જ્યાં સુધી લોકોને વેક્સિન નહીં અપાય ત્યાં સુધી કોરોનાથી બચવાનો રસ્તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જ છે. વિશ્વભરના લોકો આ વાત જાણે છે. જો જાહેર સ્થળે તમે માસ્ક પહેર્યું તો તમે સુરક્ષિત છો. જો તમે એ કવચ હટાવ્યું તો કોરોનાની ઝપેટમાં આવતા વાર નથી લાગતી.
જ્યારથી કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની સમજ આપવામાં આવી રહી છે. હજુ આ કામ ચાલું જ છે. લોકોમાં જાગૃતિ આવે એટલે સરકાર વિવિધ માધ્યમોમાં વિજ્ઞાપન પણ આપી રહી છે. સાથે સાથે જાણીતા કલાકારો, ખેલાડીઓ કે અન્ય વ્યક્તિને પણ આ અભિયાનમાં જોડ્યા છે. બીજી તરફ જાણીજોઈને નિયમોનો ભંગ કરનારા લોકો વિરૂદ્ધ આકરી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. માસ્ક ન પહેરનારા પાસેથી આકરો દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે.
આવા સમયે મેક્સિકોથી એક એવા સમાચાર મળ્યા છે જેની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. અહીં સરકારે રેસલર્સને મેદાને ઉતાર્યા છે. લોકોને નિયમોનું ભાન આ રેસલર્સ કરાવી રહ્યા છે. રેસલર્સ જાહેર સ્થળે જઈ રહ્યા છે અને જો કોઈ માસ્ક વગર દેખાયું તો તેમને છુટ્ટી ખુરશીઓ પણ મારી રહ્યા છે.
મેક્સિકોના ઈરાપુઈટોમાં સ્થાનિક તંત્રએ આ પગલું લીધું છે. કોરોના વાયરસ અને માસ્ક મુદ્દે લોકોમાં જાગૃતિ આવે તેઓ તંત્રનો હેતું છે. આ શહેરમાં પહેલવાનો આઉટફિલ્ડમાં ફરી રહ્યા છે અને નિયમોનું ભંગ કરનારાઓને તેમની ભાષામાં નિયમો અંગે ભાન કરાવી રહ્યા છે. જો કોઈ વ્યક્તિ માસ્ક વિના દેખાય તો પછી પુરૂ.
Los luchadores independientes #Lepra #Moco #Gargajo y #CostalClown y #NegroGarcíaJr. llegan a la #PlazaDelComercioPopular para invitar a locatarios y usuarios a usar correctamente sus cubrebocas. pic.twitter.com/X8BtYVkVWn
— Gobierno de Irapuato (@irapuatogob) December 21, 2020
આ શહેરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પહેલવાનોને આ કામગીરી કરતા જોઈ શકાય છે. વીડિયોમાં કેટલાક પહેલવાનો જાહેર સ્થળે પહોંચ્યા છે. કોઈ બજાર હોય તેવું લાગી રહ્યું છે. આવા સમયે તેઓની બોડિગાર્ડની જેમ ચારે તરફ નજર હોય છે. માસ્ક વગરના લોકોને તેઓ શોધી રહ્યા છે. એવામાં તેઓને એક વ્યક્તિ નજરે આવી જાય છે જેણે માસ્ક નથી પહેર્યું. પહેલાં તો પહેલવાનભાઈ ગુસ્સે થઈ જાય છે. અને માસ્ક કેમ નથી પહેર્યું તેમ બુમાબૂમ કરી નાખે છે. બીજા પહેલવાનના હાથમાં લોખંડની એક ખુરશી છે. તેને પણ ગુસ્સો આવે છે અને એટલામાં જ તે જે વ્યક્તિએ માસ્ક નથી પહેર્યું તેના પર પ્રહાર કરી દે છે. પહેલવાન તેને છુટ્ટી ખુરશી મારી દે છે જેના કારણે માસ્ક ન પહેરેલો વ્યક્તિ જમીન પર પડી જાય છે. ત્યારબાદ તેને ભાન થાય છે કે માસ્ક નથી પહેર્યું એટલે ધોવાયા છીએ એટલે તે ખિસ્સામાંથી તુરંત જ માસ્ક કાઢે છે અને મોં પર લગાવી લે છે. પહેલવાન ગુસ્સામાં તેને કંઈક સમજાવી રહ્યો છે. વ્યક્તિ જમીન પરથી ઉભો થઈને જતો રહે છે.
Todos queremos que los contagios de #Covid19 terminen y cada quien a su manera, busca concientizar a la ciudadanía, de que el uso del cubreboca nos ayudará a mejorar la situación. Atiende los consejos de #Lepra. No esperes a que te pase. #Póntelo😷 pic.twitter.com/GCjEpuQUqq
— Gobierno de Irapuato (@irapuatogob) December 21, 2020
ઈરાપુએતો સરકારે આ વીડિયો ટ્વીટ કર્યો છે. ટ્વીટ સંદેશમાં સરકારે લખ્યું છે કે, પોતાના અનોખા ફાઈટર્સવાળા અંદાજથી આ પહેલવાનો લોકોને માસ્કના ઉપયોગની સલાહ આપી રહ્યા છે. જેથી કોરોના સંક્રમણની ચેઈન તુટી શકે. તમારા માટે સારું એ જ રહેશે કે પહેલવાનો તમને શોધી ન શકે. જો તમે એવું ઈચ્છો છો તો તમે જાહેર સ્થળે પર માસ્ક જરૂર પહેરો.
Al estilo de los luchadores, #Lepra invita a los ciudadanos a usar su cubreboca para que se cuiden y poder romper la cadena de contagios de #Covid19. No te arriesgues a encontrártelos, mejor #Póntelo😷. pic.twitter.com/FjJH9J9FHm
— Gobierno de Irapuato (@irapuatogob) December 21, 2020
સોશિયલ મીડિયા યુઝર્સે ઈરાપુઈતો તંત્રના આ નિર્ણયને આવકાર્યો છે. લોકો કહી રહ્યા છે કે તમે જાહેર સ્થળે માસ્ક ન પહેરીને મુર્ખતા કરો છો તો તમારી સાથે આવું જ થવું જોઈએ. તો કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે લોકોને આવી રીતે ફટકારવા યોગ્ય નથી.
Ya llegaron los luchadores a nuestro Centro Histórico, recorren el Pasaje El Águila y las calles de Leandro Valle, Juárez y 20 de Noviembre. Aguas si no traes bien puesto el cubreboca, eeeh! 🪑 pic.twitter.com/GzvZ5K4b1J
— Gobierno de Irapuato (@irapuatogob) December 28, 2020
આ સમાચાર આવ્યા પછી ગુજરાતમાં પણ ઈરાપુઈતા સરકાર વિશે ચર્ચા થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે જો સરકાર આવો નિર્ણય લે તો પહેલાં તો નિયમોનો ભંગ કરનારા નેતાઓના જ હાડકા ભાંગી શકે. જનતાનો નંબર બીજો હોય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત