Team Chabuk-National Desk : ભારત અને ચીન વચ્ચેનો સરહદી વિવાદ વણથંભ્યો છે. વાર્તાલાપ ચાલી રહ્યો છે આ વચ્ચે પાડોશી દેશે ફરી એક વખત પીઠ પાછળ છરો ભોંકવાનો પ્રયત્ન કર્યો છે. જેનો ભારતીય સૈનિકોએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે. 19,000 ફૂટની ઊંચાઈ પર ફરજ પર નિયુક્ત ભારતીય સૈનિકોએ ચંચૂપાતિયા ચીનને પાઠ ભણાવ્યો છે. આ વખતે પૂર્વી લદ્દાખમાંથી કેટલાક ચીની સૈનિકોએ સિક્કિમના નાકૂલામાંથી ઘુસવાની કોશિશ કરી હતી. જેને રોકવાના પ્રયત્નમાં ભારતીય સૈનિકો અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ. જોકે હાલ સ્થિતિ કાબુમાં આવી ગઈ છે.
ભારતીય સૈનિકોએ એલએસી સાથે જોડાયેલા નાકૂલા સેક્ટરમાં શનિવારે બપોરે ઘુસણખોરીનો પ્રયત્ન કરી રહેલા ચીનના સૈનિકોને પરત ખદેડી દીધા હતા. અથડામણમાં 10થી 12 જેટલા સૈનિકોને બંને તરફથી ઈજા થઈ છે. આ સંઘર્ષમાં કોઈ પણ પ્રકારના હથિયારનો ઉપયોગ કરવામાં નથી આવ્યો.
ચીની સૈનિકોની સ્થિતિ બદલવાની કોશિશ
સિક્કિમના નાકૂલા સેક્ટરમાં ચીની સેનાએ એલઓસીની યથાસ્થિતિને બદલવા માટેની કોશિશ કરી હતી. તેમના કેટલાક સૈનિકો ભારતીય વિસ્તારની તરફ વધી રહ્યા હતા પણ ખરાબ હવામાન હોવા છતાં સૈનિકોએ તેમને રોકી લીધા હતા અને પાઠ ભણાવ્યો હતો. આ કારણે જ બંને બાજુથી સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં 10થી 12 સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે હવે સ્થિતિ કંન્ટ્રોલમાં છે.
નાકૂલા સંવેદનશીલ વિસ્તાર છે
રક્ષા સુત્રોના જણાવ્યા અનુસાર સ્થાનીય ફોર્મેશન કમાન્ડર સ્તર પર આ ઘટનાનું ત્યારે જ નિરાકરણ લાવી દેવામાં આવ્યું હતું. નાકૂલા ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. આ એવો સંવેદનશીલ વિસ્તાર છે કે ગમે ત્યારે અંદરોઅંદર ટક્કર થવાની સ્થિતિ પેદા થઈ શકે છે.
ગત્ત વર્ષે પણ ઘર્ષણ થયું હતું
આ પહેલા પૂર્વ લદ્દાખના પેંગોગ ત્સો ઝીલની નજીક 5થી 6 મેની વચ્ચે મધ્ય રાત્રિના રોજ ચીની સૈનિકોએ ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં કેટલાક સૈનિકો ઘાયલ થયા હતા. આ અથડામણ કેટલીક મિનિટોમાં જ પૂર્ણ થઈ ગઈ હતી. 6 મેના રોજ બંને તરફથી વાર્તાલાપ કરીને આ ઘર્ષણનો નીવેડો લાવી દેવામાં આવ્યો હતો.
ઉનાળામાં પેટ્રોલિંગ વધી જશે
ઉચ્ચ અધિકારીઓ દ્વારા કહેવું છે કે એએલસીને લઈને બંને તરફથી અલગ અલગ ધારણાઓ છે. અહીં વારંવાર અથડામણ થતી રહે છે. આ સમયે બંને તરફથી એરિયા ડોમિનેશન અને પૂર્વ નિરીક્ષણ થાય છે. થોડા જ સમયમાં ઉનાળાની શરૂઆત થવાની છે અને તાપમાન ઊચું થતા જ બંને તરફથી સઘન પેટ્રોલિંગ કરી દેવામાં આવશે.
નવમી વખતની વાતચીતમાં પણ નિવેડો નહોતો નીકળ્યો
પૂર્વ લદ્દાખમાં જાહેર કરેલા તણાવને લઈને ચીન અને ભારતની વચ્ચે રવિવારે કોર કમાન્ડર લેવલની નવમી વખત વાતચીત થઈ હતી. 15 કલાક સુધી ચાલેલી વાતચીતમાં ભારતે એ વાત ઉપર વજન મૂક્યો હતો કે અથડામણવાળા વિસ્તારોમાં ડિસઈગેન્જમેન્ટ અને ડિ-એસ્કેલેશનની પ્રક્રિયાને આગળ વધારવું એ ચીન ઉપર છે. જોકે વાતચીતથી હજુ કોઈ ઉકેલ સામે આવ્યો નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત