Team Chabuk-International Desk: અમેરિકી સ્પેસ એજન્સી નાસાને વધુ એક મોટી સફળતા મળી છે. નાસાએ મંગળ ગ્રહની પહેલી ઓડિયો રેકોર્ડિંગ જાહેર કરી છે. સાથે જ નાસાએ પર્સીવરેંસ રોવરના લેન્ડિંગનો એક વાડિયો પણ જાહેર કર્યો છે. આ રોવરનું ગુરૂવારે મંગળ ગ્રહ પર સફળ લેન્ડિંગ થયું હતું. નાસાના જણાવ્યા અનુસાર ઓડિયો ક્લીપનો અવાજ તેના પર્સીવરેંસ રોવરના ઉતર્યા બાદ ત્યાં ઉપલબ્ધ ધૂળ અને માટી પર પડેલા દબાવના કારણે ઉત્પન થયો હતો.
એન્ટ્રી એન્ડ ડિસેટ કેમેરા ટીમના પ્રમુખ ડેવ ગ્રૂલે કહ્યું કે, જ્યારે તેને જોઉં છુ મારા રૂવાડા ઉભા થઈ જાય છે. પર્સવિયરન્સ રોવર પુરાતન સૂક્ષ્મ જીવનના સંકેતોને શોધશે અને એક દશકમાં ધરતી પર મંગળના પહાડોના પ્રમાણિક નમૂના લાવવા માટે પણ પ્રયાસ કરશે.
નાસાનું રોવર પર્સવિયરન્સ શુક્રવારે સવારે મંગળની સપાટી પર જેજોરો ક્રેટરમાં ઉતર્યું હતું. આ નાસા દ્વારા મોકલાયેલું અત્યાર સુધીનું સૌથી મોટુ અને સર્વશ્રેષ્ઠ રોવર છે.
રોવર મંગળ ગ્રહની સપાટી પર ઉતારવા માટે નિમાયેલી ટીમના પ્રમુખ એન ચૈને કહ્યું કે, આ તસવીરો અમારા સપનાનો હિસ્સો છે. આ પહેલાં નાસાએ મંગળ ગ્રહ પર ઉતરતાં રોવરની પહેલી તસવીર જાહેર કરી હતી. નાસાએ આ કામ માટે અંતરિક્ષ યાનમાં 25 કેમેરા લગાવ્યા હતા.
નાસાએ જાહેર કરેલા વીડિયોમાં પર્સિવિયરેંસ રોવર લાલ અને સફેદ રંગના પેરાશૂટના સહારે સપાટી પર ઉતરતું દેખાઈ રહ્યું છે. આ વીડિયો 3 મિનિટ અને 25 સેકન્ડનો છે. વીડિયોમાં ધૂળની ડમરીઓ વચ્ચે રોવરને સપાટી પર લેન્ડ કરતું જોઈ શકાય છે. આ પહેલાં મંગળની સપાટી પર ઉતર્યાના 24 કલાક પહેલાં નાસાના રોવરે પહેલી રંગીન તસવીર મોકલી હતી.
Now that you’ve seen Mars, hear it. Grab some headphones and listen to the first sounds captured by one of my microphones. 🎧https://t.co/JswvAWC2IP#CountdownToMars
— NASA's Perseverance Mars Rover (@NASAPersevere) February 22, 2021
આ મિશનના કેમેરા અને માઈક્રોફોન સેક્શન ઈન્જિનિયર ડેવ ગ્રુએલ મુજબ 10 સેકન્ડની આ ક્લીપમાં બહુ ધીમી અને થોડો અવાજ સંભળાઈ રહી છે પરંતુ આના પર રિસર્ચ કરી ઘણી જાણકારીઓ મળી શકે તેમ છે.
લેન્ડિંગ બાદ માઈક્રોફોને કામ કરવાનું બંધ કરી દીધુ હતું
નાસા તરફથી જાણકારી આપવામાં આવી હતી કે, ગુરૂવારે જ્યારે પર્સિવરેંસે મંગળ પર લેન્ડિંગ કર્યું આ દરમિયાન તેના માઈક્રોફોને કામ કરવાનું બંધ કરી દીધુ હતું. જો કે, થોડા સમય પછી માઈક્રોફોન્સે કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. હવે તેની પહેલી ક્લીપ નાસાએ જાહેર કરી છે.
Your front-row seat to my Mars landing is here. Watch how we did it.#CountdownToMars pic.twitter.com/Avv13dSVmQ
— NASA's Perseverance Mars Rover (@NASAPersevere) February 22, 2021
મંગળ પર નાસાની આ સિદ્ધિથી અનેક નવા ખુલાસા થશે. મંગળ પર વધુ રિસર્ચથી એ ખબર પડી જશે કે વર્ષો પહેલાં અહીં કેવી આબોહવા, વાતાવરણ હતું. નાસાની આ શોધથી લાલ ગ્રહના રહસ્ય પરથી પડદો ઉચકાવી શકીશું.
સૂર્યમંડળના હેબિટેબલ ઝોનમાં ( હેબિટેબલ ઝોન એટલે એવો વિસ્તાર કે જ્યાં કોઈ પણ ગ્રહ પર પાણી પ્રવાહી સ્વરૂપમા રહી શકે ) પૃથ્વી અને મંગળ બે ગ્રહ આવેલા છે. જ્યારે આપણું સૌર મંડળ બન્યું ત્યારે ખુબ ઉથલપાથલ થઈ હતી. મંગળનું કદ પૃથ્વી કરતાં અડધું જ છે એટલે પૃથ્વીની સરખામણીએ એ જલદી ઠંડો થઈ ગયો હશે. એક થિયરી મુજબ સૌ પ્રથમ લાલ ગ્રહની અંદર જીવન પાંગર્યું હોઈ શકે પરંતુ આપણા ચંદ્ર જેવો કોઈ પાવરફૂલ ચંદ્ર નથી. તેના બે ચંદ્ર છે તે ખુબ નાના છે જેના કારણે મંગળ પરની પ્રથમ જનરેશનનું જીવન વહેલું સમાપ્ત થઈ ગયું હોઈ શકે. એ જ જીવનોના અવશેષો કાળક્રમે પૃથ્વી પર પહોંચી પૃથ્વી પર સજીવસૃષ્ટી વિકસી હોય એવી શક્યતાઓ પણ વૈજ્ઞાનિકો વ્યક્ત કરી ચુક્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત