Homeસિનેમાવાદ‘મિર્ઝાપુર’ના કિસ્સાએ સાબિત કર્યું કે પત્રકારત્વના વિદ્યાર્થીઓ મારો વિષય Phd કરવાને લાયક...

‘મિર્ઝાપુર’ના કિસ્સાએ સાબિત કર્યું કે પત્રકારત્વના વિદ્યાર્થીઓ મારો વિષય Phd કરવાને લાયક છે

હરિયાણાના બલ્લભગઢના નિકીતા હત્યા કેસ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી તૌસિફે કબૂલ કર્યું છે કે, તેણે મિર્ઝાપુર વેબ સિરીઝ જોઈને નિકીતાની હત્યાનું કાવતરું રચ્યું હતું. અને એ જ પ્રમાણે નિકીતાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

મિર્ઝાપુર વેબ સિરીઝમાં મુન્ના ભૈયા નામના પાત્રને એકતરફી પ્રેમ હોય છે જે પ્રેમિકાને પામાવા માટે અનેક ખેલ કરે છે. જો કે, યુવતી તેના તાબે ન થતાં પ્રથમ સિઝનનાં અંતમાં તેને ગોળી મારી દે છે. સિરીઝમાં યુવતીનું મોત થાય છે.

ફરીદાબાદના બલ્લભગઢમાં સોમવારે કોલેજનું પેપર આપીને ઘરે પરત ફરી રહેલી નિકીતા તોમર નામની યુવતીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. હત્યાનો આરોપ તૌસિફ નામના શખ્સ પર લાગ્યો છે. હત્યાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેના આધારે આરોપી યુવક અને તેના મિત્રની ધરપકડ કરી લેવાઈ છે.

તપાસમાં સામે આવ્યું છે કે તૌસિફ નિકીતા સાથે લગ્ન કરવા માગતો હતો. એટલે તે નિકીતાને લઈ જવા માટે કોલેજ બહાર તેની રાહ જોઈ રહ્યો હતો. જેવી નિકીતા કોલેજની બહાર આવી કે આરોપી તૌસિફે તેની સાથે બળજબરી કરી અને કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો. નિકીતાએ તેની વાતનો ઈનકાર કર્યો તો આરોપીએ તેના પર ફાયરિંગ કરી દીધુ. આરોપી સાથે અન્ય એક યુવક પણ હતો. જેણે તૌસિફને બંદૂક અપાવી હતી. નિકીતા સાથે પણ તેની એક મિત્ર હતી. 

આરોપીઓ હત્યાને અંજામ આપ્યા બાદ ફરીદાબાદમાં જ એક સંબંધીને ત્યા છુપાયા હતા. પોલીસને ચકમો આપવા બંનેએ સંબંધીના ઘરે જ વાણંદને બોલાવીને વાળ પણ કપાવી નાખ્યા હતા. જેથી તેને કોઈ ઓળખી ન શકે. પરંતુ આરોપીનો આ કીમિયો કામ ન આવ્યો.

આરોપ છે કે જે યુવકે ફાયરિંગ કર્યું હતું તે તૌસિફ કોંગ્રેસના ધારાસભ્યનો ભત્રીજો છે. આ ઘટના બાદ લવ જેહાદનો મુદ્દો પણ ઉઠ્યો છે. આરોપીના કાકાએ આ મુદ્દે કહ્યું છે કે, ઘટના લવ જેહાદની નથી. પરંતુ આરોપીને સજા મળવી જોઈએ.

સમગ્ર ઘટનાની તપાસ SIT કરી રહી છે.  આ તમામ વાતો વચ્ચે તૌસિફની માતાએ પણ નિવેદન આપ્યું છે. તૌસિફની માતાએ કહ્યું છે કે, જો નિકીતા લગ્ન માટે માની ગઈ હોત તો આવી ઘટના ન બની હોત. બીજી તરફ નિકીતાના પરિવારે આરોપીને કડકમાં કડક સજા કરવાની માગણી કરી છે. હાલ બંને આરોપી જ્યૂડિશિયલ કસ્ટડીમાં છે.  

ઘટના પરથી એક વિચાર આવે કે લોકોના મગજ પર ફિલ્મો અને સિરિયલોની કેટલી ઉંડી અસર પડતી હોય છે. એમાંય જ્યારથી વેબસિરિઝની શરૂઆત થઈ છે ત્યારથી એવા એવા વિષયોને સાંકળીને દર્શાવવામાં આવી રહ્યા છે જે લોકોને ફાયદો કરતાં નુકસાન વધુ કરી રહ્યા છે. ફિલ્મો ઉપર સેન્સર બોર્ડની નજર હોય છે. ફિલ્મ રિલિઝ થાય તે પહેલા સેન્સર બોર્ડ તેને તપાસે છે અને જો કોઈ પણ એવું ઉત્તેજનાત્મક દ્રશ્ય કે મુદ્દો લાગે તો તેના પર કાતર ફેરવી દે છે પરંતુ ફિલ્મો જેવું વેબસિરિઝમાં નથી બનતું. વેબસિરિઝ પર કોઈનું બંધન નથી હોતું. મોટાભાગની વેબસિરિઝોના વિષય વાયોલન્સ ઉપર જોવા મળે છે. આવા વિષયો લોકોને પણ જોવા ગમતાં હોવાથી મેકર્સ વધુ ભાર મૂકતા હોય છે.

તૌસિફે મિર્ઝાપુર વેબસિરિઝ જોઈ અને કરી નાખી હત્યા

નીકિતા તોમર હત્યા કેસનો આરોપ તૌસિફે કબૂલાત આપી છે કે તેણે મિર્ઝાપુર વેબસિરિઝ જોઈને નીકિતાની હત્યા કરી. મિર્ઝાપુર વેબસિરિઝમાં મુન્નાભૈયા નામનું પાત્ર પણ એક તરફી પ્રેમમાં પાગલ હોય છે અને સ્વિટી નામની યુવતીને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દે છે. વેબસિરિઝનો આ સીન જોઈને જ તૌસિફે નીકિતાની હત્યા કરવાનું કાવતરું રચ્યું.

કંગનાનો ગુસ્સો સાતમા આસમાને

ઘણા દિવસોથી ચર્ચામાં રહેલી બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતને આ ઘટનાની જાણ થતાં જ તે લાલઘુમ થઈ ગઈ. આમ પણ તે ઘણા સમયથી બોલિવુડના કોઈને કોઈ સ્ટાર્સ સામે જીભાજોડીમાં ઉતરી જાય છે. તેણે આ ઘટનાને લઈને બોલિવુડ પરનો ગુસ્સો ટ્વિટર પર ઠાલવ્યો. કંગનાએ ટ્વિટ કર્યું કે, જ્યારે તમે અપરાધના ગુણગાન કરો છો ત્યારે આવું જ જોવા મળે છે. બોલિવુડને શરમ આવવી જોઈએ કે તે ભલાઈ કરતાં વધુ તો નુકસાન કરે છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકો મિર્ઝાપુર વેબસિરિઝ પર પ્રતિબંધ મૂકવાની માગણી બુલંદ કરી રહ્યા છે.

Phd હેડિંગ કેમ ?

પત્રકારત્વ અને સિનેમાના એકેડેમિક શિક્ષણ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ માટે આ અભ્યાસ અને સંશોધનનો મુદ્દો બની ગયો છે. સેક્રેડ ગેમ્સમાં આવતા દૃશ્યો જોયા છે ? પાતાલ લોકમાં હથોડા ત્યાગી દ્રારા ફટકારવામાં આવતા હથોડાથી વરવું શું હોઈ શકે ? અસૂરના હત્યારાની હત્યા કરવાની પદ્ધતિ જોઈ છે ?  મિર્ઝાપુરના હસવામાં કાઢી નાખતા અને જેના પર મીમ બને છે તે સંવાદો સાંભળ્યા છે ? કાનમાં ઈયરફોન ભરાવ્યા સિવાય સાંભળી ન શકો. હવે તો ફેસબુક પર નવા વીડિયો બનાવવામાં આવે છે  તો તેની ઉપર ચેતવણીરૂપે લખી નાખવામાં આવે છે, કે કાનમાં ઈયરફોન ભરાવીને સંવાદો સાંભળવા.  હિન્દી સિનેમાની વેબ સિરીઝો દ્રારા પ્રવર્તતી હિંસા પર આ બેસ્ટ વિષય છે અને કોઈ વિદ્યાર્થી કરશે તો લેખે પણ લાગશે. જોઈએ એટલી ફિલ્મો અને સિરીઝો મોબાઈલનાં નેટફ્લિક્સ-પ્રાઈમ માર્કેટમાં આવી ગઈ છે. મિર્ઝાપુર પરથી પ્રેરણા લઈ જીવંત ઘટના બની. હવે બીજો કયો સંદર્ભ જોઈએ ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments