Homeગામનાં ચોરેદારુના નશામાં 3 યુવતીઓનો હાઈ વોલ્ટેજ ડ્રામા, સિક્યોરિટીનો કોલર પકડી ગાળો...

દારુના નશામાં 3 યુવતીઓનો હાઈ વોલ્ટેજ ડ્રામા, સિક્યોરિટીનો કોલર પકડી ગાળો આપી, જુઓ VIDEO

Team Chabuk-National Desk: શુક્રવારે મોડી રાત્રે નોઈડાના ફેઝ-3 પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર-121 સ્થિત અજનારા હોમ્સ સોસાયટીમાં ત્રણ યુવતીઓનો હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. નશામાં ધૂત ત્રણ યુવતીઓએ સોસાયટીના ગાર્ડ સાથે ખરાબ વર્તન કર્યું હતું.

યુવતીઓ સોસાયટીમાં બળજબરીથી કારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહી હતી. કારમાં સોસાયટીનું સ્ટીકર ન હોવાથી ગાર્ડે તેને રોકી હતી. આના કારણે તે ગુસ્સે થઈ ગઈ અને ગાર્ડ સાથે ખરાબ વર્તન કર્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સેક્ટર-121 સ્થિત અજનારા હોમ્સ સોસાયટીમાં ત્રણ યુવતીઓનો હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. શુક્રવારની મોડી રાત્રે યુવતીઓ કારમાં આવી હતી. તે સોસાયટીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, જેના પર સોસાયટીના સ્ટીકર વાહન પર ન હોવાથી સોસાયટીના ગેટ પર તૈનાત ગાર્ડે તેને રોકી હતી. આના પર યુવતીઓ કારમાંથી ઉતરી અને ગેટ પર તૈનાત ગાર્ડ સાથે દુર્વ્યવહાર કર્યો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments