2024 સુધીમાં એપલ કાર રસ્તા પર જોવા મળી જાય તો ચોંકી ન જતા. કેમ કે હવે એપલ કંપની કાર બનાવવાનું પણ શરૂ કરી શકે છે. એપલ આ કાર પેસેન્જર કાર હશે જે એડવાન્સ ટેક્નોલોજી પર આધારિત હશે.
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર કંપની પ્રોજેક્ટ ટાઈટનના નામથી ઓટોસેક્ટર તરફ પગલાં માંડવનું વિચારી રહી છે. 2024 સુધીમાં એપલનું નામ ઓટોસેક્ટર સાથે પણ જોડાઈ શકે છે. એપલ એક સમયે વાહનની ડિઝાઈન તૈયાર કરી હતી અને તે પહેલાંથી જ ઓટો સેક્ટરમાં આગળ વધવાનું વિચારી રહી હતી. જો કે, બાદમાં કંપનીએ આ નિર્ણય પાછો ખેંચ્યો હતો અને પોતાનું ધ્યાન સોફ્ટવેર પર કેન્દ્રીત કર્યું હતું.
આ અંગે હજુ સુધી એપલે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. રોયટર્સના સૂત્રો તરફથી આ માહિતી સામે આવી છે. 2018માં એપલના પૂર્વ વરિષ્ઠ કર્મચારી ડોગ ફિલ્ડ કંપનીમાં પરત ફર્યા છે. ડોગ ફિલ્ડના પરત આવવાનો એક માત્ર હેતું ઓટો પ્રોજેક્ટ પર જ ધ્યાન આપવાનો છે. એપલમાં પરત ફર્યા તે પહેલા તેઓ ટેસ્લા ઈંકમાં કામ કરી રહ્યા હતા. ડોગ ફિલ્ડે ઓટો પ્રોજેક્ટ પર કામ કરવા માટે કુલ 190 લોકોની ટીમ બનાવી લીધી છે. આ ટીમ તેમના માર્ગદર્શનમાં કામ કરશે.
એપલની કાર આવ્યા પહેલાં જ તેની વાયુવેગે વાત ફેલાઈ રહી છે. એપલ પણ ઓટો સેક્ટરમા ઝંપલાવવા તરફ વધુ ઝડપી ગતિ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોનું કહેવું છે કે, હવે કંપનીનું લક્ષ્ય ગ્રાહકો માટે ઉપયોગી વાહન બનાવવાનું છે. થોડા સમય બાદ એપલ આ યોજના વિશે વાત કરી શકે છે. અને સમગ્ર મુદ્દે જાણકારી પણ આપી શકે છે. હાલ એપલ કંપની આ અંગે કઈ બોલી રહી નથી.
એપલને સામાન્ય નાગરિકો માટે વાહન બનાવવા કેટલાય પડકારોનો સામનો કરવો પડી શકે છે. અન્ય દિગ્ગજ કંપનીઓ સાથે ગળાકાપ હરિફાઈમાં પણ ઉતરવું સહેલું નહીં હોય. ગૂગલની મૂળ કંપની અલ્ફાબેટ ઈંક પણ Waymo નામથી રોબો ટેક્સી તૈયાર કરી ચુકી છે. Waymo એક ડ્રાઈવરલેસ કાર છે.
એપલની રણનીતિ મૂળ એક એવી બેટરી ડિઝાઈન તૈયાર કરવાની છે જેનું કદ ઓછું હોય અને તેની કામ કરવાની ક્ષમતા વધારે. બેટરી વધુ સમય સુધી ટકી રહે અને વાહન વધુ રેંજ સુધી ચાલે તેવો જ એપલનો હેતુ છે. આ અંગે કંપનીને કેટલાક લોકોએ સવાલો પણ કર્યા હતા જો કે, આ અંગે એપલે કોઈ માહિતી આપી ન હતી.
એપલને દુનિયાભરમાં એક પ્રતિષ્ઠા અપાવનારી બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એપલ ફોન, ટેબલેટ તેમજ ફિટનેસ બેન્ડ જેવી પ્રોડક્ટ બહુ પ્રીમિયમ ક્વોલિટીની હોય છે. આ વસ્તુઓનો લોકોમાં ક્રેઝ પણ એટલો જ છે. હવે એપલની કાર આવતા લક્ઝરિયસ કારના વેચાણમાં હરિફાઈ વધે તેવી પણ શક્યતા છે. આ પ્રોજેક્ટને એપલના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ગણાવવામાં આવે છે. હજુ કાર કેવી હશે તેની ડિઝાઈન કે બેટરીની ડિઝાઈન અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ. કે નથી તેની કિંમતની કોઈ જાણકારી મળી. જોકે, આગામી સમયમાં આ તમામ પ્રશ્નો પરથી પડદો ઉંચકાઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા