Homeગામનાં ચોરેએક IPS અધિકારીની એરપોર્ટ સ્ટાફે બેગ ચેકીંગ કરી: પછી અંદરથી જે નીકળ્યું...

એક IPS અધિકારીની એરપોર્ટ સ્ટાફે બેગ ચેકીંગ કરી: પછી અંદરથી જે નીકળ્યું એ જોઈને તમે હસી પડશો

Team Chabuk-National Desk: એરપોર્ટ ઉપરની સિક્યુરિટી બાબતે આપણે બધા જ જાણીએ છીએ કે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવતી નથી. એરપોર્ટ ઉપરની સિક્યુરિટીનો ઘણાને અનુભવ થયો હશે. તમારા બેગ, પર્સ સહિત તમામ વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવે છે. આવોજ એક અનુભવ એક આઇપીએસ અધિકારીને એરપોર્ટ પર થયો. પરંતુ આઇપીએસ અધિકારીની બેગ ચેક કરતા જ એરપોર્ટના સ્ટાફ સહિત આજુબાજુના વ્યક્તિના મોંઢા ઉપર હાસ્યનું મોજું ફરી વળ્યું તો એવું તો આ બેગમાં શું હતું ચાલો જાણીએ.

મૂળ રાજસ્થાનના અને હાલ ઓરિસ્સામાં IPS તરીકે ફરજ બજાવતા તરુણ બોથરાએ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે. જેના કેપશનમાં જણાવ્યું છે કે જયપુર એરપોર્ટ ઉપર સિક્યુરિટી સ્ટાફે મને મારી હેન્ડ ખોલવાનું કહ્યું. હેન્ડબેગ ખોલી તો તેની અંદરથી વટાણા નીકળ્યા હતા. ટિવટર પર અપલોડ આ ફોટો જોઈને તમામ વ્યક્તિઓ હસી પડે છે. ટ્વિટર ઉપર બધા લોકો મજાકના અંદાજમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

આ ફોટો કેટલો ટ્વિટર પર એટલો વાયરલ થયો કે તેને 67 હજારથી વધુ લાઇક્સ મળી છે. 4000થી વધુ વાર રી ટ્વિટ થયો છે. અને 3500 જેટલી કોમેન્ટ આવી ચૂકી છે. આ ફોટાને જોઈને આઇએફએસ અધિકારી પરવીન કાસવા લખ્યું કે આ મટર સ્મગલિંગ છે. અન્ય એક યુઝરે જણાવ્યું કે, એરપોર્ટ સ્ટાફને કહ્યું હોત કે આની અંદર ડ્રગ્સ છે. તો આરામથી તે વટાણા ફોલી આપત. અન્ય એક આઇપીએસ અધિકારીએ કોમેન્ટમાં લખ્યું કે જ્યારે ગત વખતે ઘરેથી આવી રહ્યો હતો ત્યારે ઉપર ઈન્ડિગોવાળાને મારે દુધી અને રીંગણાં માટે 2000 રૂપિયા આપવા પડ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments