Homeવિશેષઆધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા

આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા

Team Chabuk-Vishesh Desk: આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ તેમજ ઘરનું સરનામું હોય છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ કારણસર ઘર બદલી રહ્યા છો, તો તમારે તમારા આધાર કાર્ડ પરનું સરનામું જલ્દીથી અપડેટ કરાવવું જોઈએ જેથી તમને પછીથી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આધાર કાર્ડ પર કોઈપણ વિગતો અપડેટ કરવા માટે, કેટલાક દસ્તાવેજો જરૂરી છે. પરંતુ, જો તમે તમારા ઘરનું સરનામું અપડેટ કરી રહ્યાં છો, તો તમે કોઈપણ દસ્તાવેજ વિના પણ તેને અપડેટ કરાવી શકો છો.

સરનામું કેવી રીતે અપડેટ કરવું ?
સૌ પ્રથમ તમારે UIDAI ના સત્તાવાર પોર્ટલ (myaadhaar.uidai.gov.in/) પર જવું પડશે. આ પછી તમારે લોગિન ઓપ્શનમાં જઈને આધાર નંબર અને કેપ્ચા નાખવો પડશે.
આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ OTP ભરો. હવે આધાર અપડેટ વિભાગ પર જાઓ અને હેડ ઓફ હાઉસહોલ્ડ (HOF) આધારિત આધાર અપડેટ પર ક્લિક કરો.
અહીં તમારે પરિવારના વડાનો આધાર નંબર નાખવો પડશે. આ પછી તમારે અપડેટ ફી ચૂકવવી પડશે. અપડેટ ફી ચૂકવ્યા પછી વિનંતી પરિવારના વડાને જશે. પરિવારના વડા આ વિનંતીને મંજૂરી આપતા જ ​​તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જશે.

આધારને મફતમાં અપડેટ કરો
UIDAIએ આધાર વપરાશકર્તાઓને મફતમાં આધાર અપડેટ કરવાની સુવિધા પણ પૂરી પાડી છે. તમે 14 સપ્ટેમ્બર 2024 સુધી આધાર ઓનલાઈન ફ્રીમાં અપડેટ કરી શકો છો. જોકે, આધારને ઑફલાઇન અપડેટ કરવા માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે. દરેક અપડેટ માટે 50 રૂપિયાનો ચાર્જ છે.

AadharCard (2)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments