Homeવિશેષરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર જાણો વિષાણુઓનાં વિજ્ઞાન વિશે

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર જાણો વિષાણુઓનાં વિજ્ઞાન વિશે

ભાવેશ લાખાણી : વર્તમાન સમયના સંદર્ભમાં જોઈએ તો આખા વિશ્વને જેને ભરડામાં લીધું છે એ સૂક્ષ્મ કદના કણની તાકાતનો અભ્યાસ કરવાની હવે માનવે તાતી જરૂરિયાત છે. વિષાણુ એટલે વિષ+અણુ અથવા અંગ્રજીમાં કહીએ તો (Virus) સૂક્ષ્મકણ. વાયરસ શબ્દ લેટિન ”ન્યુટ્ર વ્યૂરસનો” છે જે વિષ અથવા અન્ય હાનિકારક પ્રવાહીનો ઉલ્લેખ કરે છે. જેને હજુ પણ સરળ અર્થમાં કહીએ તો ”પાતળા પ્રવાહી” અથવા ”ઝેર” આથી ઘણા વર્ષો પછી વિષ અથવા Posionનું લેટિન સમાનાર્થી તરીકે ”VIRUS” નામ અપનાવવામાં આવ્યું.

જીવનના ઉત્ક્રાંતિ ઇતિહાસમાં વિષાણુઓની ઉત્પત્તિ અસ્પષ્ટ છે. વિષાણુ સજીવ હોય શકે છે અને નિર્જીવ (કૃત્રિમ ) પણ હોય શકે છે. બધા વિષાણુઓ પ્રોટીન અથવા ન્યુક્લીઇક ઍસિડ (DNA અથવા RNA)ના અણુઓના બનેલા પરોપજીવી સૂક્ષ્મ રાસાયણિક ઘટક છે. વિષાણુ એ દરેક પ્રકારના વનસ્પતિ અને પ્રાણીઓના જીવંત કોષો પર હુમલો કરી શકે એવા સક્ષમ છે. વિષાણુઓ જીવતા ઘાતક રસાયણો જેવા છે એટલા માટે તેમને રોગ અથવા ચેપના એજન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું કદ ૨૦ નેનોમીટર થી લઈને ૪૦૦ નેનોમીટર સુધીનું હોય છે આથી તેનું સ્પષ્ટ અવલોકન ઇલેટ્રોનિક માઇક્રોસ્કોપ દ્વારા જ શક્ય છે. તેમની સરળ રચનાને લીધે તે અજાણ્યા યજમાન કોષની ની સહાય વિના ખસેડાતા નથી અથવા પ્રજનન પણ કરી શકતા નથી. પરંતુ જયારે તેને યજમાન મળી જાય ત્યારે તે આપણા હોમિયોસ્ટેટિસ

પર આધાર રાખવા લાગે છે અને આપણા શરીરનું તાપમાન તેનું પ્રિય તાપમાન બની જાય છે આથી વિષાણુઓ ગુણાકારમાં પોતાની નકલો કરીને ઝડપથી પોતાનો ફેલાવો કરવા લાગે છે અને માનવશરીરનાં જીવંત કોષોમાં ઝલકાવા લાગે છે અને પછી કોષોમાં પરિવર્તન લાવે છે અથવા તો તેનો સંપૂર્ણ નાશ કરે છે. ઘણા વિષાણુઓ જીવંત કોષોના સંપર્કમાં નથી પણ આવતા તેવા વિષાણુને વિરિયોર્ન ( Virion ) કહે છે.

આપણે વાઇરસની દુનિયામાં જ રહીએ છીએ. આપણે ૧,૦૦,૦૦,૦૦,૦૦થી વધુ વિષાણુઓ શ્વાસમાં લઈએ છીએ જેમાંના મોટાભાગના નિર્દોષ હોય છે પરંતુ કેટલાક આપણા માટે જીવલેણ સાબિત થાય છે. વિષાણુઓનો ચેપ ખુબ જ તીવ્ર હોય છે. ખાસ કરીને તેને શહેરી વાતાવરણમાં શામેલ થવું ખુબ જ મુશ્કેલ બને છે પરંતુ જંગલી માનવીઓ અને પ્રાણીઓમાં તે ખુબ જ ઝડપથી અને સહેલાઈથી ફેલાઈ જાય છે. બીજા અન્ય જીવ સામે વિષાણુની અસરનું વજન કરવું એ સફરજનથી સફરજનની તુલના કરવા જેવું સહેલું નથી.

વિષાણુના ફેલાવાની ઘણી રીત છે. વાયરસ સંક્રમિત કરી શકે તેવા વિવિધ હોસ્ટ સેલ્સને તેની ”હોસ્ટ રેન્જ” કહેવામાં આવે છે. પ્રાણીઓમાં વાઇરસ લોહી પીનારા જંતુઓ દ્વારા ફેલાય છે. ઇન્ફ્લૂએન્ઝા ખાંસી અને છીંક આવવાથી ફેલાય છે. નોરો- વાયરસ અને રોટાવાયરસ મૌખિક માર્ગ દ્વારા ફેલાય છે. વાયરસ ચામાચીડિયા અને ઉંદરોથી માનવમાં આસાનીથી વહન કરીને માણસને સંક્રમિત કરે છે. અમુક પ્રજાતિના પક્ષીઓ તથા ડુક્કરો વાયરસ ફેલાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. મચ્છરો અને અન્ય જંતુઓ પણ વાયરસને સંક્રમિત કરી શકે છે પરંતુ તેના કોઈ પુરાવા મળ્યા નથી.

વિષાણુના થોડા લક્ષણો જોઈએ તો તે શ્વાસ લેતો નથી, ખોરાક લેતો નથી, વિસર્જન કરતો નથી, અને વૃદ્ધિ પણ પામતો નથી તેથી તે જીવંત રહી શકતો નથી આથી તે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક જીવંત કોષને હાઇજેક (અપહરણ ) કરે છે અને તેનો ઉપયોગ તેની પોતાની ઘણી બધી નકલો બનાવવા માટે કરે છે અને કોષને પોતાની અસંખ્ય નકલોથી છલકાવે છે. તેથી તે મૃત થઇ શકતો નથી. જયારે માણસ મૃત થાય અને તેના કોષો નિષ્ક્રિય થાય ત્યારે જ એ ભયકંર વિષાણુઓનો અંત આવે છે.

પ્રથમ માનવીય વાયરસ ઓળખાયો જે પીળો તાવ (yellow fever) વાયરસ હતો જે ૧૮૮૧ માં ક્યુબિયાના ચિકિત્સક ”કાર્લોસ ફિનલે” (૧૮૩૩-૧૯૧૫) એ પ્રથમ સંશોધન હાથ ધર્યું અને બાદમાં તેને પ્રકાશિત કર્યું. આ સિવાય પણ મારબર્ગ, કોલેરા, બ્યુબોનિક પ્લેગ, શીતળા, અને ઇન્ફ્લુએન્જા એ માનજગતના ક્રૂર હત્યારાઓ હતા. એ સિવાયના થોડાનો આછો પરિચય મેળવીએ તો.

1) ઇબોલા ( Ebola Virus )

તે ઇબોલા હેમોરજિક ફીવર ( ઈ.એચ.એફ ) તરીકે ઓળખાય છે. તે એક જીવલેણ વાયરસ છે. ૧૯૭૬માં ઇબોલાની ઓળખ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કૉંગો માં આવેલી ઇબોલા નદી પાસેના એક ગામમાં થઇ હતી આથી તેને તે નદીના નામની ઓળખ આપવામાં આવી. ઇબોલાને શોધવાની ક્રેડિટનો મહત્વનો હિસ્સો ”ડૉ. કટર પીટર પાયટ” ના ફાળે જાય છે. ઇબોલા વાઈરસના પાંચ પ્રકાર છે. ઝાયર, સુદાન, બુંદીબુગયો, તાઇફોરેસ્ટ, અને રેસ્ટન છે. દરેકને જે સ્થાન પરથી મળી આવ્યા છે તેની ઓળખ આપવામાં આવી છે. જેમાં પ્રથમ ત્રણ નામ આફ્રિકાના છે. હજુ સુધી ઇબોલાની કોઈ ખાસ રસી વિકસાવવામાં આવી નથી.

2) AIDS ( HIV Virus )

HIV નું પૂરું નામ (human Immunodeficiency virus) છે. તેને વિશ્વવ્યાપી અને કલંકિત રોગ માનવામાં આવે છે. તેનું ઉદાહરણ છે રયાન વ્હાઇટ નામના બાળકને શાળામાંથી કાઢી મુક્યા બાદ તે એઇડ્સ માટે પોસ્ટર ચાઈલ્ડ બની ગયો હતો. તેનો ફેલાવો લોહીના સીધા સંપર્કમાં આવવાથી થાય છે. ૧૯૮૦માં તેને પ્રથમવાર ઓળખી કાઢવામાં આવ્યો અને લૉસ એન્જેલસ માં ૫ જૂન, ૧૯૮૧માં એઇડ્સનો પ્રથમ કેસ નોંધાયો. દક્ષિણ આફ્રિકા સૌથી વધુ HIV સંક્રમિત વસ્તી ધરાવે છે. તેના લક્ષણોમાં તાવ, સોજા ચડવા, નબળાઈ, ઘટતું વજન, વગેરે છે. જિનેટિક સંશોધન દર્શાવે છે કે, એચઆઇવી નો ઉદ્દભવ પશ્ચિમ મધ્ય આફ્રિકામાં ઓગણીસમી સદીના અંત અથવા વીસમી સદીની શરૂઆતમાં થયો હતો. આરોગ્ય સંસ્થાઓ સલામત સેક્સ અને સોયની આપ-લે જેવા કાર્યક્રમો દ્વાર એચઆઇવી વાયરસની ગતિ ધીમી પાડવાના પ્રયાસો કરે છે.

3) શીતળા (smallpox Virus )

શીતળા એક ચેપી રોગ છે જે એક વિષાણુ (વાઇરસ)ના બે પ્રકારો વેરીઓલા મેજર અને વેરીઓલા માઇનોરના લીધે થાય છે. સ્પર્સથી, દૂષિત વસ્ત્રોથી અથવા તો આ વાયુયુક્ત આ રોગ હતો. વીસમી સદીમાં અંદાજે ૩૦ કરોડ લોકો શીતળાથી મૃત્યુ પામેલા. ”એડવર્ડ જેનર” દ્વારા ૧૭૯૬ માં રજૂ કરાયેલી શીતળાની રસી પ્રથમ સફળ રસી હતી. વાઇરોલોજિસ્ટોએ અનુમાન લગાવ્યું કે, ૧૦ હજાર વર્ષ પહેલા આફ્રિકન ઉંદરના પોક્સવિરસથી શીતળા વિકસિત થયો હતો. ભારતીય યુદ્ધ દરમિયાન (૧૭૫૪-૧૭૬૭) સૌ પ્રથમ શીતળાને જૈવિક શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો હતો. WHO દ્વારા ૧૯૮૦માં વૈશ્વિક ધોરણે શીતળા નાબૂદ જાહેર કરવામાં આવ્યો હતો.

4) ડેન્ગ્યુ (Dengue virus)

ડેન્ગ્યુ વાયરસ ૧૯૫૦ ના દાયકામાં ફિલિપાઇન્સ અને થાઈલેન્ડમાં પ્રથમ વખત દેખાયો હતો. ડેન્ગ્યુ એ એક સ્પેનિશ શબ્દ છે. જે સ્વાહિલી ભાષાનું એક વાક્ય ”કી-ડિંગા પેપોમાં ડિંગા” શબ્દ પરથી ઉતરી આવ્યો છે જે આ રોગને દુષ્ટ આત્માના કારણે હોવાનું મનાય છે. તેને બ્રેકબોન અથવા ડેન્ડી ફીવર પણ કહે છે. ડેન્ગ્યુ વાયરસ મુખ્યત્વે એડીસ જાતિના માદા મચ્છર દ્વારા ફેલાય છે. ૨૫ થી ૩૦ ડિગ્રી તાપમાન તેને માફક આવે છે. વિશ્વની ૪૦ % વસ્તી એવા વિસ્તારમાં રહે છે જ્યાં ડેન્ગ્યુ સ્થાનિક છે અને એ વસાહતમાં પણ કેરેબિયન ટાપુ સૌથી મોખરે છે. ડબ્લ્યુ.એચ.ઓ અનુસાર એક વર્ષમાં ૫૦ થી ૧૦૦ મિલિયન લોકો ડેન્ગ્યુનો ભોગ બને છે. મુહલબર્ગે તો ત્યાં સુધો કહ્યું છે કે, ડેન્ગ્યુ વાયરસ વિશે ગંભીરતાથી વિચારવામાં નહિ આવે તો માનવજાત ખતરામાં આવી જશે. ૨૦૧૯ માં સી.ડી.સી.ના જણાવ્યા અનુસાર ડેન્ગ્યુની રસી ”ડેન્ગવેકસિયા” ને યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ૯ થી ૧૬ વર્ષના બાળકો માટે મંજૂરી આપવામાં આવી હતી. તબીબોના મતે ઝડપથી રિકવરી માટે આહાર ટિપ્સમાં પપૈયાનો રસ અતિ ઉત્તમ નીવડે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments