Homeગામનાં ચોરેવાઘે જે યુવક પર હુમલો કર્યો તે કોરોના પોઝિટિવ નીકળ્યો, પ્રાણી પર...

વાઘે જે યુવક પર હુમલો કર્યો તે કોરોના પોઝિટિવ નીકળ્યો, પ્રાણી પર નજર રાખવા માટે જંગલમાં લગાવ્યા કેમેરા

Team Chabuk-National Desk:  હૈદરાબાદના પ્રાણીસંગ્રહાલયમાં સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીના દુધવા ટાઈગર રિઝર્વને અલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યું હતું. જો કે, હવે વન વિભાગના અધિકારીઓની ચિંતા વધી ગઈ છે. કારણ કે દુધવા ટાઈગર રિઝર્વના બફર ઝોનમાં વાઘે જે યુવક પર હુમલો કર્યો હતો તે યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તપાસ દરમિયાન ઘાયલ યુવકના કોરોના સંક્રમિત હોવાની વાત સામે આવતા દુધવા તંત્રમાં ચકચાર મચી છે

દેશ-વિદેશમાં પશુઓના કોરોના સંક્રમિત થવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ગુજરાતમાં પણ સિંહ કોરોના સંક્રમિત હોવાની વાત સામે આવી ચુકી છે. હૈદરાબાદમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ આ વાયરસ દુધવા ટાઈગર રિઝર્વમાં ન પહોંચે તેના માટે તંત્રને સતર્ક કરાયું હતું. પરંતુ તાજેતરમાં જ દુધવા ટાઈગર રિઝર્વની હફર ઝોનમાં મૈલાની રેંજના બાંકેગંજ વન રેંજમાં જંગલમાં ઘાસ કાપી રહેલાં 41 વર્ષીય નન્હકૂ નામના વ્યક્તિ પર વાઘે હુમલો કરી દીધો હતો. વાઘના હુમલામાં આ વ્યક્તિને આંખ અનેન પીઠના ભાગે ઈજા પહોંચી હતી. વન વિભાગને જાણ થતાં જ તેને સારવાર માટે લઈ જવાયો હતો જ્યાં ઈજાગ્રસ્ત વ્યક્તિનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો.

પ્રાણીઓ પર નજર

આ ઘટના બાદ દુધવા ટાઈગર રિઝર્વનું તંત્ર અલર્ટ થઈ ગયું છે.  તંત્રએ દુધવા ટાઈગર રિઝર્વના જંગલમાં કેમેરા લગાવીને વાઘ સહિતના જંગલી પ્રાણીઓના સ્વાસ્થ્યમાં થઈ રહેલા બદલાવને ઓબ્ઝરવેશન કરાઈ રહ્યું છે. દુધવા ટાઈગર રિઝર્વના ફિલ્ડ ડાયરેક્ટર સંજયપાઠકનું કહેવું છે કે હૈદરાબાદમાં સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અહીં અલર્ટ અપાયું છે. ત્યારથીજ કેટલીય ટીમ જંગલી જાનવરોના સ્વાસ્થ્યનું મોનિટરિંગ કરી રહી છે.

કેમેરા દ્વારા ટ્રેપ

તેમણે કહ્યું કે, વાઘે જે યુવક પર હુમલો કર્યો હતો તે યુવક પોઝિટિવ આવ્યા બાદ અમે લોકો વધુ સતર્ક થઈ ગયા છે. કેમેરા ટ્રેપ લગાવીને વાઘ સહિતના પશુઓ પર નજર રાખવામાં આવી રહી છે. જો ઓબ્ઝર્વેશન દરમિયાન કોઈ પણ પ્રાણી છીંકતું, ખાસતુ કે બીમાર જોવા મળે તો તેને યોગ્ય સારવાર માટે ડોક્ટર, ટ્રેંકુલાઈઝર સ્પેશિયાલિસ્ટ, રેપિડ એક્શન ફોર્સને 24 કલાક એલર્ટ પર રાખવામાં આવી છે. જો કોઈ પ્રાણી કોરોના સંક્રમિત મળશે તો તેને ક્વોરેન્ટાઈન કરવાની પણ વ્યવસ્થા અમે કરી છે. અત્યાર દુધવા ટાઈગર રિઝર્વમાં કોઈ પ્રાણીમાં કોરોનાના લક્ષણો જોવા નથી મળ્યા. અમારી ડોક્ટરની ટીમ પણ સતત દુધવાના જંગલ પર નજર રાખી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments