Homeગામનાં ચોરેમધ્યપ્રદેશ ભાજપના મુખ્યમંત્રી જે કરવાના છે શું એ ગુજરાતના મુખ્યમંત્રી પણ કરશે...

મધ્યપ્રદેશ ભાજપના મુખ્યમંત્રી જે કરવાના છે શું એ ગુજરાતના મુખ્યમંત્રી પણ કરશે ?

મધ્યપ્રદેશ : પરિવારના બધા લોકો ભેગા થયા હોય ત્યારે કોઈ ઘરનું જ મોભી જમવા ન બેસે તો બીજા વડીલો કહે, ‘અરે કાકા તમે તો બેસી જાઉં.’ કાકા કહે, ‘તમે વડીલુ બધા જમી લો પછી અમે પીરસવાવાળા બેસી જાશું’ હવે મધ્યપ્રદેશમાં આ જ થવાનું છે.

દેશમાં વેક્સિન વોર ચાલી રહ્યું છે. બે બે વેક્સિન આવી ગઈ છે પણ વિપક્ષમાંથી અવાજ આવી રહ્યો છે કે અમે વેક્સિન નહીં લગાવીએ. અખિલેશ યાદવે તો પ્રેસ કોન્ફરન્સ કરી જવાબ આપી દીધો કે શા માટે તેઓ વેક્સિન નહીં લગાવે અને પોતાની સરકાર આવશે ત્યારે બધાને ફ્રીમાં વેક્સિન આપશે. બીજી બાજુ ઓમર અબ્દુલ્લા કહી રહ્યા છે કે વેક્સિન એ કોઈ રાજનીતિક પક્ષની નથી હોતી. હું લગાવીશ જ. એમાં એક ત્રીજા વ્યક્તિએ કૂદકો માર્યો છે. નામ છે શિવરાજ સિંહ ચૌહાણ. થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી નહોતા, હવે કમલનાથને હટાવી તેઓ ફરી મુખ્યમંત્રી બન્યા છે. સમાચાર છે કે તેઓ વેક્સિન નથી લગાવવાના. હવે શિવરાજજી જે ભાજપના છે એ શું કામે વેક્સિન નથી લગાવવાના એ કહી દઈએ.

શિવરાજ સિંહ વેક્સિન એટલા માટે નથી લગાવવાના કે તેમણે કહ્યું છે કે, પહેલા જે ગ્રુપોને નક્કી કરવામાં આવ્યા એમને વેક્સિન મળવી જોઈએ. આ અંગે શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કહ્યું છે કે, કોરોના વેક્સિનને લઈને તૈયારીઓ ચાલી રહી છે. મેં નક્કી કર્યું છે કે હું વેક્સિન હમણાં નહીં લગાઉં. પહેલા બીજા બધાને લાગે પછી હું લગાવીશ. જેમને પ્રાથમિકતા મળી છે તેમને લાગી જાય પછી મારો નંબર.

કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનની કેટલીક પ્રાથમિકતાઓ નક્કી કરી છે. પહેલા આપને એ પ્રાથમિકતા વિશે જણાવી દઈએ. શરૂઆતમાં કોરોના વેક્સિન હેલ્થ વર્કર અને ફ્રટલાઈન વર્કરને આપવામાં આવશે. એ પછી 50થી મોટી ઊંમરના લોકોને આપવામાં આવશે. જેઓ કોઈ બીમારીથી પીડિત હોય.

કેન્દ્ર સરકાર પ્રાથમિકતા અનુસાર શરૂઆતમાં 30 કરોડ લોકોને વેક્સિન લગાવવાનું કહી રહી છે. દેશમાં હજુ સુધી બે કોરોના વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની વેક્સિનને સમાવેશ થાય છે. હવે ટૂંક સમયમાં જ દેશવ્યાપી કોરોના વેક્સિનનો પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે.

આ પહેલા દેશના સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને તમામ દેશવાસીઓને ફ્રીમાં કોરોના વેક્સિન આપવાની વાત ઉચ્ચારતા સૌ ખુશ ખુશ થઈ ગયા હતા. જોકે બાદમાં તેમણે ટ્વીટર હેન્ડલ પરથી એ વાતની સ્પષ્ટતા કરી હતી કે શરૂઆતમાં કોરોના વોરિયર્સની કામગીરી કરનારા અને પછી 50થી વધારે ઉંમરના લોકોને જ વેક્સિન આપવામાં આવશે.

જોકે વેક્સિન લગાવવી કે ન લગાવવી તેના પર અઢળક નિવેદનો આવી રહ્યા છે. અખિલેશ કહે છે નથી લગાવવી બીજી બાજુ ઓમર અબ્દુલ્લા કહે છે લગાવી છે અને ત્રીજી બાજુ શિવરાજસિંહ ચૌહાણ કહે છે બધા લગાવી લે પછી લગાઉં. હવે ભાજપના મુખ્યંત્રી આમ કહે છે તો શું ગુજરાતના પણ મુખ્યમંત્રી આ પગલે ચાલશે ? તો પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ ? એક રીતે શિવરાજ સિંહનો આઈડિયા અતિ ઉત્તમ છે. પહેલા પ્રજા પછી રાજા. બીજી બાજુ લોકો તો ટ્વીટમાં એમ પણ કહી રહ્યા છે કે, ‘વેક્સિનથી બીજા કોઈને તો સાઈડ ઈફેક્ટ નથી થતીને એ જોવો માગે છે પછી લગાવેશ.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments