Team Chabuk-National Desk: કેન્દ્ર સરકારમાં સૌથી વધુ લોકોને રોજગારી આપતા રેલવે મંત્રાલયમાં અલગ-અલગ કેડરની 2.5 લાખ કરતા જગ્યાઓ ખાલી છે. રાજ્યસભામાં સાંસદ દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલવે વિભાગમાં કુલ 2,63,370 જગ્યા ખાલી છે. તેમાંથી 2177 જગ્યાઓ તો ગેઝેટેડ ઓફિસરની ખાલી છે.
રેલ્વે મંત્રીના જણાવ્યા અનુસાર મધ્ય રેલવેમાં ગેઝેટેડ ઓફિસરની 56 જગ્યા ખાલી છે. જ્યારે નોન ગેઝેટેડ 27,177 જગ્યા ખાલી છે. એવી જ રીતે પૂર્વીય કોસ્ટલ રેલવેમાં ગેઝેટેડ ઓફિસરની 27 અને નોન ગેઝેટેડની 8447 જગ્યા ખાલી છે. પૂર્વ મધ્ય રેલવેમાં આ સંખ્યા ક્રમશ 170 અને 15268 જગ્યા ખાલી છે. પૂર્વ રેલવેમાં ગેજેટેડની 195 અને નોન ગેઝેટેડની 28204 જગ્યા ખાલી છે.
કેન્દ્રીય રેલવે મંત્રીએ કહ્યું કે મેટ્રો રેલવેમાં ગેઝેટેડ કેડરમાં 22 અને નોન ગેઝેટેડમાં 856 જગ્યા ખાલી છે. ઉત્તર મધ્ય રેલવેમાં ગેઝેટેડ કેડરમાં 141 અને નોન ગેઝેટેડ કેડરમાં 19366 જગ્યા ખાલી છે. ઉત્તર-પૂર્વ રેલવેમાં આ સંખ્યા ક્રમશ 62 અને 14232 છે. જ્યારે ઉત્તર પૂર્વ બોડર રેલવેમાં ગેઝેટેડ ઓફિસરની 112 જગ્યા અને નોન ગેઝેટેડ કેડરની 15 677 જગ્યા અને ઉત્તર રેલવેમાં ગેજેટેડ ઓફિસરની 115 અને નોન ગેઝેટેડ કેડરની 37436 જગ્યા ખાલી છે.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ