Team Chabuk-Political-Desk :પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં હવે થોડા મહિનાઓનો જ સમય બાકી છે. મમતા ફરી જીત મેળવવા માટે કવાયત આદરી રહ્યા છે અને ભાજપ પશ્ચિમ બંગાળમાં ભગવો લહેરાવવા માટે પરસેવો વહાવી રહ્યું છે. રાજ્યની 294 વિધાનસભા સીટો માટે તમામ દળોની રણનીતિ તૈયાર થઈ ચૂકી છે. આ વચ્ચે મમતાએ નંદીગ્રામ-1 વિધાનસભા સીટથી ચૂંટણી લડવાની સોમવારે જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતની સાથે જ એક સાથે ઘણા સંદેશાઓ મમતા બેનર્જીએ આપવાનો પ્રયત્ન કર્યો છે. સિંગુરની સાથે નંદીગ્રામની એ જગ્યાઓ જ્યાં ભૂમિ અધિગ્રહણને લઈને ભારે વિરોધ થઈ રહ્યો હતો અને તેના કારણે જ મમતા બેનર્જીને પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવવામાં મદદ મળી છે.
મમતાએ નંદીગ્રામમાં કરેલી મહત્વની જાહેરાત
વામપંથી મોર્ચાની સરકાર હતી ત્યારે ત્યાં કેમિકલ ફેકટરીની સ્થાપનાની યોજના બનાવવામાં આવી હતી અને હલ્દિયા ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી વર્ષ 2006માં તેનું એલાન કરવામાં આવ્યું હતું. પણ જબરદસ્તી ભૂમિ અધિગ્રહણ વિરૂદ્ધ ભારે માત્રામાં પ્રદર્શન શરુ થઈ ગયું. ભૂમિ ઉચ્છેદ પ્રતિરોધ કમિટીએ તેનું વિરોધમાં ગઠન કર્યું અને શુભેંદુ અધિકારીના પરિવારે તેમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
નંદિગ્રામ અને સિંગૂર શા માટે મહત્વના ?
કલકત્તા સ્થિત આલિયા યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર મોહમ્મદ રિયાઝનું કહેલું છે કે નંદિગ્રામ-1 તામલુક સંસદીય ક્ષેત્રના અંતર્ગત આવે છે અને એ પૂર્વી મેદિનીપુર જિલ્લાનો ભાગ છે. જો કે પૂર્વી મેદિનીપુરમાં કુલ વસતિની તુલનામાં મુસ્લિમ વસતિ લગભગ 14.59 ટકા છે. જ્યારે નંદિગ્રામમાં મુસલમાનોની વસતિ લગભગ 34 ટકા છે. નંદિગ્રામ અનુસૂચિત જાતિની વસતિ 14.59 ટકા છે.
મોહમ્મદ રિયાઝે આ અંગે આગળ કહ્યું કે, પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રીની માફક નંદીગ્રામમાંથી ચૂંટણી લડવાનું એલાન ત્યાંના હાલના ધારાસભ્ય શુભેંદુ અધિકારીને પડકાર દેવાનું છે. જે નંદિગ્રામ આંદોલનનો મહત્વનો ચહેરો છે. પણ હવે વિધાનસભા ચૂંટણીઓની પહેલા ટીએમસીમાંથી નીકળીને ભાજપમાં ભળી ચૂક્યા છે.
મમતાના પગલા પાછળ પ્રશાંત કિશોરની રણનીતિ
મમતા બેનર્જીનું આ ખૂબ જ મોટું પગલું છે અને તેનાથી એ સાબિત થાય છે કે વિધાનસભા ચૂંટણીમાં ખાસ્સા મહિનાઓ બાકી રહેવા છતાં જે રીતે તેનું અચાનક એલાન કરવામાં આવ્યું છે. તેની પાછળ પ્રશાંત કિશોરનું મગજ હોય શકે છે. તેના કારણે જ્યાં એક તરફ શુભેંદુ અધિકારીને તેમના જ ઘરમાં મમતા બેનર્જી પડકાર આપશે તો બીજી તરફ રાજ્યભરમાં તેનો વ્યાપક સંદેશ જશે કે પાર્ટી મોર્ચા પર ઊભી રહીને ચૂંટણી લડી રહી છે.
પ્રશાંત કિશોર
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને જીત અપાવ્યા બાદ પશ્ચિમ બંગાળ લેવા માટે મથતી ભારતીય જનતા પાર્ટીની આડે પ્રશાંત કિશોર મોટી દિવાલ બનીને ઉભા છે. 2019ની શરૂઆતમાં જ તેઓ મમતા બેનર્જીની પાર્ટી સાથે જોડાઈ ગયા હતા અને ચૂંટણીની રણનીતિ ઘડવા લાગ્યા હતા જેથી સ્પષ્ટ છે કે મમતાએ નંદિગ્રામ-1માંથી લડવું તેની પાછળ પ્રશાંત કિશોરનો જ હાથ હોય શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત