ઝાલાવાડી જલજીરા : ‘થીએટર સિવાય મને ફિલ્મ જોવાની મજા જ ન આવે.’ બીચારા નવ નવ મહિનાથી તડપી રહ્યા છે. થીએટરોમાં જતા પણ બીક લાગે છે કે ક્યાંક કોરોના પહેલાથી સીટ બુક કરીને ન બેઠો હોય. કોરોના બીજું કંઈ કરે કે ન કરે થીએટરોનું માર્કેટ બરાબરનું ભાંગી નાખ્યું છે. વેબસાઈટોએ લોકડાઉનમાં કેટલાક આર્ટિકલ ચલાવ્યા હતા. ક્વોરન્ટાઈન છો તો જુઓ આ વેબસિરીઝ. નેટફ્લિક્સની આ ફિલ્મ. એમેઝોન પ્રાઈમની આ મીની સિરીઝ. હવે બધું મોબાઈલમાં જ છે. લોકડાઉનમાં આપે જે જે સિરીઝ જોઈ અને મજા માણી તેના એવોર્ડની જાહેરાત પણ થઈ ચૂકી છે. ફિલ્મફેરે OTT એવોર્ડ્સનું ગઈકાલ રાતે આયોજન કર્યું હતું. આ એવોર્ડ સાચા અર્થમાં કહેવાતા ‘એક્ટરો’એ જીત્યા છે. કોઈ સુપરસ્ટારોએ નહીં. શાહરૂખ કે સલમાને નથી જીત્યા. ભય લાગે છે કે ક્યાંક શાહરૂખ, સલમાન, આમિર, અજય અને અક્ષય આ જનરેશન માટે થીએટરના છેલ્લા સુપરસ્ટાર બનીને ન રહી જાય. એ તો હવે ભવિષ્ય નક્કી કરશે બાકી ઓટીટી પરના કયા બેસ્ટ કલાકારોએ એવોર્ડ જીત્યા તે જોઈ લઈએ.
પાતાલ લોક
આ વર્ષની બેસ્ટ વેબ સિરીઝમાંથી એક પાતાલ લોક રહી. તેનો વિષય બધાને સ્પર્શી ગયો અને જયદીપ આહલાવતનો અભિનય પણ ટચ કરી ગયો. વર્ષોથી મહેનત કરતા જયદીપને આખરે બુસ્ટ મળી જ ગયું. અનુષ્કા શર્માએ તેને પ્રોડ્યુસર કરી હતી. વિવાદ પણ થયો હતો. ગમી પણ હતી.
| એવોર્ડ | વિજેતા |
| બેસ્ટ સિરીઝ | પાતાલ લોક |
| બેસ્ટ ડાયરેક્ટર | અવિનાશ અરુણ અને પ્રોસિત રોય |
| બેસ્ટ ઓરિજનલ સ્ટોરી | સુદીપ શર્મા |
| બેસ્ટ પરફોર્મન્સ ઈન અ ડ્રામા | જયદીપ અહલાવત |
| બેસ્ટ સ્ક્રીનપ્લે | સુદીપ શર્મા |
ફેમિલી મેન
પાતાલ લોક સિવાય એમેઝોન પ્રાઈમની જ ફેમિલી મેન પણ છવાઈ ગઈ. મનોજ બાજપાઈની એક ઓફિસરની લાઈફ અને પરિવાર પ્રત્યેની તેની જવાબદારીને વર્ણવતી આ સિરીઝની બીજી સિઝન તો આવવાની બાકી છે, પણ પ્રથમ સિઝને દર્શકોને ખાસ્સા પ્રભાવિત કર્યા હતા. વિવિધ લોકેશન સિવાય કામના વધારે પડતા બોજ તળે દબાતો પરિવાર. દેશની જવાબદારી. જુવાન થતી દીકરી પર રાખવું પડતું ધ્યાન સિવાય અગણિત તાંતાણાઓથી આ વેબસિરીઝ ગૂંથાયેલી છે. કઈ કઈ કેટેગરીમાં એવોર્ડ મળ્યા તે જોઈએ.
| એવોર્ડ | વિજેતા |
| ડ્રામા સિરીઝમાં બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ) | મનોજ બાજપાઈ |
| બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ) | પ્રિયામણી |
| બેસ્ટ ડાયરેક્ટર (ક્રિટિક્સ) | કૃષ્ણા ડિકે અને રાજ નિદિમોરું |
| બેસ્ટ સિરીઝ (ક્રિટિક્સ) | ફેમિલી મેન |
| બેસ્ટ ડાઈલોગ | ફેમિલી મેન |
બ્રિધ ઈન્ટુ ધ શેડો અને સ્પેશિયલ ઓપ્સ
આ વર્ષે ઓટીટી પ્લેટોફોર્મ પર અભિષેક બચ્ચને ડેબ્યુ કર્યું. અભિષેકની ફિલ્મો નથી ચાલતી પણ અમિત સાધ સાથેની તેની વેબ સિરીઝ બ્રિધ ઈન્ટૂ ધ શેડો ચાલી ગઈ. જોકે તે પહેલી બ્રિધ જેટલી ચર્ચામાં ન રહી. આ વર્ષની લૂડોમાં પણ અભિષેક દેખાયો. આ સિરીઝના અભિનેતા અમિત સાધને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો રોલ મળ્યો. આ વર્ષે જ સ્પાઈ થ્રીલરનો પણ દબદબો રહ્યો. જેમાંની એક વેબસિરીઝ સ્પેશિયલ ઓપ્સ. દિવ્યા દત્તાને સ્પેશિયલ ઓપ્સ નામની વેબ સિરિઝ માટે સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો.
| એવોર્ડ | વિજેતા |
| બેસ્ટ સપોર્ટિંગ એક્ટર | અમિત સાધ |
| બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ | દિવ્યા દત્તા |
બુલબુલ
આ વર્ષે અનુષ્કા શર્મા પાતાલ લોક સિવાય હોરરનો નવો કન્સેપ્ટ પણ લઈને આવી. ફિલ્મનું નામ બુલબુલ. જેમાં એક ચૂડેલની વાત હતી. સસ્પેન્સ થ્રીલર સાથે હોરરનું તત્વ ઓછું હતું. નાની હોવા છતાં ખેંચાતી ખૂબ હતી. બાળ વિવાહ અને મહિલાનો બદલો સેન્ટર પોંઈન્ટમાં હતો. બંગાળની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મની અભિનેત્રી તૃપ્તિ ડમરી અને રાહુલ બોઝ બંને એવોર્ડ લઈ ગયા. કઈ કેટગરીમાં નીચે જુઓ.
| એવોર્ડ | વિજેતા |
| બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ વેબ ઓરિજનલ ફિલ્મ | રાહુલ બોઝ |
| બેસ્ટ એક્ટ્રેસ ઈન વેબ ઓરિજનલ ફિલ્મ | તૃપ્તિ ડમરી |
રાત અકેલી હૈ
વર્ષનો અંત થતા થતા નવાઝુદ્દીન સિદ્દીકીની રાત અકેલી હૈ નામની સસ્પેન્સ થ્રીલર ફિલ્મ આવી. ફિલ્મમાં કસાયેલા અભિનેતાઓ હતા. નવાઝુદ્દીનની સાથે રાધિકા આપ્ટે હતી. જેને બે એવોર્ડ મળ્યા.
| એવોર્ડ | વિજેતા |
| બેસ્ટ એક્ટર ઈન વેબ ઓરિજનલ ફિલ્મ મેલ | નવાઝુદ્દીન સિદ્દીકી |
| બેસ્ટ ફિલ્મ | રાત અકેલી હૈ |
પંચાયત
વર્ષની જેને સૌથી બેસ્ટ વેબસિરીઝમાંથી એક ગણવામાં આવે છે તે પંચાયત છવાઈ ગઈ. જીતેન્દ્ર કુમાર ઉર્ફ જીતુભૈયાની મિનિ વેબસિરીઝ કેટલા એવોર્ડ આંચકી ગઈ ?
| એવોર્ડ | વિજેતા |
| બેસ્ટ એક્ટર ઈન કોમેડી | જીતેન્દ્ર કુમાર |
| બેસ્ટ એક્ટર ઈન અ સપોર્ટિંગ રોલ ઈન અ કોમેડી સિરીઝ | રઘુવીર યાદવ |
| બેસ્ટ એક્ટ્રેસ ઈન અ સપોર્ટિંગ રોલ ઈન અ કોમેડી સિરીઝ | નીના ગુપ્તા |
| બેસ્ટ કોમેડી સિરીઝ/સ્પેશિયલ | પંચાયત |
આ સિવાય કોણ કોણ છવાયા ?
| એવોર્ડ | સિરીઝ | વિજેતા |
| બેસ્ટ એક્ટ્રેસ ઈન ડ્રામા સિરીઝ | આર્યા | સુષ્મિતા સેન |
| સેક્રેડ ગેમ્સ-2 | બેસ્ટ સિનેમેટોગ્રાફી | સ્વપ્નિલ સોનવાને, સિલ્વેસ્ટર ફોનેસ્કા, અસીમ બજાજ |
| સેક્રેડ ગેમ્સ-2 | બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક | આલોકનંદા દાસગુપ્તા |
| સ્પેશિયલ ઓપ્સ | બેસ્ટ એડિટીંગ | પ્રવીણ કથિકુલોથ |
| સ્પેશિયલ ઓપ્સ | બેસ્ટ ઓરિજનલ સાઉન્ડટ્રેક | અદ્રૈત નેમલેકર |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત