Homeગામનાં ચોરેVIDEO: કોણ છે આ મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર? જે એક વ્યક્તિનો જીવ બચાવવા...

VIDEO: કોણ છે આ મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર? જે એક વ્યક્તિનો જીવ બચાવવા ખભા પર લઈ રસ્તા વચ્ચે દોડી

Team Chabuk-National Desk: સતત પડી રહેલા વરસાદના કારણે ચૈન્નઈની સ્થિતિ ખસ્તા થઈ ચૂકી છે. જાનમાલને ભારે નુકસાન પહોંચ્યું છે. લોકોના જીવને બચાવવા માટે પ્રશાસન એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. એવામાં ચૈન્નઈની એક મહિલા પોલીસ ઓફિસરની બહાદુરીના સોશિયલ મીડિયા પર ભરપૂર વખાણ થઈ રહ્યા છે.

વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભારે વરસાદના કારણે સ્મશાન ઘાટમાં કામ કરનારો એક યુવક અચાનક બેભાન થઈ જાય છે. ટીપી ચેતરામ પોલિસ સ્ટેશનની ઈન્સ્પેક્ટર રાજેશ્વરી એ મૂર્છિત વ્યક્તિને પોતાના ખભા પર ઉઠાવી લઈ જાય છે.

તેને પહેલા કારની ડિગ્ગીમાં નાખવાનો પ્રયાસ કરવામાં આવે છે, પણ રાજેશ્વરી કહે છે કે, એમાં નહીં જઈ શકે, એ પછી તે તેને ખભા પર ઉઠાવી રસ્તા વચ્ચે દોડે છે. રસ્તામાં એક રીક્ષા જોતા તેને રોકાવે છે અને યુવકને બેસાડી એ વ્યક્તિને હોસ્પિટલ લઈ જાય છે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર રાજેશ્વરીએ કહ્યું, ‘પહેલા મેં એ યુવકને પ્રાથમિક સારવાર આપી અને પછી ખભા પર તેને લઈ ભાગી. સંયોગથી ત્યાં એક ઓટો રીક્ષા આવી પહોંચી અને અમે તેને હોસ્પિટલ મોકલી દીધો. બાદમાં હું પણ હોસ્પિટલ ગઈ. તેની માતા ત્યાં આવી પહોંચી હતી. ડોક્ટરે કહ્યું કે, ડરવાની કોઈ જરૂર નથી.’

આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરના વખાણ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તેને અસલ જિંદગીની સૂર્યવંશી કહેવામાં આવી રહી છે. અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસન ટ્વીટ કરી કહે છે કે ‘એક બેભાન વ્યક્તિનો જીવ બચાવવા માટે ઈન્સ્પેક્ટર રાજેશ્વરીની કર્તવ્યપરાયણતા પ્રેરણાસ્પદ છે. તેમનું સાહસ અને સેવાનો ભાવ જબરદસ્ત છે.’

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments