કેન્દ્રની મોદી સરકારના ત્રણ કૃષિ બિલને લઈને ખેડૂતોનું આંદોલન દિવસે ને દિવસે તેજ થઈ રહ્યું છે. વાતચીતથી કોઈ સમાધાન નથી નીકળી રહ્યું. ખેડૂતો બિલ પરત લેવા માટે અડગ છે. દિલ્હી બોર્ડર પર ખેડૂતો મન બનાવીને બેઠાં છે કે જ્યાં સુધી બિલ પરત નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી તેઓ અહીંથી નહીં હટે. સામે પક્ષે સરકાર પણ બિલ પરત લેવાના મૂડમાં નથી. સરકાર ખેડૂતોને બિલના ફાયદા સમજાવી રહી છે પરંતુ ખેડૂતો બિલ પરત લેવા સિવાય સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી ત્યારે હવે મોદી સરકાર સામે ખેડૂતોએ વિરોધ માટેનો નવો રસ્તો શોધી કાઢ્યો છે.
રવિવારે આંદોલન સ્થળ પર ખેડૂતોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અલગ અલગ ખેડૂત આગેવાનોએ આગામી સમયમાં સરકારના આ બિલનો કેવી રીતે વિરોધ કરવો તેની રણનીતિ જાહેર કરી હતી.
થાળી વગાડી વિરોધ
27 ડિસેમ્બરે વર્ષ 2020ની છેલ્લી મન કી બાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે ત્યારે આ મન કી બાત દરમિયાન વિરોધ નોંધાવવા ભારતીય કિશાન યુનિયને લોકોને અપીલ કરી છે. ભારતીય કિશાન યુનિયનના જગજીત સિંહ ડલ્લેવાલાએ લોકોને અપીલ કરતાં કહ્યું છે કે, ’27 ડિસેમ્બરે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કરે ત્યારે લોકો પોતાના ઘરે રહીને થાળી વગાડે. જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમમાં બોલતા રહે ત્યાં સુધી લોકો ઘરે થાળી વગાડે અને વિરોધ નોંધાવે.’
આમ ખેડૂતો હવે દિલ્હી બોર્ડર પરથી તો સરકારના આ બિલનો વિરોધ નોંધાવી રહ્યા છે સાથે સાથે દેશની જનતાને પણ ઘરે રહીને આ પ્રકારે વિરોધ કરીને સરકારને બિલ પરત લેવા માટે દબાણ કરવા કહી રહ્યા છે. જો કે 27 તારીખે ખેડૂતોના આ વિરોધમાં કેટલા લોકો જોડાય છે તે મહત્વનું છે.
આ પહેલા પણ ખેડૂતોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપીને સરકારનો વિરોધ કરવા માટે દેશની જનતાને અપીલ કરી હતી. ભારત બંધના આ એલાનમાં ઘણી બધી જગ્યાએથી સમર્થન મળ્યું હતું તો ઘણી જગ્યાએ બજારો ખુલ્લી પણ જોવા મળી હતી.
થાળી વગાડવાનો આઈડીયા પીએમ મોદીનો જ છે
ભારતીય કિશાન યુનિયન દ્વારા મન કી બાત દરમિયાન થાળી વગાડીને વિરોધ નોંધાવવાની વાત કરી છે. ત્યારે કહી શકાય કે થાળી વગાડવાનો આ આઈડીયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ છે. લોકડાઉન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ દેશવાસીઓને અપીલ કરી હતી કે લોકો ઘરે થાળી વગાડીને કોરોના વોરિયર્સનું સન્માન કરે. વડાપ્રધાનની આ અપીલને દેશવાસીઓએ ઝીલી લીધી હતી અને કોરોના વોરિયર્સના માનમાં ઠેર ઠેર લોકોએ થાળી વગાડીને સમર્થન આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ આઈડીયા આંદોલન કરી રહેલા ખેડૂતો હવે વડાપ્રધાનનો જ વિરોધ કરવા માટે અપનાવી રહ્યા છે.
On December 27, during Prime Minister Modi’s Mann Ki Baat. We would appeal to everyone to beat ‘thali’ at their homes till the time he speaks during the program: Jagjit Singh Dalewala, Bharatiya Kisan Union. #FarmersProtest pic.twitter.com/r1Cbava6tF
— ANI (@ANI) December 20, 2020
એક દિવસ માટે ભૂખ્યા રહો
તો બીજી તરફ ભારતીય કિશાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતે દેશવાસીઓને એક દિવસ ભૂખ્યા રહેવાની અપીલ કરી છે. રાકેશ ટિકેતે કહ્યું છે કે, ‘જ્યાં સુધી બિલ પરત નહીં લેવામાં આવે, એમએસપી પર કાયદો નહીં બને ત્યાં સુધી ખેડૂતો અહીંથી હટવાના નથી. 23 તારીખે ખેડૂત દિવસના અવસરે ખેડૂતો કહી રહ્યા છે કે એક ટાઈમ ભોજન ગ્રહણ ન કરો અને ખેડૂત આંદોલનને યાદ કરો.’ મહત્વનું છે કે ખેડૂત દિવસ પર આંદોલન સ્થળ પર બપોરે ભોજન નહીં બને, ખેડૂતો બપોરે ભોજન ગ્રહણ નહીં કરે.
जब तक बिल वापिस नहीं होगा, MSP पर क़ानून नहीं बनेगा तब तक किसान यहां से नहीं जाएंगे। 23 तारीख को किसान दिवस के मौके पर किसान आप से कह रहे हैं कि एक समय का भोजन ग्रहण न करें और किसान आंदोलन को याद करें: राकेश टिकैत, भारतीय किसान यूनियन के राष्ट्रीय प्रवक्ता #FarmersProtests pic.twitter.com/9SLNu3maWb
— ANI_HindiNews (@AHindinews) December 20, 2020
રિલે હંગર સ્ટ્રાઈક
સ્વરાજ ઇન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘અમે તમામ આંદોલન સ્થળ પર 24 કલાકની રિલે હંગર સ્ટ્રાઈકનું આયોજન કર્યું છે. જેની શરૂઆત સોમવારે સિંઘુ બોર્ડરથી કરાઈ છે. તમામ આંદોલન સ્થળ પર આ રિલે ભુખ હડતાળ કરવામાં આવશે.’
We have decided to start 24 hours relay hunger strike starting tomorrow at all protest sites: Yogendra Yadav, Swaraj India. pic.twitter.com/JdwjFTg1EZ
— ANI (@ANI) December 20, 2020
આમ ખેડૂતોનું આંદોલન દિવસે દિવસે વધુ આક્રમક બની રહ્યું છે. ખેડૂતો વિરોધની નવી નવી રણનીતિ અપનાવી રહ્યા છે. સરકારને ભીંસમાં લેવાના તમામ પ્રયત્નો આંદોલનકારી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં સરકાર પર વધુ દબાણ આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત