યું કે, સ્થાનિકોએ જણાવ્યું હતું કે, દીપડા સાથે તેનું બચ્ચું પણ છે જેથી તે ખુંખાર બની રહ્યો છે. વિભાગ તરફતી તેને પકડવાનો સંપૂર્ણ પ્રયાસ કરાઈ રહ્યો છે. આ ઉપરાંત લોકોને પણ દીપડાથી સાવચેત રહેવા સૂચના આપી દેવાઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત