Homeગામનાં ચોરેતુર્કીમાંથી ચાર દેશની જીડીપી બરાબરનો ખજાનો હાથ લાગી ગયો

તુર્કીમાંથી ચાર દેશની જીડીપી બરાબરનો ખજાનો હાથ લાગી ગયો

તુર્કીના એક તટીય વિસ્તારમાંથી એટલું સોનું મળ્યું છે કે તે માલદિવ, ભૂટાન, ફિજી અને લાઈબેરિયા જેવા દેશોની જીડીપી કરતાં પણ વધારે છે. તુર્કીના જે વિસ્તારમાંથી આ સોનું મળ્યું છે તેનું નામ બિલ્સીક પ્રદેશ છે. અને તુર્કીના મર્મરામાં આવેલો છે. બિલ્સીક પ્રદેશ એટલે જ હાલ ચર્ચામાં છે.

જેટલું સોનું મળ્યું છે એને માત્ર સોનું નહીં પણ ખજાનો કહી શકાય. સોનાને જ્યારે જોખવામાં આવ્યું તો તેનો વજન 99 ટન હતો જેને જોઈને અધિકારીઓની પણ આંખો ખુલ્લીને ખુલ્લી જ રહી ગઈ. કારણ કે 99 ટન સોનાની કિંમત અંદાજીત 6 અરબ ડૉલર થાય. 6 અરબ ડૉલર એટલે કે 44 હજાર કરોડથી વધુ રૂપિયા. આ એટલી મોટી કિંમત છે કે ઉપર જે દેશોનું નામ લખ્યું તેની જીડીપી પણ આટલી નથી. હા. ભૂટાન, માલદિવ, ફિજી અને લાઈબેરિયા.

આ દેશની જીડીપી જણી લો

દેશGDP
માલદીવ4.87 અરબ ડૉલર
લાઈબેરિયા3.29 અરબ ડૉલર
ભૂટાન2.33 અરબ ડૉલર
બુરંડી3.17 અરબ ડૉલર

આ ખજાનો એક ખનીજ સાઈટ પરથી ખોદકામ દરમિયાન જ મળ્યો છે. અહીં ફર્ટીલાઈઝર પ્રોડ્યૂસર કંપની ગ્રુબેતાસની માલિકી છે. ગ્રુબેતાસના ચેરમેન ફહરેતીન પોયરાજે તુર્કીની એક ન્યૂઝ એજન્સી અનાદોલુએ ખજાનો મળ્યાની જાણકારી આપી હતી. ખજાનો મળ્યાની જાણકારી વહેતી થતાં જ કંપનીના શેરમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીના શેરમાં 28 ટકા ઉછાળો નોંધાયો હતો. ચેરમેન પોયરાજે કહ્યું કે, ગ્રુબેતાસ ઉર્વરક કંપનીએ વર્ષ 2019માં કોર્ટના નિર્ણય પછી અન્ય કંપનીએ આ જગ્યાનો કબજો મેળવી લીધો હતો.

પોયરાજે દાવો કર્યો કે, આ ખાણ દુનિયાની ટોપ પાંચ સોનાની ખાણમાંથી એક છે. બે વર્ષ સુધીમાં આ ખાણમાંથી સોનું કાઢી લેવામાં આવશે. જેનાથી તુર્કીની ઈકોનોમિને બૂસ્ટ મળશે. તુર્કીના ઉર્જા અને પ્રકૃતિક સંસાધન મંત્રી ફેથ ડોનમેજે આ અંગે કહ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં તુર્કીએ 38 ટન સોનાનું ઉત્પાદન કરવાનો રેકોર્ડ તોડ્યો હતો. આવતા પાંચ વર્ષમાં સોનાના ઉત્પાદનને 100 ટન સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. એટલે જ તુર્કીને સોનાનો બહુ મોટો ઉત્પાદક દેશ માનવામાં આવે છે.

પાકિસ્તાનની એક વેબસાઈટના સંદર્ભને આધારે, જ્યાંથી સોનાનો ખજાનો મળ્યો છે ત્યાં જ એર્તુગરૂલ ગાજીને દફનાવાયો હતો. સોશિયલ મીડિયા પર પણ કેટલાય લોકોએ આવા દાવા કર્યા છે. એ વાત સાચી છે કે, એર્તુગુરૂલ ગાઝીને બિલ્સીક પ્રદેશના સોગાત વિસ્તારમાં દફનાવાયો હતો. સોનાની આ ખાણ પણ બિલ્સીક પ્રદેશમાંથી જ મળી છે. જો કે, તે વિસ્તાર એ જ છે કે નહીં તેની પુષ્ટી નથી કરાઈ.

કોણ હતો એર્તુગરૂલ ગાઝી

એર્તુગરૂલ ગાઝી એટોમન સામ્રાજ્યના સંસ્થાપક ઉસ્માનનો પિતા હતો. એ એક યોદ્ધા તરીકે જણીતો હતો. એર્તુગરૂલ ગાઝીના નામથી નેટફ્લિક્સ પર એક શૉ પણ છે. જેની કેટલીય સિરીઝ આવી ગઈ છે. આ શૉ દુનિયાભરમાં વખણાયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments