Team Chabuk-International Desk: UKમાં કોરોના વાઇરસનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ 43 વાર કોરોનાની ઝપેટમાં આવ્યો હોવાનો દાવો કરાયો છે. દાવો છે કે, વારંવાર કોરોનાની ઝપેટમાં આવી જવાના કારણે તેઓ એટલા ત્રસ્ત થઈ ગયા હતા કે, પત્નીને કહ્યું હતું કે, બહું થયું હવે મરી જવા દો. જો કે, હાલ વૃદ્ધ સ્વસ્થ છે.
યુકેના આ કેસની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. નિષ્ણાતો પણ અલગ-અલગ મત વ્યક્ત કરી રહ્યા છે. સામાન્ય નાગરિકો પણ સવાલ કરી રહ્યા છે કે શું એક વ્યક્તિને 43 વાર કોરોના થઈ શકે ?
કોણ થયું હતું સંક્રમિત ?
ઈંગ્લેન્ડના બ્રિસ્ટલના 72 વર્ષીય વૃદ્ધ કોરોના સંક્રમિત થયા છે. દાવો છે આ વૃદ્ધને અત્યાર સુધીમાં 43 વાર કોરોના થઈ ચુક્યો છે. આ વૃદ્ધનું નામ ડેવ સ્મીથ છે. એક ખાનગી ચેનલના અહેવાલ મુજબ આ વૃદ્ધ સતત 10 મહિના સુધી કોરોનાગ્રસ્ત રહ્યા.
અત્યાર સુધીમાં નાગરિકોએ કોઈ પણ વ્યક્તિને બે કે વધુમાં વધુ ત્રણ વાર સંક્રમિત થવાની વાત સાંભળી છે. જેથી આ વાત અશક્ય જેવી લાગે. જો કે, ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં વૃદ્ધ ખુદ સ્વીકારી રહ્યા છે કે તેમને લાંબા સમયથી કોરોના હતો.
દાવો છે કે, કોઈ પણ વ્યક્તિના આટલા લાંબા સમય સુધી કોરોનાગ્રસ્ત રહેવાનો આ પહેલો કેસ છે. વૃદ્ધ પહેલીવાર સંક્રમિત થયા હતા ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વૃદ્ધે આ મુદ્દે કહ્યું હતું કે, મારી એનર્જી બિલકુલ ઓછી થઈ ગઈ હતી. એક રાતે તો મને સતત 5 કલાક સુધી ખાંસી આવી હતી. મે જીવવાની બધી આશા છોડી દીધી હતી. મે મારા પરિવારના સભ્યોને બોલાવ્યા, તમામની સાથે શાંતિપૂર્વક વાત કરી અને ગુડબાઈ કહ્યું.
ડેવ સ્મીથે કહ્યું કે, મે મારી પત્નીને કહ્યું કે મને જવા દો. હું પોતાનામાં જ ફસાયેલો અનુભવું છું. આ હવે બદથી બદતર થઈ ચુક્યું છે.
સ્મીથના પત્નીએ પણ કહ્યું કે, કેટલીયવાર અમને લાગ્યું હતું કે, હવે સ્મીથ બહું નહી જીવે. સ્મીથની સારવાર એન્ટીવાયરલ દવાઓના મિશ્રણથી કરવામાં આવી રહી હતી. તેમની સારવાર માટે બે સપ્તાહ લાગ્યા. જ્યારે તેને તેમના ડોક્ટર તરથી સમાચાર મળ્યા કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તો તેમને વિશ્વાસ નહતો આવ્યો.
ત્યારબાદ ડોક્ટરે તેમની એક અઠવાડિયા સુધી રોકાવા અને ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. તેમણે એવું કર્યું અને એક અઠવાડિયા બાદ ફરી રિપોર્ટ નેગેટિવ આવ્યો. ડેવ સ્મીથે કહ્યું કે, કોવિડ નેગેટિવ આવ્યાની ખુશી તેમણે શૈમ્પેનની બોટલ ખોલીને મનાવી હતી. તેમણે કહ્યું કે, અમારી પાસે બહુ સમયથી એક શેમ્પેન બોટલ હતી. સામાન્ય રીતે અમે ડ્રીંક્સ નથી કરતા પરંતુ તે રાત્રે અમે બોટલ ખોલીને નેગેટિવ રિપોર્ટની ઉજવણી કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત