Homeગામનાં ચોરેનોર્થ કોરિયાએ ફરી આકાશ ગજવી મૂકતા, જાપાન, અમેરિકા અને સાઉથ કોરિયા દોડતા...

નોર્થ કોરિયાએ ફરી આકાશ ગજવી મૂકતા, જાપાન, અમેરિકા અને સાઉથ કોરિયા દોડતા થયાં

Team Chabuk-International Desk: નોર્થ કોરિયાએ મંગળવારના રોજ પૂર્વી સમુદ્ર તટ પાસેથી બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી હતી. સાઉથ કોરિયાની આર્મી દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના જણાવ્યા અનુસાર, મિસાઈલને દક્ષિણ હામગ્યોંગ પ્રાન્તના સિનપોની આસપાસથી પૂર્વ તરફ લોન્ચ કરવામાં આવી હતી. ભારતીય સમયાનુસાર સવારે 6-45 વાગ્યે થયેલું લોન્ચ ડિટેક્ટ કરવામાં આવ્યું હતું.

advertisement-1

ન્યૂઝ એજન્સી યોનહાપના અહેવાલ પ્રમાણે સાઉથ કોરિયા અને અમેરિકાની ઈન્ટેલિજન્સ ઓથોરિટી વધુ માહિતી માટે આ ઘટનાક્રમનું એનાલિસિસ કરી રહી છે. આ લોન્ચ એવા સમયે થયું છે જ્યારે સાઉથ કોરિયા, અમેરિકા અને જાપાનના ટોપ ન્યૂક્લિયર એનવોય નોર્થ કોરિયાની સાથે ફરી વાતચીત શરૂ કરવાના સંયુક્ત પ્રયાસો પર ચર્ચા કરવા માટે વોશિંગ્ટનમાં છે. ત્રણે દેશો ઈચ્છે છે કે નોર્થ કોરિયાને માનવીય સહાયતા અને અન્ય પ્રોત્સાહનો દ્વારા વાતચીત માટે રાજી કરવામાં આવે.  

advertisement-1

નોર્થ કોરિયા માટે અમેરિકાના વિશેષ પ્રતિનિધ સુંગ કિમે કહ્યું હતું કે, તેઓ આ અઠવાડિયે વાતચીત માટે સાઉથ કોરિયાની રાજધાની સિયોલ જશે. સોમવારના રોજ વોશિંગ્ટનમાં પોતાના દક્ષિણ કોરિયાઈ સમકક્ષની સાથે મુલાકાત બાદ કિમે એ પણ કહ્યું હતું કે, અમેરિકા ફરીથી નોર્થ કોરિયાની સાથે વાતચીત શરૂ કરવા ઈચ્છે છે. અમે કોઈ પણ શરત વગર તેમને મળવા માટે તૈયાર છીએ.

advertisement-1

નોર્થ કોરિયા પોતાના મિલિટ્રિ બિલ્ડઅપને ઝડપથી આગળ વધારી રહ્યું છે. ગત કેટલાક દિવસોમાં નોર્થ કોરિયાએ કેટલીય મિસાઈલો પર ટેસ્ટ કર્યાં છે. જેમાં એક નવા પ્રકારની લાંબા અંતરની મારક ક્ષમતા ધરાવતી ક્રૂઝ મિસાઈલ અને એક હાઈપરસોનિક મિસાઈલ લોન્ચ સામેલ છે.

advertisement-1

બીજી તરફ નોર્થ કોરિયાની બેલેસ્ટિક મિસાઈલના પરિક્ષણથી જાપાનની ચૂંટણીને પણ અસર પહોંચી છે. જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ વર્તમાન સમયે નોર્થ કોરિયાની તરફથી કરવામાં આવેલા મિસાઈલ પરિક્ષણને ચિંતાજનક ગણાવ્યો હતો. નોર્થ કોરિયાના મિસાઈલ ટેસ્ટ બાદ પીએમ કિશિદાએ દક્ષિણ જાપાનમાં નિર્ધારિત પોતાના કેમ્પેઈનને રદ્દ કરી દીધું હતું. મિસાઈલ ટેસ્ટના કારણે જાપાની કોસ્ટ ગાર્ડે જહાજો માટે મરીન સેફ્ટી એલર્ટ જાહેર કર્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments