Team Chabuk-Political Desk: પંજાબમાં સત્તા પરિવર્તન બાદ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું ધરી દીધું છે. નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસના વચગાળાના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના કહેવાથી અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે, પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીના વાવાઝોડામાં કોંગ્રેસના મોટા નેતાઓ પણ ચૂંટણી હાર્યા છે. જેમાં ચરણજીતસિંહ ચન્ની અને કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુનો પણ સમાવેશ થેયા છે.
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત મેળવી છે. જેના કારણે સત્તાધારી પાર્ટી કોંગ્રેસને ઘરભેગા થવાનો વારો આવ્યો છે. કોંગ્રેસને માત્ર 18 બેઠક જ મળી શકી છે. જ્યારે સિદ્ધુ પોતે અમૃતસર પૂર્વ સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. જોકે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની માઠી હાર પછી કોંગ્રેસ નેતૃત્વે એક દિવસ પહેલાં 15 માર્ચ 2022ના રોજ એક મોટી કાર્યાવહી કરીને પાંચેય ચૂંટણી રાજ્યોના પાર્ટી અધ્યક્ષને રાજીનામું આપવા કહ્યું હતું.
Punjab Congress chief Navjot Singh Sidhu tenders his resignation from the post.
— ANI (@ANI) March 16, 2022
Congress President Sonia Gandhi had asked the PCC Presidents of Uttar Pradesh, Uttarakhand, Punjab, Goa & Manipur to put in their resignations in order to facilitate reorganisation of PCCs. pic.twitter.com/3CXOjph7Sy
સોનિયા ગાંધીએ કોંગ્રેસ કાર્ય સમિતીની બેઠકના બે દિવસ પછી આ પગલા લીધા છે. ગયા રવિવારે CWCની મીટિંગમાં કોંગ્રેસી નેતાઓએ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સાથે એવું પણ કહ્યું હતું કે, સંગઠાત્મક ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી તેઓ જ આ પદ પર રહે અને પાર્ટીને મજબૂત કરવા માટે જરૂરી પગલાં લે.
સોનિયાએ ચૂંટણી રાજ્યોના અધ્યક્ષ વિરુદ્ધ આ કાર્યવાહી ત્યારે કરી છે જ્યારે પાર્ટીના સીનિયર નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, ગાંધી પરિવારે પાર્ટીનું નેતૃત્વ છોડી દેવુ જોઈએ અને કોઈ અન્ય નેતાને મોકો આપવો જોઈએ.
મહત્વનું છે કે, પંજાબમાં કોંગ્રેસની હાર પાછળનું એક કારણ નવજોતસિંહ સિદ્ધુ અને કેપ્ટન અમરિંદરસિંહ વચ્ચેનો વિવાદ પણ માનવામાં આવે છે. કેપ્ટન અમરિંદરસિંહને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં નવજોતસિંહ સિદ્ધુએ મોટી ભૂમિકા ભજવી હતી. પાર્ટીનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો હતો અને કેપ્ટન અમરિંદરસિંહને હટાવીને ચરણજીતસિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે, કોંગ્રેસનો આ દાવ ઉલ્ટો પડ્યો હોય તેવું ચૂંટણી પરિણામો પરથી લાગી રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
