Homeગામનાં ચોરેજે પોલીસ ઓફિસરે RSSના નેતાને થપ્પડ મારી હતી તેની ભરબજારમાં પીટાઈ કરવામાં...

જે પોલીસ ઓફિસરે RSSના નેતાને થપ્પડ મારી હતી તેની ભરબજારમાં પીટાઈ કરવામાં આવી

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના બિઝનોરમાં એક પોલીસને જાહેરમાં માર મારવાની ઘટના સામે આવી છે. પદ પરથી નિલંબિત પોલીસ ઓફિસર જ્યારે શાકભાજી લેવા માર્કેટમાં ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. બાઈક પર આવેલા કેટલાક યુવકોએ એમને ચારેબાજુથી ઘેરી લીધા હતા અને મારવા લાગ્યા હતા. જ્યાર સુધીમાં આસપાસના લોકો તેમને બચાવવા માટે પહોંચતા ત્યાં સુધીમાં તે લોકો ફરાર થઈ ગયા હતા. પીડિત પોલીસ ઓફિસરે આ અંગે ફરિયાદ નોંધાવી છે.

બિજનોરના હલ્દોર પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર પોલીસ ઓફિસર અરુણ કુમારની 15 જુલાઈના રોજ RSSના નેતા ઉમંગ કાકરાની સાથે સંઘર્ષ થયો હતો. ઉમંગ પોતાના પિતા રામેન્દ્ર સિંહનું ચરિત્ર પ્રમાણપત્ર બનાવવા માટે પોલીસ ચોકીએ ગયા હતા. પોલીસ ઓફિસર પર આરોપ લાગ્યો હતો કે હાજર અરુણ કુમાર રાણાએ રિપોર્ટ માટે ના પાડી દીધી હતી. જેને લઈ બંને વચ્ચે અંટસ થઈ હતી.

આરોપ લાગ્યો છે કે પોલીસ ઓફિસરે ઉમંગને થપ્પડ મારી હતી. ઘટનાના વિરોધમાં હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ પોલીસ મથક પર પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર ઘટનામાં એસપી ધર્મવીર સિંહે પોલીસ ઓફિસર અરુણ કુમારને તેના પદ પરથી સસ્પેન્ડ કરી દીધા હતા. હવે સસ્પેન્ડ પોલીસ ઓફિસર પર થયેલા હુમલાને 15 જુલાઈના રોજ થયેલા સંઘર્ષની સાથે જોડવામાં આવી રહ્યું છે.

પોલીસ ઓફિસર અરુણ કુમાર રાણા ભાડેના મકાનમાં રહે છે. 16 તારીખની સાંજે તેઓ શાકભાજી લેવા માટે બજારમાં ગયા હતા, તો કેટલાક બાઈક સવાર યુવકોએ તેમને ઘેરી લીધા હતા. યુવકોએ લાકડી અને દંડાથી તેમના પર હુમલો કર્યો હતો. એક પોલીસ ઓફિસર પર હુમલો થયો છે તેની જાણકારી મળતા એસપી સીટી અને પોલીસ ફોર્સ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

પીડિત પોલીસ ઓફિસર અરુણ કુમારે આ અંગેની ફરિયાદ દાખલ કરાવી છે. તેમની ફરિયાદના આધાર પર અજ્ઞાત લોકો વિરૂદ્ધ મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ આસપાસના લોકોને આ વારદાત અંગે પૂછી રહી છે, જેથી હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ થઈ શકે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments