Homeગામનાં ચોરેગાયના કત્લ અને ગૌમાંસ ખાવા પર મુકેશ ખન્ના ભડક્યા, જુઓ વીડિયો

ગાયના કત્લ અને ગૌમાંસ ખાવા પર મુકેશ ખન્ના ભડક્યા, જુઓ વીડિયો

Team Chabuk-National Desk: મુકેશ ખન્નાએ ફરી એક વખત સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. વીડિયો શેર કરી શક્તિમાન ફેમ મુકેશ ખન્નાએ ગૌમાંસ ખાનારા અને કત્લ કરનારાઓ પર ભડાસ કાઢી છે. વીડિયોની સાથે મુકેશ ખન્નાએ એક લાંબી નોટ પણ લખી છે. ઈન્સ્ટાગ્રામ પર એમણે લખ્યું છે, ‘ગાય આપણી માતા છે. શું આપણે લોકો કલ્કિના અવતારની પ્રતીક્ષા કરી રહ્યા છીએ. કલ્કિ આવીને આપણી ગાય માતાનું રક્ષણ કરશે?’ તેમની આ પોસ્ટ પર અગણિત પ્રતિક્રિયા આવી હતી અને ઝડપથી વાઈરલ પણ થઈ હતી.

વધુમાં મુકેશ ખન્નાએ કહ્યું કે, જ્યારે તમારા ઘરની માતા અને બહેનો સંકટમાં હોય છે, તો તમે પ્રતીક્ષા કરો છો કે પોલીસ આવશે તો એમને બચાવશે કે મિલિટ્રી આવીને તેમને બચાવશે? જો તેમના માટે કોઈની પ્રતીક્ષા નથી કરતા તો ગાય આપણી માતા છે. આ કોઈને બતાવવાની જરૂર કેમ પડે છે?

rps baby world

મુકેશ ખન્નાએ કહ્યું હતું કે, શા માટે ખુલ્લેઆમ ગાય ખાવામાં આવે છે? મારવામાં આવે છે, કાપવામાં આવે છે અને નિકાસ પણ કરવામાં આવે છે. કેટલાક લોકો બહારના દેશમાંથી ગાય ખાઈને આવે છે, તો એમને આદત પડી જાય છે. આવા લોકો બોલે છે કે ગાયનું માંસ સારું છે. શરમ આવવી જોઈએ તમને લોકોને. કેટલાક લોકો આ એટલા માટે કરે છે કે આ તેમનો વેપાર છે. ગાયના માંસને વિદેશમાં વેચવાથી લાખો કરોડો રૂપિયાની કમાણી થાય છે.

rps baby world

મુકેશ ખન્નાનું કહેવું છે કે જે પ્રકારે ભીષ્મ પિતામહની આત્માને પવિત્ર માનવામાં આવી હતી, એ રીતે જ ગૌમાતાની આત્માને પણ પવિત્ર માનવામાં આવી છે. તેમણે સરકારને ગાયને રાષ્ટ્રીય પશુ પણ ઘોષિત કરવા કહ્યું છે. સાથે જ કહ્યું છે કે આપણું રાષ્ટ્રીય પશુ વાઘ છે. જોકે એ પોતાની રક્ષા પોતે કરી શકે છે. ગાય નથી કરી શકતી. તેમણે કહ્યું કે ગાય પોતાના ભક્તોની તરફ કાતર નજરોથી જુએ છે કે, એ તેમની રક્ષા કરશે.

rps baby world

પોતાની પોસ્ટમાં મુકેશ ખન્ના ખૂબ ગુસ્સામાં હતા. અંતમાં તેમણે લખ્યું કે, આપણે આપણી આસપાસ ગાયોને કપાતા જોઈને પણ મૌન છીએ. ગૌ માતાને કાપવામાં આવી રહી છે. તેના માંસને ખાવામાં આવી રહ્યું છે. મોટા પાયે પૈસા કમાવવા માટે તેની વિદેશોમાં નિકાસ થાય છે. ખુલેઆમ! આપણે સૌ મૂકદર્શક બની ચૂપ છીએ! શર્મ આવવી જોઈએ આપણને.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments