Team Chabuk-Political Desk: ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરી હિમાચલ પ્રદેશમાં મતદાનની જાહેરાત કરી છે. હિમાચલ પ્રદેશમાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન 12 નવેમ્બરે યોજાશે, જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના દિવસે આવશે.
મુખ્ય ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, હિમાચલમાં 17 ઓક્ટોબરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. હિમાચલમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 25 ઓક્ટોબર સુધી નામ પરત ખેંચી શકાશે. 27 સુધી નામાંકનની ચકાસણી કરવાની રહેશે. 29 ઓક્ટોબરે નામ પરત ખેંચી શકાશે. 12મી નવેમ્બરે મતદાન થશે, 8મી ડિસેમ્બરે મતગણતરી થશે.
Schedule for GE to the Legislative Assembly of Himachal Pradesh.
— Election Commission of India #SVEEP (@ECISVEEP) October 14, 2022
#AssemblyElections #ECI pic.twitter.com/UnSu7eN19p
આ વખતે ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે ઘણી જાહેરાતો કરી છે. પંચે કહ્યું કે મતદાન પ્રક્રિયાને સરળ બનાવવા માટે, જ્યાં દરેક મતદાર મતદાનના છેલ્લા દિવસ સુધી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે, ત્યાં કેટલાક મતદાન મથકો હશે જેમાં તમામ મતદાન કર્મચારીઓ મહિલાઓ હશે અને સુરક્ષા કર્મચારીઓ પણ સ્ત્રીઓ હશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
