Team Chabuk-Tech Desk: ભારતીય એરટેલે મિનિમમ રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરી દીધો છે. કંપનીએ મિનિમમ રિચાર્જ પ્લાનની કિંમત લગભગ 57 ટકા વધારી દીધી છે. એટલે કે હવે સીમ ચાલુ રાખવા માટે યુઝર્સે ઓછામાં ઓછા 155 રૂપિયા ખર્ચવા પડશે. વધેલી કિંમતની અસર હાલ હરિયાણા અને ઓડિશાના યુઝર્સ પર થશે. કંપનીએ આ બે સર્કલમાં 155 રૂપિયા કિંમતવાળા તમામ વોયસ અને SMSનો પ્લાન હટાવી દીધો છે.
હવે યુઝર્સે હવે દરેક મહિને ઓછામાં ઓછું 155 રૂપિયાનું રિચાર્જ કરવું પડશે. કંપનીએ કોઈ નવો રિચાર્જ પ્લાન લોન્ચ નથી કર્યો પરંતુ 99 રૂપિયાનો બેઝિક રિચાર્જ પ્લાન બંધ કરી દીધો છે. જેથી યુઝર્સ પાસે માત્ર 155 રૂપિયાનો વિકલ્પ બચ્યો. જે કિંમત જૂના પ્લાન કરતાં 57 ટકા વધુ છે.
એવા યુઝર્સ જે એરટેલનો સેકંડરી સીમ તરીકે ઉપયોગ કરે છે તેમની પાસે હવે સસ્તો વિકલ્પ નથી રહ્યો. રિપોર્ટ્સનું માનીએ તો કંપનીએ આ પ્લાનનું ટ્રાયલ બે સર્કલમાં કર્યું છે. ટૂંક સમયમાં જ તેને અન્ય સર્કલમાં રોલઆઉટ કરાય તેવી શક્યતા છે.
99 રૂપિયાના રિચાર્જમાં એરટેલ ફુલ ટોકટાઈમ તેમજ 200MB ડેટા આપે છે. આ પ્લાનની 28 દિવસની વેલિડિટી છે. જો કે, હવે યુઝર્સને વધુ રૂપિયા ખર્ચ કરવા પડશે. મહત્વનું છે કે, ગયા વર્ષે પણ કંપનીએ કંઈક આવું જ કર્યું હતું. ત્યારે કંપનીએ 79 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં વધારો કરી 99 રૂપિયા કર્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત