Team Chabuk-National Desk: મુંબઈ ડ્રગ્સ કેસને લઈ સમીર વાનખેડે પર નવાબ મલિક રોજબરોજ નવા આરોપોની લાઇન લગાવી દે છે. હવે સમીર અને નવાબની વચ્ચેની આ ચકમક વધી રહી છે. ગઈકાલે એનસીપી નેતા નવાબ મલિકે વાનખેડેનું સર્ટિફિકેટ સામે રાખી તે મુસ્લિમ હોવાનો દાવો કર્યો હતો. જેમાં સમીરના બચાવમાં તેની બીજી પત્ની કીર્તિએ આગળ આવવું પડ્યું હતું અને ટ્વીટર પર પોસ્ટ શેર કરી હતી. મંગળવારના રોજ નવાબ મલિકે આરોપ લગાવતા કહ્યું હતું કે, સમીર વાનખેડે મુસ્લિમ છે અને તેણે નકલી જાતિનું પ્રમાણપત્ર બનાવી સરકારી નોકરી પ્રાપ્ત કરી છે.

મલિકે કહ્યું હતું કે, પહેલા ખૂબ જ ફરિયાદો સામે આવતી હતી કે નકલી સર્ટિફિકેટ બનાવી લોકો સરકારી નોકરી પ્રાપ્ત કરી લે છે. જેથી એક સ્ક્રૂટની કમિટી બનાવવામાં આવી. જ્યારે કેટગરીમાં કોઈ નોકરી લે છે, તો તેના સર્ટિફિકેટને વેલિડ કરવું જરૂરી છે. આ સર્ટિફિકેટ મુંબઈ કમિશ્નરની ઓફિસથી જાહેર કરવામાં આવ્યું, પણ કેન્દ્ર સરકારમાં આ પ્રકારનું કોઈ પ્રાવધાન નથી કે વેલિડિટી કરાવી શકાય. માત્ર કલેક્ટર પાસેથી જાણકારી પ્રાપ્ત કરવામાં આવે છે અને સર્ટિફિકેટ જાહેર કરી નોકરી આપવામાં આવે છે.

મલિક નવાબે વધુમાં કહ્યું કે, તમામ દલિત સંગઠનો મારી સાથે વાત કરી રહ્યા છે અને આ સર્ટિફિકેટને લઈ તમામ લોકો આ સ્ક્રૂટની કમિટીની સામે પોતાની ફરિયાદ નોંધાવશે અને માગણી કરશે કે એક દલિતનો ભાગ તેણે છીનવીને, છેતરપિંડી આચરીને સરકારી નોકરી પ્રાપ્ત કરી. અને એ કાયદામાં જ્યારે એ સિદ્ધ થઈ જાય છે, કે સર્ટિફિકેટ બોગસ છે, તો એના આધાર પર આદેશ પારિત થાય છે કે, સર્ટિફિકેટના આધાર પર જે પણ ફાયદો લેવામાં આવ્યો છે, તેને વિડ્રો કરવામાં આવે. એ કાયદામાં બેથી સાત વર્ષની સજાનો નિયમ છે.

નવાબ મલિકે કહ્યું હતું કે, આ ઘટનાક્રમ તાત્કાલિક સ્ક્રૂટની કમિટીની પાસે જશે અને અમને આશા છે કે, સત્યતા દેશની સામે આવશે. જે દલિત ભાઈનો હક તેણે છિનવ્યો હતો એ એને મળશે અને તેના પર કાયદાકીય કાર્યવાહી થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત