Homeગામનાં ચોરેશું મહારાષ્ટ્ર ધીમે ધીમે કોરોનારાષ્ટ્ર બની રહ્યું છે ?

શું મહારાષ્ટ્ર ધીમે ધીમે કોરોનારાષ્ટ્ર બની રહ્યું છે ?

Team Chabuk-National Desk : મહારાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધી રહ્યુ છે. વધી રહેલાં કોરોનાના કેસના કારણે મહારાષ્ટ્ર સરકારે અમરાવતી જિલ્લામાં એક અઠવાડિયા માટે સંપૂર્ણ લોકડાઉન લગાવી દીધું છે. મહારાષ્ટ્રના સંરક્ષણ મંત્રી યશોમતિ ઠાકુરે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ઉચલપુર સિટીને લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે. અઠવાડિયા માટે જિલ્લામાં માત્ર જીવન-જરૂરી ચીજવસ્તુઓ જ મળી શકશે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. શનિવારે રાજ્યમાં એક દિવસમાં કુલ 6 હજાર 281 નવા કેસ નોંધાયા હતા અને 40 લોકો મોતને ભેટ્યા હતા.

મુંબઈમાં હાલ લોકડાઉનની કોઈ યોજના નથી. બીએમસીએ આ વાત સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, મુંબઈમાં લોકડાઉન લગાવવાની હાલ કોઈ યોજના નથી. જેના બદલામાં ટેસ્ટિંગ અને સારવાર તેમજ જાહેર સ્થળે માસ્ક પહેરવાના નિયમ પર કડકાઈ દાખવવામાં આવશે.

મુંબઈમાં 11 હજાર 968 આઈસોલેશન બેડ છે. જેમાંથી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં 9 હજાર જેટલા બેટ ખાલી છે. આ ઉપરાંત NESCO જંબો સુવિધામાં 3 હજાર બેડ તૈયાર છે તેમજ વધારાના 700 બેડ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે ઈમરજન્સીમાં કામ આવી શકે છે.

પુણે અને વિદર્ભ બાદ મરાઠાવાડમાં પણ કોરોના તેજીથી ફેલાઈ રહ્યો છે. શનિવારે પણ અહી કુલ 6 હજાર 281 કેસ નોંધાયા હતા.

કોરોનાના વધતા જતાં સંક્રમણના કારણે પુણેમાં સ્કૂલ ફરી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. રવિવારે તંત્રએ કહ્યું હતું કે, જિલ્લામાં સ્કૂલ અને કોલેજ 28 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. આજથી આ નિર્ણય અમલી બન્યો છે. તો સાથે રાત્રે 11 વાગ્યાથી 6 વાગ્યા સુધી કર્ફ્યૂ પણ લગાવી દેવાયો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ

મહારાષ્ટ્રમાં વકરી રહેલા કોરોનાની જો વાત કરવામાં આવે તો નવા કેસ 6 હજાર 971 છે. જેમાંથી 2 હજાર 417 દરદીઓ સ્વસ્થ થયા છે જ્યારે 35 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ કોરોના કેસની સંખ્યા 21 લાખ 884નાં આંકડા સુધી પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ 19 લાખ 94 હજાર 947 લોકો સ્વસ્થ થયા છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં રવિવારે કુલ 283 નવા કેસ નોંધાયા છે જ્યારે 264 દર્દીઓ સાજા થયા છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ છે. રવિવારે સવારે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રવિવારે સાંજે તેમણે મતદાન પણ કર્યું હતું.

રવિવારે રાજ્યમાં કોરોનાથી એક દર્દીએ જીવ ગુમાવ્યો હતો. બીજી તરફ રાહતની વાત એ છે કે, ગુજરાતમાં કોરોનાથી દર્દીઓનો સાજા થવાનો દર 97.72 ટકાએ પહોંચી ગયો છે.

અત્યાર સુધીમાં કુલ 2 લાખ 61 હજાર 9 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે. હાલ રાજ્યમાં કુલ 1 હજાર 690 એક્ટીવ કેસ છે જેમાંથી 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અત્યાર સધીમાં કોરોનાના કારણે કુલ 4405 દર્દીઓનાં મૃત્યુ થયું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments