Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના હોશંગાબાદમાં છૂટાછેડા રોકવાના પ્રયાસની વચ્ચે જ્યારે મહિલાને ખબર પડી કે તેના પતિએ તો બીજા વિવાહ કરી લીધા છે, તો તે રણચંડી બની ગઈ હતી અને પતિના પોલીસની નજર સામે જ હાકડાં ખોખરા કરી નાખ્યા હતા. પોલીસ સ્ટેશનમાં જ મુક્કેબાજીના દૃશ્યો સર્જાયા હતા. એક બાજુ પુરુષ બચવા માટે હવાતિયાં મારતો હતો તો બીજી બાજુ મહિલા પોતાનો રોષ ઠાલવી રહી હતી. પતિનું રક્ષણ કરવા પોલીસ વચ્ચે આવી પડી હતી, પણ પોલીસને પતિનો બચાવ કરવામાં રીતસરનો પરસેવો છૂટી ગયો હતો. પતિની બેરહેમીપૂર્વકની પીટાઈનો વીડિયો ત્યાં હાજર સ્થાનિકોએ બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
આ સમગ્ર ઘટના હોશંગાબાદના મહિલા પોલીસ સ્ટેશનમાં ઘટી હતી. જ્યાં પતિ અને પત્નીની વચ્ચે વિવાદનો જન્મ થયો હતો. ઈટારસીના રહેવાસી એવા ચંદ્રકાંત રોહરે પોતાની પત્નીને કોર્ટમાંથી તલાક આપીને બીજા લગ્ન કરી લીધા. મહિલા માલતી રોહરે હાઈકોર્ટમાં છૂટાછેડા રોકવાની અરજી દાખલ કરી હતી. ત્યાં સુધી બીચારી પ્રથમ પત્નીને એ વાતની જાણ નહોતી કે તેના પતિએ બીજા વેવિશાળ કરી લીધા છે.
મહિલાને જ્યારે ખબર મળી કે તેના પતિએ બીજા લગ્ન કરી લીધા છે તો તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ ફરિયાદ બાદ બંને પક્ષને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. પોલીસ આ બંને પક્ષનું સાંભળી રહી હતી. એ સમયે વાત વાતમાં પ્રથમ પત્ની માલતી ગુસ્સે ભરાઈ ગઈ.
માલતીએ કંઈ પણ વિચાર્યા કારવ્યા વિના પતિ પર હુમલો કરી દીધો હતો. મહિલા બધાની સામે પતિને થપ્પડ મારવા લાગી હતી. પોલીસે જોયું કે પત્ની રણચંડી બની છે તો તેમણે મહિલાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ભારે જહેમત બાદ મહિલાને શાંત કરી શકાઈ હતી.
આ સમગ્ર ઘટનામાં પતિ દ્વારા પોલીસ સ્ટેશનમાં કોઈ પણ જાતની ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. પોલીસે આ બંનેને સમજાવીને ઘરે મોકલી દીધાં હતાં. આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં ઉપસ્થિત કેટલાક લોકોએ બનાવ્યો હતો અને વાઈરલ કર્યો હતો. જેમાં રણચંડી બનેલી પત્નીના રોષનો પતિ ભોગ બનતો દેખાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત