Team Chabuk-Entertainment Desk: કોરોનાકાળમાં સૌને જ્ઞાન સાથે મનોરંજન પૂરું પાડવા માટે કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) સિઝન 13ની શરૂઆત થવા જઈ રહી છે. કૌન બનેગા કરોડપતિની 13મી સિઝન માટેનો પ્રોમો રિલીઝ થઈ ચુક્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કેબીસી સિઝન-13 માટે 10 મેથી રજિસ્ટ્રેશન શરૂ થશે. 10 મેથી કેબીસી માટે રજિસ્ટ્રેશનની શરૂઆત થવાના સમાચાર સામે આવતા જ કેબીસીના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોરોનાના આ કપરા સમયમાં બીગ બી અમિતાભ બચ્ચન ફરી એકવાર લોકોને મનોરંજન પૂરું પાડવા માટે આવી રહ્યા છે. અમિતાભ બચ્ચન ફિલ્મોની સાથે સાથે ટીવી પર પણ ફરી એકવાર છવાઈ જવા માટે તૈયાર છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચનના ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) સિઝન 13ની જાહેરાત કરવામાં આવી છે. પ્રોમોમાં જાહેરાત કરવામાં આવી છે કે કેબીસી માટેનું રજિસ્ટ્રેશન ઝડપથી શરૂ થઈ રહ્યું છે.
કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) શોના 2021નો પ્રોમો સામે આવ્યો છે. સોની ટીવી ઓફિશિયલ દ્વારા આ પ્રોમો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં જણાવવામાં આવ્યું છે કે કેબીસી 13ના રજિસ્ટ્રેશનની તારીખ 10 મે છે. 10 મેથી શો માટેનું રજિસ્ટ્રેશન શરૂ થવા જઈ રહ્યું છે. આ સમાચાર સામે આવતા જ કેબીસીના ચાહકોમાં ખુશી જોવા મળી રહી છે. શોના પ્રોમોમાં અમિતાભ બચ્ચન કહી રહ્યા છે કે, ‘કોઈ દિવસ વિચાર્યું છે કે તમારા અને તમારા સપના વચ્ચે કેટલું અંતર છે ? માત્ર ત્રણ અક્ષરોનું.. કોશિશ.. તો.. તમારા સપના સાકાર કરવા માટે ઉઠાવો ફોન અને થઈ જાવ તૈયાર કેમકે 10 મેથી શરૂ થઈ રહ્યું છે કેબીસી રજિસ્ટ્રેશન. હોટ સીટ અને હું તમારી રાહ જોઈ રહ્યા છીએ તો બસ તૈયાર થઈ જાવ.’
કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન ?
કેબીસીમાં હોટ સીટ સુધી પહોંચવું એ ઘણા લોકોનું સપનું હોય છે. પરંતુ ઘણા લોકોને રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની જાણકારી નથી હોતી. ત્યારે કેબીસી (Kaun Banega Crorepati)માં ભાગ લેવા માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું તેની જાણકારી સરળ રીતે સમજો. 10 મેના રોજ રાતે 9 વાગે અમિતાભ બચ્ચનના સવાલ શરૂ થવાની સાથે જ શોમાં ભાગ લેવા માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ થશે. સોની ચેનલ દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન પ્રમાણે, કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati)માં માત્ર એસએમએસ અથવા સોની લિવ એપ દ્વારા જ ભાગ લઈ શકાશે. આ એપ તદ્દન ફ્રી છે. જે લોકો પ્રથમ મોબાઈલ નંબર અથવા સોની લિવ એપ દ્વારા જવાબ આપશે તેને જ માન્ય ગણવામાં આવશે.
એટલે કે 10 મેના રોજ રાત્રે 9 વાગે અમિતાભ બચ્ચન દ્વારા જે સવાલ ટીવી પર પુછવામાં આવશે તેનો જવાબ તમે એસએમએસ અથવા સોની લિવ એપ દ્વારા જણાવેલા નંબર પર મોકલી શકશો. ત્યારબાદ આગળની પ્રક્રિયાની તમને જાણકારી સોની ટીવી દ્વારા આપવામાં આવતી રહેશે. આ પ્રક્રિયાને અનુસરવાનું રહેશે.
મહત્વનું છે કે ગત વર્ષે કોરોનાકાળમાં પણ કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati)ની 12મી સિઝન યોજાઈ હતી. કોરોનાકાળમાં આ કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) સિઝન-12ને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. 12મી સિઝનમાં કુલ 4 સ્પર્ધકો કરોડપતિ બન્યા હતા. જેમાં અનુપ દાસ, આઈપીએસ અધિકારી મોહિત શર્મા, નાઝિયા વસીમ અને કોવિડ-19 ફ્રન્ટલાઈન યોદ્ધા ડોક્ટર નેહા શાહનો સમાવેશ થાય છે. ગત સિઝનમાં કોરોનાના કારણે શોમાં દર્શકોને પ્રવેશ આપવામાં આવ્યો નહતો. ત્યારે આ વખતે પણ કોરોનાની બીજી લહેરના કારણે દર્શકોને પ્રવેશ મળશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ છે.
કેબીસી વિશે આ પણ જાણો
કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) શો ભારતનો પોપ્યુલર ટીવી શો છે. આ શોની શરૂઆત 3 જુલાઈ 2000ના દિવસે થઈ હતી. આ શોની અત્યાર સુધી કુલ 13 સિઝન યોજાઈ છે. શરૂઆતની 3 સિઝન સ્ટાર પ્લસ ચેનલ પર પ્રસારિત થઈ હતી ત્યારબાદ ચોથી સિઝનથી કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) સોની ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે. અત્યાર સુધી યોજાયેલી 12 સિઝનમાંથી 11 સિઝનને અમિતાભ બચ્ચને હોસ્ટ કરી છે જ્યારે વચ્ચે એક ત્રીજી સિઝનમાં હોસ્ટ તરીકે અભિનેતા શાહરૂખ ખાન દેખાયો હતો. આગામી સમયમાં શરૂ થનારી 13મી સિઝનને પણ અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરશે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત