Team Chabuk-National Desk: ચૂંટણી પંચે શિવસેનાના ચિહ્ન પર પ્રતિબંધ લગાવ્યો છે. જેને લઇને આગામી અંધેરી પૂર્વ પેટાચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે અને શિંદે જૂથમાંથી કોઈને પણ શિવસેનાના ‘ધનુષ અને તીર’ના ચિહ્નનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે.
પંચે કહ્યું કે બંને જૂથોને આ પેટાચૂંટણીઓ માટે ચૂંટણી પંચ દ્વારા સૂચિત કરાયેલ ફ્રી પ્રતીકોની સૂચિમાંથી અલગ-અલગ પ્રતીકો પસંદ કરવાનું કહેવામાં આવ્યું છે. ઉદ્ધવ અને શિંદે જૂથ બંનેએ 10 ઓક્ટોબર સુધીમાં કેન્દ્રીય ચૂંટણી પંચને નવા ચૂંટણી ચિહ્ન અને તેમના પક્ષના નામ વિશે જાણ કરવાની રહેશે જે તેઓ આ વચગાળાનો આદેશ અમલમાં ન આવે ત્યાં સુધી અપનાવવા માગે છે.
Shiv Sena's 'Bow & Arrow' symbol claim | Election Commission of India passes interim order, says in Andheri East bye polls neither of the two groups shall be permitted to use the symbol "Bow & Arrow", reserved for "Shivsena". pic.twitter.com/QtC9iNhZ0X
— ANI (@ANI) October 8, 2022
બંને જૂથો પાસેથી મળેલી માહિતીના આધારે કેન્દ્રીય ચૂંટણી પંચ બંને જૂથોને અલગ-અલગ નામ અને ચિન્હો ફાળવશે, જે ચૂંટણી પંચના અંતિમ નિર્ણય સુધી ચાલુ રહેશે. આગામી પેટાચૂંટણી દરમિયાન બંને જૂથો તે જ પક્ષના નામ અને પ્રતીક પર ચૂંટણી લડી શકશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત