Homeસિનેમાવાદ21 વર્ષની ટિકટોક સ્ટાર મેઘા ઠાકુરનું અચાનક નિધન થયું, માતા-પિતાએ પોસ્ટ શેર...

21 વર્ષની ટિકટોક સ્ટાર મેઘા ઠાકુરનું અચાનક નિધન થયું, માતા-પિતાએ પોસ્ટ શેર કરી જાણો શું કહ્યું?

Team Chabuk-Entertainment Desk: કેનેડામાં રહેતી ટિકટોક સ્ટાર મેઘા ઠાકુરનું 21 વર્ષની ઉંમરે નિધન થયું છે. મેઘાના પરિવારે ઈન્સ્ટાગ્રામ પર આ દુઃખદ માહિતી આપી છે. જેના પર હજારો ફેન્સે પ્રતિક્રિયા આપી છે અને દુઃખ વ્યક્ત કરી મેઘાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.

મેઘા ઠાકુરના પરિવારે પોસ્ટમાં જણાવ્યું છે કે, બહુ ભારે હ્રદય સાથે કહેવું પડી રહ્યું છે કે, અમારા જીવનની રોશની, અમારી પ્યારી અને ખુબસુંદર દીકરી મેઘા ઠાકુર અચાનક અમને છોડીને જતી રહી છે. તેનું જવું તમામ માટે ચોંકાવનારું છે. 24 નવેમ્બર 2022એ તેનું નિધન થયું છે.

પરિવારે જણાવ્યું કે, મેઘા એક આત્મવિશ્વાસથી ભરપૂર સ્વતંત્ર યુવતી હતી. તેને અમે બધા બહું મીસ કરીશું. તે પોતાના ફેન્સને બહું પ્રેમ કરતી હતી એટલે જ તે ઈચ્છી રહી હશે કે તેના વિશે આપ બધાને જાણકારી મળે. અત્યારે અમે અમારી મેઘા માટે પ્રાર્થના કરીએ છીએ. તેના આગળના સફરમાં આપની પ્રાર્થના તેનો સાથ આપશે. મેઘાનો પરિવાર. મેઘા ઠાકરનો પરિવાર મૂળ મધ્યપ્રદેશના ઈન્દોરનો છે. જ્યારે મેઘા એક વર્ષની હતી ત્યારે તેઓ કેનેડા શિફ્ટ થયા હતા.
જુલાઈમાં આવ્યો હતો હાર્ટ એટેક

મળતી માહિતી મુજબ જુલાઈ 2022માં પણ મેઘા ઠાકુરને હાર્ટ એેટેક આવ્યો હતો. મેઘા વેસ્ટર્ન યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સની વિદ્યાર્થિની હતી. તેને સોશિયલ મીડિયા પર બોડીપોઝિટિવિટીને પ્રમોટ કરવા માટે ઓળખવામાં આવતી હતી.જુલાઈ 2022માં મેઘાએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં જણાવ્યું હતું કે, તેને હાર્ટ એટેક આવ્યો છે. તેનું કારણ તેણે સ્ટ્રેસ અને એગ્ઝાયટીને ગણાવ્યા હતા.

મેઘાએ પોસ્ટમાં લખ્યું હતું કે, મને બહુ ખરાબ એગ્ઝાયટીની પરેશાની છે. જે સ્ટ્રેસમાં ફેરવાઈ અને ત્યારબાદ હાર્ટ એટેક બની ગઈ. હાલ હું તેમાં ઝઝુમી રહી છું. જેના પર પણ ફેન્સે તેને સહાનુભૂતિ આપી હતી અને જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments