Homeગામનાં ચોરેમોબાઈલ ચોરીની આશંકાએ યુવકે બાળકને કૂવામાં લટકાવ્યો, વીડિયો વાયરલ થયા બાદ નોંધાયો...

મોબાઈલ ચોરીની આશંકાએ યુવકે બાળકને કૂવામાં લટકાવ્યો, વીડિયો વાયરલ થયા બાદ નોંધાયો કેસ

Team Chabuk-National Desk: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના લવકુશનગર પોલીસ સ્ટેશનના અક્ટોહા ચોકીના ગામ અક્ટોહાનો છે. કૂવામાં એક સગીરને યુવકે એક હાથે લટકાવી દીધો હતો. મોબાઈલ ચોરીની શંકાના આધારે તેને આ સજા આપવામાં આવી હતી. બાળક રડતો હતો અને તેને બહાર આવવા વિનંતી કરતો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે યુવક વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવકે બાળકને કૂવામાં લટકાવી રહ્યો છે. તે બાળક સાથે સંવાદ કરી રહ્યો છે. બાળક રડી રહ્યો છે, આજીજી કરી રહ્યો છે. જો કે, આરોપીને સહેજ પણ દયા નથી આવતી. બીજી તરફ આ ઘટનાનો કોઈ વીડિયો પણ બનાવી રહ્યું છે. વીડિયો બનાવનારો વ્યક્તિ પણ બાળકને કૂવામાંથી બહાર કાઢી લેવા કે તેનો છોડાવવાનો પ્રયાસ નથી કરતો. જો કદાચ બાળકનો હાથ છૂટી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આરોપીને કડકમાં કડક સજા કરવાની માગણી કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી, કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ ટ્વિટ કરીને સમગ્ર મામલાની તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લાના અકટોહામાં પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ લખ્યું, મોબાઈલ ચોરીની શંકામાં એક નિર્દોષને અમાનવીય અને તાલિબાની સજા…આ સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ, ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ..એક નિર્દોષ સાથે કોણે કર્યું? તેણે તાલિબાનને કાર્યવાહી કરવાનો અધિકાર આપ્યો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments