Homeગામનાં ચોરેજંગલમાંથી ગાયના કપાયેલા માથા, બોરીમાંથી ગૌમાંસ મળ્યું, કેટલીક ગાયને ઝાડ સાથે બાંધેલી...

જંગલમાંથી ગાયના કપાયેલા માથા, બોરીમાંથી ગૌમાંસ મળ્યું, કેટલીક ગાયને ઝાડ સાથે બાંધેલી હતી, તપાસ તેજ

Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના સાગરમાં ગાયોનાં કપાયેલાં માથાં અને ગૌમાંસ ભરેલી બોરીઓ મળી આવી છે. ઘટનાસ્થળેથી કુહાડી પણ મળી છે. પોલીસને આશંકા છે કે માંસ માટે કુહાડીથી ગાયોની કતલ કરવામાં આવી છે. હાલ પોલીસે ગુનો નોંધી આ અંગે વધુ તપાસ શરૂ કરી છે તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

જિલ્લાના ખુરાઈ દેહત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની છે. શનિવારે નેશનલ હાઈવેના ખુરઈ-સાગર રોડ પર બનેહટ ગામના જંગલમાંથી બે ગાયોના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ તપાસ કરતા નજીકમાં ગૌમાંસ ભરેલી અનેક બોરીઓ પણ મળી હતી.

આ અંગે પોલીસે જણાવ્યું કે, જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે આ ગાયોની કુહાડી વડે કતલ કરવામાં આવી છે. ઘટના સ્થળની નજીક કેટલીક ગાયો બાંધેલી હાલતમાં પણ મળી આવી છે. લાગી રહ્યું છે કે તેની પણ કતલ કરવાના હશે. પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગના સુરક્ષાકર્મીઓના અવાજને કારણે આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

ઘટનાસ્થળેથી બે કુહાડીઓ પણ મળી આવી છે. આ દ્વારા ગાયોની કતલ કરવામાં આવી છે. પોલીસે જેસીબી વડે ખાડા કરીને ગૌમાંસ અને ગાયોના મૃતદેહને જમીનમાં દાટી દીધાં છે.

ખુરાઈ એસડીઓપી સુમિત કેરકેટાએ જણાવ્યું કે આ મામલે એક વિશેષ ટીમ બનાવવામાં આવશે. જરુખેડા ઠાકુર બાબા રેલવે ફાટક પર CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ખુરાઈના સાગર રોડ પર લગાવવામાં આવેલા સરકારી સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ જોવા મળશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments