Homeગામનાં ચોરેભયંકર પરીક્ષણ: પાકિસ્તાને મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું તો તેના જ વિસ્તારમાં ગોળ ગોળ...

ભયંકર પરીક્ષણ: પાકિસ્તાને મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું તો તેના જ વિસ્તારમાં ગોળ ગોળ ઘુમીને પડી ગઈ

Team Chabuk-International Desk: પાકિસ્તાને ગુરૂવારના રોજ એક મિસાઈલનું પરિક્ષણ કર્યું હતું જે નિષ્ફળ નિવડ્યું. જોકે આ વાતની અધિકારીક રીતે પુષ્ટી કરવામાં આવી નથી. પાકિસ્તાનના સિંઘના જમશોરોના રહેવાસીઓએ ગુરુવારના રોજ બપોરના બાર વાગ્યે અજ્ઞાત ઓબ્ઝેક્ટને આવતા જોયું હતું. આ ઓબ્ઝેક્ટ રોકેટ કે મિસાઈલ સમાન હતું. જે પોતાના પ્રક્ષેપ્ય પથની વચ્ચે જ રહી ગયું.

સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે કે આ ઓબ્ઝેક્ટ એક મિસાઈલ છે. જેને પાકિસ્તાન દ્વારા સિંધમાં પોતાના પરીક્ષણ રેન્જથી છોડવામાં આવી હતી. પરીક્ષણ સવારે 11 વાગ્યે નિર્ધારિત કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાન્સપોર્ટર ઈરેક્ટર લોન્ચરમાં ખરાબીના કારણે એક કલાક સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું. બપોરના બાર વાગ્યે તેનું પરીક્ષણ પુન: શરૂ કરવામાં આવ્યું. જોકે થોડા સમય બાદ મિસાઈલ ધડામ કરતી નીચે ગબડી પડી હતી. સિંધના બુનાખાનની પાસે આ મિસાઈલનું ધબાયનમ: થઈ ગયું.

પાકિસ્તાનની કેટલીક સમાચાર ચેનલોએ આ ઘટનાને કવર કરી હતી અને પાકિસ્તાનના અધિકારીઓએ રાબેતા મુજબ આ અંગે મૌન સેવ્યું હતું. પાકિસ્તાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અનુસાર, સ્થાનિક પ્રશાસને આ પ્રકારના કોઈ પણ દાવાનું ખંડન કરતા કહ્યું છે કે આ એક નિયમિત મોર્ટાર ટ્રેસર રાઉન્ડ હતો, જેને નજીકની સીમામાંથી ફેંકવામાં આવ્યું. જોકે એ સંભાવના નથી કે પાંચ કિલોમીટરની અધિકતમ સીમાવાળા મોર્ટારમાં ટ્રેસર પ્રક્ષેપ્ય આટલું ઊંચું હશે.

પાકિસ્તાનની એઆરવાઈ ન્યૂઝ ચેનલના એક રિપોર્ટરના જણાવ્યા અનુસાર કોઈ પ્લેન કે રોકેટ જેવા કંઈક નીચે પડવાની ખબર આવી હતી. પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોમાં સિંધ પ્રાન્તના જમશોરમાં આકાશમાં ઉડતી એક વસ્તુને નીચે પડતી જોવામાં આવી હતી. આ વસ્તુ ઘુમાડાની લાંબી પૂંછડી જેવી હતી અને નીચે પડી હતી.

આ વિશે પાકિસ્તાનની સમાચાર એજન્સી કોન્ફ્લિક્ટ ન્યૂઝ પાકિસ્તાને જણાવ્યું હતું કે એવું હોઈ શકે કે પાકિસ્તાને ભારતની ભૂલથી લોન્ચ થઈ ગયેલી મિસાઈલની સામે પ્રતિક્રિયા આપવા માટે કાર્યવાહી કરી હોય, અને કાર્યવાહી નિષ્ફળ પૂરવાર થઈ હોય. જમશોરના ઉપાયુક્તે કહ્યું હતું કે લોકોને ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. વાઈરલ વીડિયો કોટરીમાં એક સૈન્ય અભ્યાસ દરમિયાન મોર્ટાર ટ્રેસ રાઉન્ડ સંબંધિત છે.

કોન્ફ્લિક્ટ ન્યૂઝ પાકિસ્તાને ટ્વીટ કર્યું હતું કે જમશોરો, પાકિસ્તાને ગત ભારતીય બ્રહ્મોસ મિસાઈલના જવાબમાં એક મિસાઈલ પરિક્ષણ કર્યું. પાકિસ્તાની મિસાઈલ પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ પૂરવાર થઈ અને નજીકમાં જ પડી ગઈ. એરોસિન્ટ ડિવિઝન પીએસએફ નામના પાકિસ્તાની રક્ષા વિશ્લેષકે પોતાના ટ્વીટર હેન્ડલ પર કહ્યું છે કે અજ્ઞાત ઓબ્ઝેક્ટ દ્વારા પાકિસ્તાનનું સૈન્ય પોતાના ફાયર રેન્જનું પરીક્ષણ કરી રહ્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments