મહોમ્મદ રફીએ કાજલ ફિલ્મમાં ગીત ગાયું છે. છૂ લેને દો નાજૂક હોઠો કો કુછ ઔર નહીં જામ હૈ યે. રાજ કુમાર અને મીના કુમારી પર ફિલ્માવવામાં આવ્યું છે. પત્રકારત્વનું કે ફિલ્મનું ભણતા હો તો એકેડેમિક શિક્ષણ માટે એ નોલેજ પૂરતું યાદ રાખવા કહેવામાં આવે છે કે, હિન્દી ફિલ્મની પ્રથમ કિસ દેવિકા રાનીએ 1933માં આવેલી ફિલ્મ કર્મામાં પોતાના રિયલ લાઈફ હસબન્ડને કરી હતી.
ઉતરોતર કિસની દુનિયા વિસ્તરતી ગઈ. ઈમરાન હાશ્મીને કિસનો શહેનશાહ માનવામાં આવે છે. તેને મલ્લિકા શેરાવતને ચુંબન કરવાની જરા પણ મજા નહોતી આવી અને જેક્લીન ફર્નાન્ડિઝને ચુંબન કરવાની ખૂબ મજા આવી હતી તેવું તે કોફી વીથ કરનમાં સ્વીકારી ચૂક્યો છે. 6 જુલાઈ 2021માં હવે આંતરાષ્ટ્રીય કિસ ડે આવશે.
અને પછી કિસની વાતો આવે ત્યારે કરિશ્મા કપૂર અને આમિર ખાનની રાજા હિન્દુસ્તાની, ધૂમ-2માં એશ્વર્યા રાય અને ઋત્વિક રોશનનું તસતસતું ચુંબન અને ઈમરાન હાશ્મી તનુશ્રી દત્તાની લાંબી કિસ યાદ આવે. આવી ઉપરછલ્લી કિસની માહિતી એ કિસ જોઈ હોવાથી છે.
OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સમાં મીંરા નાયરની વેબ સિરીઝ અ સૂટેબલ બોય આવવાની છે. જો વિક્રમ શેઠથી પરિચિત હો. તો એમની નવલકથા પરથી જ બની છે. એમાં એક કિસીંગ સીન છે. હવે લવજેહાદ પર કાયદો બનાવવા જઈ રહેલા મધ્યપ્રદેશ રાજ્યમાં એ જ રાજ્યના ગૃહમંત્રીને આ આપત્તિજનક લાગ્યું છે.
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ વેબ સિરીઝમાં ફિલ્માવવામાં આવેલા એક સીન પર આપત્તિ વ્યક્ત કરી છે. ગૃહમંત્રી દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે, ‘ઓટીટી મીડિયા પ્લેટફોર્મ પર અ સૂટેબલ બોયમાં ખૂબ જ આપત્તિજનક દૃશ્ય દેખાડવામાં આવ્યું છે. જેમાં એક મુસ્લિમ છોકરો ચુંબન કરી રહ્યો છે અને બેકગ્રાઊન્ડમાં ભજન ચાલી રહ્યું છે.’
पुलिस अधिकारी परीक्षण कर बताएंगे कि संबंधित #ओटीटी_प्लेटफार्म और फ़िल्म के निर्माता निर्देशक पर धार्मिक भावनाएं आहत करने के लिए क्या कानूनी कार्रवाई की जा सकती है।@BJP4India @BJP4MP @DGP_MP @mohdept @BJYM
— Dr Narottam Mishra (@drnarottammisra) November 22, 2020
વધુમાં તેમણે કહ્યું કે, ‘ભાવનાઓને હાની પહોંચાડે છે. મેં અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે આ ઘટનાનું પરિક્ષણ કરવામાં આવે. આ દૃશ્યોના આધારે નેટફ્લિક્સ ઓટીટી પ્લેટફોર્મ, કાર્યક્રમના નિર્માતા અને નિર્દેશક પર કાયદાકીય કાર્યવાહી કરી શકાય છે.’
एक #ओटीटी_मीडिया_प्लेटफॉर्म पर "A Suitable Boy" नामक फ़िल्म जारी की गई है। इसमें बेहद आपत्तिजनक दृश्य दिखाए गए हैं जो एक धर्म विशेष की भावनाओं को आहत करते हैं। मैंने पुलिस अधिकारियों को इस विवादास्पद कंटेंट का परीक्षण कराने को निर्देशित किया है। pic.twitter.com/oYSiizJxCQ
— Dr Narottam Mishra (@drnarottammisra) November 22, 2020
ગૌરવ તિવારી નામના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર અ સૂટેબલ બોયનો કિસીંગ સીન પોસ્ટ કર્યો હતો અને આપત્તિ વ્યક્ત કરી હતી. ગૌરવ તિવારી ભાજપ યુવા મોર્ચાનો રાષ્ટ્રીય મંત્રી છે. જે સીન પર આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે એ લતા અને કબીર નામના બે કેરેક્ટર વચ્ચે ફિલ્માવવામાં આવ્યો છે.
मंदिर का प्रांगण, बैकग्राउंड में आरती और अश्लील दृश्य।
— Gaurav Tiwari (@adolitics) November 21, 2020
क्या मस्जिद में अजान के समय ऐसा शूट करने की ‘क्रीएटिव फ़्रीडम’ है आपको @NetflixIndia?
हिंदुओं की सहिष्णुता को उनकी कमजोरी मत समझिए, ये मध्यप्रदेश का नहीं, भगवान शिव और करोड़ों शिवभक्तों का भी अपमान है।
माफ़ी माँगनी पड़ेगी। pic.twitter.com/9TLnsQviHJ
વેબ સિરીઝને મીંરા નાયરે ડાયરેક્ટ કરી છે. સિરીઝમાં તબ્બૂ, ઈશાન ખટ્ટર, નમિત દાસ, રામ કપૂર, તાન્યા માનિકતલા ને દાનેશ રિઝવી જેવા કલાકારો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત