Team Chabuk-Political Desk: ચાર મહિનાના સૂક્ષ્મજીવી કાર્યકાળ બાદ ઉતરાખંડના અગિયારમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી બન્યા છે. દહેરાદૂનમાં શનિવારના રોજ મળેલી બેઠકમાં સાગમટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તીરથ સિંહ રાવતના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ આખરે નવા મુખ્યમંત્રી કોણ તેની અટકળો તેજ થઈ ગઈ હતી. જેમાં તરીને કિનારે પુષ્કર ધામીનું નામ સામે આવ્યું છે. સાંજના છ વાગ્યે તેઓ શપથગ્રહણ કરી વિધિવત રીતે મુખ્યમંત્રી પદની બાગડોર સંભાળી લેશે.
खटीमा, उधम सिंह नगर से माननीय विधायक,
— BJP Uttarakhand (@BJP4UK) July 3, 2021
श्री @pushkardhami जी को उत्तराखंड के विधानमंडल का नेता निर्वाचित होने पर हार्दिक बधाई एवं शुभकामनाएं। pic.twitter.com/ycyOX1F8Bm
16 સપ્ટેમ્બર 1975ના રોજ પિથોરાગઢ જિલ્લાના ટુણ્ડી ગામમાં જન્મેલા પુષ્કર ધામી આરએસએસનાં નજીકનાં માનવામાં આવે છે. પુષ્કર ધામી બીજેપી મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. બે વખત તેઓ ઉદ્યમસિંહ નગરના ખટી વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ આવ્યા છે. તેમણે માનવસંસાધન પ્રબંધન અને ઔદ્યોગિક સંબંધમાં માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. 1990થી 1999 સુધી ABVPના અલગ અલગ પદો પર તેમણે કામગીરી કરી છે.
2012ની સાલમાં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની આગેવાનીમાં જ ઉતરાખંડની સરકારે સ્થાનિક યુવાનોને 70 ટકા આરક્ષણ રાજ્યના ઉદ્યોગોમાં અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. પુષ્કરસિંહ ધામીની છબી ભ્રષ્ટાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવનારા નેતા તરીકેની છે. યુવાનોમાં તેમની પકડ વધારે જ મજબૂત છે. જે પાર્ટીને આગામી ચૂંટણીમાં કામ લાગી શકે છે. તેઓ રાજપૂત સમુદાયમાંથી આવે છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારના પણ નજીકના માનવામાં આવે છે.
આ પહેલા ભાજપના તમામ ધારાસભ્યોની બપોરના ત્રણ વાગ્યે બેઠક બોલાવવામાં આવી હતી. દિલ્હીથી હાઈકમાન્ડે કેન્દ્રિય મંત્રી નરેન્દ્રસિંહ તોમરને દહેરાદૂન મોકલ્યા હતા. આખરે પુષ્કર સિંહ ધામીના નામ પર મહોર મારતા રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી વુ ઈઝ નેક્સ્ટની ચર્ચાનો અંત આવી ગયો છે.
જણાવી દઈએ કે 10 માર્ચના રોજ તીરથસિંહ રાવત મુખ્યમંત્રી બન્યા હતા. 10 સપ્ટેમ્બર સુધીમાં કોઈ પણ કાળે તેમને ધારાસભ્ય બનવાનું હતું. જોકે કોરોનાકાળના કારણે પેટા ચૂંટણી ન થઈ. જેથી તીરથ સિંહ રાવતને પોતાનું પદ છોડવાનો વારો આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત